Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 41
________________ " [૩૮] પ્રગટતા વીજસમા કૃપાકટાક્ષથી પ્રગટી યોગેશ્વરના હાસ્યરૂપે ! - ઈસુની વીસમી સદીનું એકવીસમું વર્ષ વિદાય લઈ રહ્યું હતું. તેની જીવનસંધ્યા નવા વર્ષ માટે કંઈક અદૂભુત-રમ્ય ભેટ મૂકી જવા માગતી હતી. મંદ શાંત શનિશ્વર ચિરંતનતાનું તત્વ સંક્રાન્ત કરવા માગતા હતા. સાંજનો સમય છે. પ્રભુશ્રી આજે કોઈ અલૌકિક આનંદોલ્લાસના ભાવાવેશમાં છે. આજે પ્રભુશ્રી પ્રભુશ્રી નથી, પણ જાણે જૂનાગઢના જોગેશ્વર છે ! ચરોતરને વૃંદાવનમાં ફેરવ્યા બાદ આજે તેને નંદનવનમાં ફેરવવા પુનઃ જાણે અસલી પિત પ્રકાશી રહ્યા હોય તેવા આનંદાશમાં છે. શ્રી બ્રહ્મચારીજી તે ભક્તિભરપૂર હૈયે, ભક્તિભારે નમેલ નયણે વિદાય લઈ રહ્યા છે. પ્રભુશ્રી વિદાય આપવા સ્ટેશને સાથે સાથે જઈ રહ્યા છે. ગુજુ મૌન ચાલ્યાનમ્ આજે કટાક્ષગિરારૂપે સ્કુરે છે: “મુખ પર પ્રસન્નતા કે હાસ્ય કેમ નથી?” ભર્યા ભર્યા બંધના આગળ ખૂલે તેમ શ્રી બ્રહ્મચારીજીના હિંયાના બંધ છૂટી ગયા! ગાડીમાં બેઠા ને એમનાં નેહઢળ્યાં નેનાં સજલ બની ગયાં. ગાડીના એંજિને ધ્રુસકાં લીધાં. ત્યાં તો પ્રભુશ્રી ખિલખિલાટ અદૂભુત-રમ્ય કૃપાવરસતું હાસ્ય વેરી રહ્યા. આ તે લીલા હતી! ગાડી રૂમઝુમ કરતી વેગ પકડી ચાલી ગઈ.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60