Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 24
________________ [૨૧] મારે વહેલું મરી લેવું છે એટલે જે ચિંતા મર્યા પછી, થવાની તે પહેલાં થવાની હોય તે થઈ જાય અને પછી બચ્ચાં તેટલાં વર્ષ મારા આત્માની કહે, આશ્રમની કહે, કે જગતની કહે, પણ જેમાં સર્વની સાચી સેવા સમાય તેવી ફરજ બજાવવા માટે હું ઘરબાર છોડી અણુગાર થવા ઇચ્છું છું...............સંત, મહંત કે ગાદીપતિ થવાની ગંધ સરખી પણ મારી ઇચ્છામાં નથી. પણ સર્વને સેવક અને આત્માથી થવાની ઇચ્છા ઘણા કાળથી બાંધી રાખી છે, તેવા થવું છે. નથી હું સોસાયટીના કામથી કંટાળ્યા કે નથી સોસાયટીવાળાઓએ મને કાઢી મૂકવાને વિચાર કર્યો કે જેથી મારે બીજુ કોઈ સ્થળ શોધવું પડે. જો તેમ હોય તો આજે બસો-પાંચસે રૂપિયા મહિને મળે તેવી નોકરી હું શોધી શકું એટલી મારામાં મને શ્રદ્ધા અને શક્તિ જણાય છે. પણ તે બધા ગુલામ કે નોકર બનાવનારાં કારખાનાં હોવાથી, માત્ર સ્વતંત્ર જીવન સમજવું, સ્વતંત્ર થવું અને યથાશક્તિ સ્વતંત્ર થવા ઇચ્છતા હોય તેવા અન્ય જનને આંગળી બતાવી, માર્ગ દેખે હોય અને તેના કલ્યાણને જણાય તે દેખાડે એટલું જ કામ બની શકે તો આટલા ટૂંકા જીવનમાં ઓછું નથી એમ અત્યારે લાગે છે. જે વસ્તુ માલ વગરની લાગે છે તેમાં ને તેમાં ગોચલા ગણવા અને તેના તે વિચારોમાં ગૂંચાયા કરવું

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60