Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 43
________________ [૪૦] હે સખી ! પતિને પ્રસન્ન કરવાના તેા ઘણા પ્રકાર છે. અનેક પ્રકારના શબ્દ—સ્પર્શદ ભાગથી પતિની સેવા કરવામાં આવે છે. એવા ઘણા પ્રકાર છે. પણ તે સૌમાં ચિત્તપ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા છે અને કયારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટ રહિત આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ધણા આનંદના સમૂહની પ્રાપ્તિના ભાગ્યોદય થાય. ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણા છે....પણ તેમાં સર્વોત્કૃષ્ટ તા ચિત્ત પ્રસન્નતા એટલે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે. તેમાં જ સર્વ આનંદ સમાય છે. તે જ અખંડિત પૂજા છે.” અને પછી પોતાની મિતાક્ષરી શૈલીમાં શી કે તે કૃપાકટાક્ષને અકિતપૂર્ણાંક સ્મૃતિરૂપ કરે છે: “મારા મુખ પર પ્રસન્નતા કે હાસ્ય નથી તે શબ્દમાં પ્રભુશ્રીએ શનિવારે કહ્યું હતું ને ગાડી ઊપડતાં પાતે હસ્યા હતા.' ખરેખર ! એ ચિત્ત પ્રસન્નતાદ્યોતક હાસ્યની જ એમણે જીવનભર અમીભરી લહાણી કરી છે, એ કૃપાપ્રસાદનાં સૌને ભાગીદાર બનાવી ધન્ય કર્યા છે. એ તા ખરેખર પરમ મહાત્મ્યા ગાપાંગનાઓનું ભાગવતી શીલ હતું. 66 આવા ઉત્તમ શીલની સાથે સખ્ય દાખવતી એમની વચનાતિશયતા હતી. એ મેાલતા ત્યારે કલાકોના કલાકા

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60