Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 31
________________ [૨૮]. સન આપતાં કહેલું કે અમારી સેવામાં જેની આણે . જમનાજી માગ દે એવો એક કૃષ્ણ જેવો બાલબ્રહ્મચારી આવશે. તેને આશ્રમમાં મૂકતા જઈશું. અન્ય પ્રસંગે પણ શ્રી માણેકચંદજી શેઠ, શ્રી જીજીકાકા, શ્રી કલ્યાણજીકાકા વગેરેએ આશ્રમના અધાર ભાવિ માટે ચિંતા વ્યક્ત કરતાં, પ્રભુશ્રીએ જણાવેલું કે એક બ્રહ્મચારી પાછળ મૂકતા જઈશું, જે અમારી સેવામાં ૧૧ વર્ષ રહેશે. તે વચને સૌ મુમુક્ષુને આજે પ્રત્યક્ષ થતાં સર્વત્ર આનંદ આનંદ વ્યાપી ગયો. બીજે દિવસે પ્રભુશ્રી ધર્મ અને આજ્ઞા સંબંધી સમજાવે છે : “આત્મા ધર્મ–આજ્ઞાએ ધર્મ કૃપાળુદેવની આજ્ઞા... આજ્ઞા કૃપાળુદેવની જે છે તે. શાળાધમો, આપ તવો. પરમકૃપાળુદેવનું શરણું છે તે માન્ય છે.... સૌ સંપે મળીને રહેજો.” - પ્રભુશ્રીએ ફરીથી શ્રી બ્રહ્મચારીજીને ખાનગીમાં પણ આ ઍપણી સંબંધી જણાવ્યું તે પ્રસંગે “પ્રભુશ્રીની વીતરાગતા, અસંગતા તેમની મુખમુદ્રા આંખ વગેરેના ફેરફારથી સ્પષ્ટ તરી આવતી અને જાણે તે બોલતા નથી, પણ દિવ્ય ધ્વનિના વર્ણનની પેઠે આપણે સાંભળીએ છીએ એમ લાગે. “મંત્ર આપ, વીસ દેહરા, યમનિયમ,

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60