Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 44
________________ દેતી, અલ આયાસ નહn જતી. ભાળી [૪] સુધી મુમુક્ષુઓ સાંભળ્યા જ કરતા, થાકતા જ નહીં. Eveready Cellની જેમ તેમને સાંભળવા તેઓ તૈયાર જ– બસ, સાંભળ્યા જ કરીએ એમ રહેતું. એમાં હૈિયાન્સેસરી ઊતરી જતી વેધકતા નહોતી; છતાં એમાં શરદ પૂર્ણિમાના ચંદ્રની પવિત્ર અમીભરી શીતળતા હતી, જે રોમરોમ પસરી જઈ ચેતના પૂરતી, આત્માને શાંતભાવનાથી રસી દેતી, અંતરને અજવાળતી, હૃદયને પવિત્ર કરતી. એમને સત્ય બોલવા આયાસ નહોતો કરે પડત; એમની સ્વાભાવિક વાણી જ સત્ય બની જતી. ભૂત–ભાવિની ઘટનાઓના એમાંથી અણસારા મળતા. પરમાર્થને ફળીભૂત થવામાં અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્તોની વર્ષો અગાઉથી સૂચના મળી જતી. ક્યારેક એમને એક જ પ્રશ્ન અનેક બાબતોને છેડતો તો એક જ ઉત્તર અનેક પ્રશ્નોનું સમાધાન કરી દેતો. કેટલાય મુમુક્ષુઓના અંતરમાં ચાલતાં મને મંથને એમની એક જ વાતથી સાર મેળવી લેતાં; ક્યારેક પાંચ-સાત મુમુક્ષુઓને અંતરમાં ઊગેલા માર્મિક પ્રશ્નોનું તેમાં સમાધાન મળી જતું. એમ કોઈ નય ન દુભાય અને દરેકને પોષણ મળે તેવી વાણીની ઋતમંગલા શક્તિ હતી. . એમની વાણીમાં ક્યારેક મર્માળુતા અને વિનોદ ભળતાં. ઘણુંખરું એ સૂચનાત્મક બોલતા, આદેશાત્મક નહીં; છતાં એમાં સચોટતા આધક આવતી. ચરોતર

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60