Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 47
________________ [૪૪] . વાણીના સંયમન જેવું એમનું કાયાનું સંયમન હતું. કાયાને તો એમણે કમાન જેવી રાખેલી. ઊંચા ડુંગરાઓની કતરે અને કરાડોમાં એકલા નીકળી પડે અને કયારેક મુમુક્ષુઓ સાથે હોય તે યુવાનની ય આગળ જ હોય, એમની સાથે થવું ભારે પડી જાય. ચોસઠમા વર્ષ સુધી એ જ એમ અને એ જ ખુમારી. બ્રહ્મચર્યવ્રત લીધું ત્યારથી નહીં સ્નાન, નહીં સ્પંજંગ, નહીં મર્દન* કે * માલિસ છતાં શરીરની શીળી સૌમ્ય કાંતિ જાણે બ્રહ્મતેજ જેવી નિર્મળ અને સતેજ. એ કાયાએ ઊંઘ આરામ તે જાણે જાણ્યાં જ નથી–ક્યારેક પદ્માસને ધ્યાનમાં કે ઊભા કાયોત્સર્ગમાં રાત્રિ વહી જતી; માંડ એકાદ-બે કલાક આરામ મળે. છતાં છેક સાઠમા વર્ષ સુધી તો એમનું વ્યક્તિત્વ એવું અનેખું લાગતું જાણે નહીં યુવાન, નહીં વૃદ્ધ, નહીં બાલક ! પોતે સ્વાધ્યાય, ધ્યાન, ભક્તિમાં અપ્રમત્ત રહેતા અને મુમુક્ષુઓને તેમાં યોજતા. દરેકની યોગ્યતા ભાવના અને શક્તિ અનુસાર તેને ધર્મ આરાધનમાં જોડતા. દર વર્ષે પ્રવાસ પર્યટન દ્વારા ચરોતર, મારવાડ, ધામણ (સુરત ડિસ્ટ્રીક્ટ) વગેરે પ્રદેશોમાં મુમુક્ષુઓને ધર્મ * છેલ્લા વર્ષે વૈદ્યના ઉપચાર થતા ત્યારે કરવાનું રાખેલું. * આંખના ઉપચાર માટે ક્યારેક છેટલાં વર્ષોમાં થતું.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60