Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 26
________________ [૨૩] કરવા તત્પર આ દીનદાસના સવિનય સાષ્ટાંગ નમસ્કાર પવિત્ર સેવામાં પ્રાપ્ત થાય.” “અલ્પ આયુષ્યમાં કલ્પના મનુષ્યને? આજ કીધું વળી કાલ કરવું; શ્વાસને નાથ વિશ્વાસ નહિ નિમિષને, આશ અધૂરી અને એમ મરવું. હે પ્રભુ, મુજને ભક્તિ દેજે સદા, દીન જાણુને સંભાળ લેજે.” આવી સર્વસ્વાર્પણની તત્પરતા છતાં મનમાં એક સંકોચ રહેતો કે કામ વિના આશ્રમમાં રહી જારૂપ થવું તેના કરતાં બહાર નોકરી કરી પૈસા મોકલવા, એટલે પ્રભુશ્રીએ જણાવેલું કે અહીં તો કામના ઢગલા છે. પછી તો તેમનાથી રહ્યું જ ન ગયું. પ્રભુશ્રીની આજ્ઞા મેળવી, ઘેરથી મોટા ભાઈની રજા મેળવી, ચ. એ. સેસાયટીમાં રાજીનામું આપી (જૂન ૧૯૨૫) પ્રભુશ્રીની સેવામાં જોડાયા. અને “સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મેક્ષા સંબંધી સર્વ પ્રકારના સાધનનાં જયને અર્થે બ્રહ્મચર્ય અદૂભુત અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે.” એટલે બ્રહ્મચર્ય દીક્ષા અંગીકાર કરી. પછી તે પ્રભુશ્રી એમને માટે “બ્રહ્મચારી સંજ્ઞા જ વાપરતા; એટલે એ સામાન્ય નામ પણ વિશિષ્ટતા પામ્યું, ગોવર્ધનદાસજી સર્વત્ર “બ્રહ્મચારીજીના નામથી જ ઓળખાતા. તા. ૧૧-૧-ર૬ની રાત્રે દસ વાગ્યે પ્રભુશ્રી પાસે પોતે વાચન કરી રહ્યા કે મોહનલાલજી મુનિ ભક્તિમાંથી

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60