Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 28
________________ અને સંયમમય નિયમિત જીવન તથા “નિશદિન નિનમેં નીંદ ન આવે, નર તબ હી નારાયણ પાવે એ મુદ્રાલેખથી જાગેલો અપૂર્વ ઉલ્લાસ એટલે આવો અવિરત શ્રમ પણ ચિત્તપ્રસન્નતામાં પરિણમતો. પ્રભુશ્રીની છત્રછાયામાં રાતદિવસ ચાલતાં સ્વાધ્યાયભક્તિમાં કેટલાંય શાસ્ત્રોનું વાચન, મનન, નિદિધ્યાસન, ચર્ચા થતાં તેના અવગાહનમાં મહિનાના મહિનાઓ વીત્યે જતા. પિતે બધું શ્રવણ-મનન કરી પચાવ્યે જ જતા, ક્યારે ય તે જ્ઞાનને વિખરીની વાટે વહેવા દીધું જ નહીં—વિક્રમની ત્રણ પુતળીઓમાંની એકની જેમ કાનેથી સાંભળી કઠામાં શમાવી દેતા; મુખેથી નીકળે જ શાનું? પત્ર-લેખનાદિ કરવાં પડે તે પણ માત્ર પ્રભુશ્રીની આજ્ઞાથી જ. હું કંઈ જ નથી' એવા ભાવથી આત્મવિલોપન કરી દીધું. આખું જીવન પલટાવી દીધું. અંગ્રેજીના ઉપર સુંદર કાબૂ હતો છતાં તે પણ ભુલાઈ ગયા જેવું થઈ ગયું. “ગમે તે ક્રિયા, - જપ, તપ કે શાસ્ત્રવાચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતુના ચરણમાં રહેવું. એ જાણે ચરિતાર્થ કરી બતાવ્યું. પ્રભુશ્રી કયારેક કહેતા કે એ તે કુંદન જેવો છે; વાળ્યો વળે જેમ હમ તેવો સરલ છે, જેવો ઘાટ ઘડ હોય તે ઘડાય. એવામાં પ્રભુશ્રીએ સં. ૧૯૮રમાં પરમ કૃપા કરી

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60