Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 18
________________ [૧૫]. પ્રતિબંધ છે. પ્રસાદ આરોગી પ્રભુશ્રીની પાસે આવ્યા ત્યાં પ્રભુશ્રીએ કહ્યું: “પ્રભુ ! પધારો!!* પિતાને સેવામાં રાખવાની જરા પણ વિનંતિ કર્યા વિના તે સરલચિત્ત આજ્ઞાંકિત પુરુષે વંદન કરી વિદાય લીધી. “ગાળ ધોની શિક્ષા ફૂલની જેમ મસ્તકે ચઢાવી. વિના વિલંબે સીધા જ અમદાવાદથી ચાલીને મળસકે આણંદમાં ઘેર પાછા આવ્યા. તે અરસામાં એમના ચિરંજીવી જશભાઈનાં (બબુનાં) બા જશભાઈને અઢી વર્ષના મૂકીને જ સ્વર્ગસ્થ થયેલાં. એટલે સંસ્કારઝીલનના અગત્યના કાળમાં તેના ઉછેરનું કામ કોઈને સેંપવું યોગ્ય નહીં લાગવાથી પિતે પિતાના સસરા સાથે આણંદમાં રહેતા. પ્રભુશ્રી ક્યારેક કહેતા કે બહુ ઉતાવળને માગ નથી એટલે અને પ્રભુશ્રીએ આચરવાના ગુણમાં પણ પ્રથમ “દયા લખી આપેલું એટલે “બબુ પ્રત્યેની ફરજ સમજી રહ્યું જતું; કંઈક ધીરજ રહેતી. સગાં-સ્વજને તરફથી ફરી પરણાવવાની સહજ તૈયારી થયેલી છતાં પ્રભુશ્રીની સેવામાં તે પ્રતિબંધરૂપ જણાતાં ન પરણવાને વિચાર મક્કમ રાખ્યો. એક બાજુ પોતાને ફરજનું તીવ્ર ભાન તે બીજી બાજુ ત્યાગ–વૈરાગ્યની વૃત્તિ પણ પ્રબળ. તેને તેમના મોટા ભાઈને લખેલ પત્રનાં થોડાં અવતરણોથી ખ્યાલ આવશે :–

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60