Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 15
________________ [૧૨] આખરે સં. ૧૯૭૭ની દિવાળીની રજાઓમાં બાંધણી આવેલા ત્યારે ભગવાનભાઈ પાસેથી શ્રી લઘુરાજ સ્વામી (પ્રભુશ્રી) સંબંધી જાણવા મળ્યું, એટલે અગાસ આશ્રમમાં આવવાનું ગોઠવ્યું. દશેરાને દિવસે વહેલી સવારે ઘેરથી નીકળતાં ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, હવે કંઈક માર્ગ સુઝાડજે. આશ્રમમાં આવ્યાં ત્યારે બોધિસત્વસમા રાયણના વૃક્ષ નીચે પ્રભુશ્રીએ “મૂળ મારગ સાંભળો જિનમો રે એ પદ એક છોકરાને ગાવાનું કહ્યું-જાણે પ્રભુશ્રીએ તેમની પ્રાર્થના - સુણી હોય ! તેથી એમના આનંદને પાર ન રહ્યો. “જ્ઞાનીની પાસેથી જ્ઞાન ન ઈચ્છવું પણ ભક્તિ ઇચ્છવી એ એમને પૂર્વના સંસ્કારથી ય હોય તેમ પ્રભુશ્રીનાં દર્શનથી જ તેમને થયું કે પિતાની સેવા તો ન થઈ શકી પણ આ મહાપુરુષની સેવા કરી હોય તે જીવન સફળ થઈ જાય. પછી પ્રભુશ્રીએ તેમને પૂછયું કે ““ટાળી સ્વછંદ ને પ્રતિબંધ એટલે શું? પ્રતિબંધને અર્થ તેમને ન આવડતાં પ્રભશ્રીએ સમજાવ્યો. એમણે તો ગાંઠ વાળી કે પ્રભુશ્રીની સેવામાં રહેવા સ્વચ્છેદ અને પ્રતિબંધ ટાળવા. પછી પ્રભુશ્રીએ કાળીચૌદશને દિવસે તેમને એવા તે અપૂર્વ વાત્સલ્યથી મંત્ર આપ્યો કે પોતાની સેવામાં રહેનાર ભગતજીને તેમણે ઉલ્લાસથી કહ્યું કે આવું સ્મરણ (મંત્ર) હજી સુધી અમે કોઈને ય આપ્યું નથી. ખરેખર !

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60