Book Title: Bramhacharijini Jivan Rekha
Author(s): Shanti Patel
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 8
________________ [૫] અને આનંદી એટલે એમને મનમાં એમ જ રહેતું કે આ કેઈ દેવીપુરુષ છે. એક વખત એક જોષીએ એમની એ માન્યતાને અધિક દઢ કરી દીધી. જમણા પગના ઢીંચણે લાબું જોઈને જ એણે તે ઉમળકાથી કહ્યું કે આ તો કઈ મહાપુરુષ છે. પગની ઊર્વ રેખા સાબિતીરૂપ બની. વિશાળ ભાલ, ગાલે ખંજન, કાનની ભરાવદાર બુટ્ટીઓ અને ગૌર વદન પર આછું આછું સ્મિત એમના સૌમ્ય વ્યક્તિત્વમાં રહેલ મહત્તાને ખ્યાલ આપતાં. શાંત, સરલ, વિનયી, આજ્ઞાંકિત, આનંદી અને સમજુ હોવાથી સ્વજન-સમુદાયમાં તે ખૂબ પ્રિય હતા. કોઈની સાથે લડવા ઝઘડવાનું તે સમજે જ નહીં. ફરજનું ભાન પણ એટલું જ તીવ. જ્ઞાતે પાટીદાર એટલે ઘેર ખેતીનું કામ; બધું જ ઓછું મોટાભાઈ (નરસિંહભાઈ)ને માથે નખાય છે ? ચાર ગાઉ ચાલીને પિટલાદ ભણવા જાય, તોય બનતી મદદ કરી છૂટે, તે એટલા સુધી કે અભ્યાસમાં ખામી આવી અને થયા નાપાસ. અભ્યાસ છોડ પડે. પિતાશ્રીનો સ્વર્ગવાસ થયા બાદ એક વર્ષે તેર વર્ષની ઉંમરે લગ્ન તે થઈ ગયેલાં એટલે ફરજભાન વધેલું. ઘરડા માણસને બળદની સાથે ઢોરની જેમ વિતરું કરતા જોઈ કુટુમ્બની ભાવિ જવાબદારીના વિચારમાં ને વિચારમાં ક્યારેક રોઈ પડતા. ભણવાથી કંઈક ઉદ્ધાર થાય એમ સમજાવાથી ભણવાની

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60