Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 39
________________ [૩૬] અજોડ કરુણાથી મિત્રીભાવ દાખવતા. ક્યારેક કૃપાળુદેવના વચનની યાદ કરાવતા કે કેઈથી ભિન્નભાવ અનુભવાતો નથી. અને એથી એમનામાં પરમ વિશ્વસનીયતા પ્રગટેલી કે બાળકની જેમ તેમની આગળ હૃદય ઠાલવી શકાતું. તો બીજી બાજુ વજાથી પણ અધિક કઠોર હૃદયને અણુસારો મળતો કે જેના સ્મરણ માત્રથી ગમે તેવા દેષ થવાના પ્રસંગથી બચી જવાતું. એમને ગમે તેવા રેઢિવાળને સુધારવા ક્યારે ય ગુસ્સે થવું પડયું નથી. એ સહેજ ગંભીર થાય એટલું જ બસ હતું. એ જ્યારે ગંભીર બની જતા ત્યારે પાછળ રહેલ છૂપા પ્રતાપની સખ્તાઈને ખ્યાલ આવતાં જ ધ્રુજી ઉઠાતું. છતાં ય એ ગંભીરતામાંથી જ એક પ્રકારની કરુણુ વરસતી, એવું હૃદયનું ઔદાર્યું હતું. તેમણે હજારો મુમુક્ષુઓને કૃપાળુદેવનું શરણ ગ્રહણ કરાવેલું. સેંકડે સજ્જનેને તેમને નિકટનો પરિચય મળેલો. દરેકનાં નામ, ઠામ અને કામધંધા, પ્રવૃત્તિ-નિવૃત્તિ તથા અંગત મુશ્કેલીઓથી તે પૂરા વાકેફ રહેતા. એટલી બધી તીવ્ર સ્મૃતિ અને આત્મીયતા છતાં એવી તે ઉદાસીનતા કે ઝીણવટથી જોનારને તેમની આંખ ગમે તે દશામાં પણ ન્યારી જ લાગતી. એ આંખમાં ચમકાર હતે. શ્રીમદ્દ યથાર્થ લખે છે : “નિરંજનપદને બૂઝનારાં નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળ

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60