Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 14
________________ [૧૧] પરોઢિયે ઊઠી પરવારવાના નિયમ. કેટલાક વિદ્યાથી આ કૂંવે નાહીને પાતાનાં ધાતિયાં ધાયા વગર ત્યાંને ત્યાં જ રહેવા દેતા; તે તેમની ધ્યાનબહાર નહીં. કેટલાક દિવસ એમ ચાલ્યુ. એટલે એક બે વખત છાનામાના ધેાતિયાં બરાબર ધોઈ છોકરાઓની આરડીએ સૂકવી દીધેલ. આથી વિદ્યાથી આ શરમથી પેાતાની ટેવ સુધારતા. આ અરસામાં અસહકારની પ્રવૃત્તિ ભારતવ્યાપી હતી. અને ગાંધીજીએ રાષ્ટ્રીય કેળવણીના લક્ષ્ય અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ સ્થાપેલી. એટલે ગુજરાતની કેટલીક હાઈસ્કૂલા વિદ્યાપીઠ-માન્ય બની તેમાં ગૌરવ લેતી. સાસાયટીના કાર્યકરોને તા કેળવણીને એવા આંદ્રેોલનથી ય પર રાખવી હતી; પણ તેવી પરિસ્થિતિ નહીં હાવાથી મૅટ્રિક વ વિદ્યાપીઠ માન્ય કરાવ્યો અને દા. ન. હાઈસ્કૂલ વિનયમંદિર બની. એટલે પાતે હેડમાસ્તર હાઈ આચાય” કહેવાતા. મન, વચન અને વનની જીવનમાં એકરૂપ સંવાદિતા સાધનાર ગોવર્ધનભાઈને ‘આચાય’ પદવીએ ચેતાવી દીધા. તેમને લાગતું કે સેંકડા વિદ્યાથી - આના આચાર્ય થવા માટે તે કેવું સાચું જ્ઞાન અને કેવા ઉત્તમ આચાર જોઈ એ, તે વિના આચાય ગણાવુ એ તા શરમાવા જેવું. આમ આચાર્ય પદ ખૂંચવા લાગ્યું. અને શ્રી અરિવંદ કે કોઈ મહાપુરુષ પાસે જઈ જીવન ઉન્નત કરવાની ઝંખના જાગી. પણ તેવા યોગ નહીં બનતાં મુઝવણ વધી.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60