Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 38
________________ [૩૫] ઘરલીલા સરખી ભવચેષ્ટાને સુજ્ઞ વડીલની અદાથી હસી કાઢતા. એમના સ્વભાવમાં એવી તે નિર્દોષતા હતી કે એમના અંતરમાંથી અખંડ એવું વિશ્વબંધુત્વ ઊભરાતું અને હરકઈને તેમનામાં એક પ્રકારની આત્મીયતા. અનુભવાતી; એમના રોમેરોમમાં એવી એક આત્મીય સચ્ચાઈ હતી કે એમને કેઈનાથી ભેદભાવ અનુભવાતો નહીં. સાગરના જેવી ગંભીરતા અને બાલકના જેવું નિરભિમાનીપણું બન્નેનું એમનામાં એક સાથે દર્શન થતું. વિશાળ શાસ્ત્રજ્ઞાન, માનવસ્વભાવનું ઊંડું સૂક્ષ્મ જ્ઞાન અને ચેતનાની અધમાધમ સ્થિતિથી માંડી સર્વોત્કૃષ્ટ ભૂમિકા સુધીની ઊંડી અલૌકિક સમજ હોવા છતાં સદાય સમાયેલા રહેતા. બધું જાણે પરમકૃપાળુદેવના યોગબળના પ્રતાપે જ છે એમ માનતા. કયારે ય જ્ઞાન કે મહત્તા બતાવવાનો પ્રયત્ન સરખો કર્યો નથી; ઊલટું સરળતાથી નિખાલસતાથી વાત કરતા. એમને એ સ્વભાવ અક્ષય ભગતની એક ઉક્તિનું ભાન કરાવે છે : જ્ઞાની ગુરુ ન થાયે કેને; સેજ સ્વભાવે વાત જ કરે, અખા, ગુરુપણું મનમાં નવ ધરે.” છતાં તેમના સાનિધ્યમાં સૌની સત્ત્વશીલતા. સાત્ત્વિકતા ખીલી ઊઠતી. પોતે ગમે તેવા દુષ્ટ પ્રત્યે પણ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60