Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 33
________________ | [૩૦] હવે શ્રી બ્રહ્મચારીજીની પરિસ્થિતિ વિકટ થઈ પડી. એક બાજુ સમસ્ત સંધની જવાબદારી ઉઠાવવાની તે બીજી બાજુ પ્રભુશ્રીને વિરહ. વિરહાગ્નિ શાંત પાડવા પ્રભુશ્રીના સ્મરણમાં જ લીન રહેવા તેમનું જીવનચરિત્ર લખવા માંડયું અને પ્રભુશ્રી જે તીર્થસ્થળોએ ફરેલા તેની યાત્રા કરી. પણ તેમ તો ગાઢ સંસ્મરણોથી વિરહાગ્નિ અધિક તેજ થતો ગયે. આખરે તેનું ફળ શ્રીમદ્ રાજચંદ્ર લખે છે તેમ સુખદ આવ્યું: “અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. તેમ જ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે.' યાત્રાની અંતિમ રાત્રિએ સં. ૧૯૯૩ના જયેષ્ઠ વદ છઠને દિને તેમને અપૂર્વ બ્રહ્મ–અનુભવ થયે તેને ઘર્મરાત્રિ નામના કાવ્યમાં પોતે ગાય છે : ધર્મરાત્રિ * યાત્રાની અંતિમ રાત્રીએ જાગ્રતિભાવ જણાયે રે, માંગલિક શુભ અધ્યવસાયે અંધકાર ગમા રે. *ધર્મધ્યાન જે શ્રેયરૂપ છે શ્રેષ્ઠ જયેષ્ઠમાં સાધ્યું રે, છઠ્ઠી રાત્રી કૃષ્ણપક્ષની બ્રહ્મચર્યબળ વાળું રે. ગૌરૌપૂજામાં કરે જાગરણ કુમારિકા વ્રતધારી રે, લૌકિક રૂઢ રિવાજ ભૂલી આત્માર્થે નીંદ નિવારી રે. * પૂજ્યપાદ શ્રી બ્રહ્મચારીજીની ડાયરી. ૪ જુએ શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૬૨, પૃષ્ઠ ૧૮૮.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60