Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 48
________________ ૪િ. આરાધનમાં પ્રેરતા. તેમના હસ્તે કાવિઠા, ધામણ, ભાદરણ, સડેદરા, આહાર વગેરે સ્થળોએ તે તે પ્રદેશનાં ભક્તિકેન્દ્ર સમા શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમો સ્થપાયા. તીર્થયાત્રાનેય એમને ઉત્સાહ અનેરો. બે-ત્રણ વર્ષે યાત્રામાં નીકળી પડતા. સાથે સે–બસોને ક્યારેક તો ચાર-પાંચસેને ય સંધ થઈ જાય. દેલવાડા, શેત્રુંજય, ગિરનાર, વવાણિયા, રાજકોટ, કેસરિયાજી, નાકેડા, પંચતીર્થ, જેસલમેર, ઈન્દોર, ઉજજૈન, સમેતશિખર, કાશી, અયોધ્યા, મથુરા, ચંપાપુરી, પાવાપુરી, રાજગૃહી, મુડબિદ્રી, શ્રવણબેલગેલ, કારકલ, ભદ્રાવતી પાર્શ્વનાથ, રમણાશ્રમ, નાસિક, મહાબળેશ્વર વગેરે તીર્થોએ ફરી આવેલા. ત્યાં તીર્થોનું માહાસ્ય બતાવી ચતુર્થીકાળનું સ્મરણ કરાવતા. મુસાફરીમાંય “તવાથસાર'નું ભાષાંતર અને self-Realization જેવા ગ્રંથોનું કામ ચાલુ રાખતા. - જે પદાર્થના અનુભવમાંથી સાચાં નીતિ, ભક્તિ, ધર્મ અને આધ્યાત્મિકતા પ્રગટે છે તે પદાર્થને અનુભવ જેને થયેલ છે તેવા આ અલૌકિક પુરુષના જીવનને યથાર્થ સમજવાની શક્તિ નથી છતાં એટલું એક ભાન તો રહ્યું જ છે કે આ પુરુષ ઇંદ્રિય-મનને કે જરજેરુનો ગુલામ નહોતો, એ એથી પર હતો, એટલું જ નહીં પણ અલૌકિક દષ્ટિ હોવાથી એણે જીવનમાં એવો

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60