________________
[૭] અને દઢ બન્યો. બેન્જામીન ફ્રેન્કલીનની જેમ ટાઈમટેબલ બનાવી નિયમિતતા કેળવી. નેપોલિયનના જીવનની જે એકાગ્રતા અને કામમાં તલ્લીન થઈ જવાની વૃત્તિ તે પોતાના સ્વભાવમાં એવી તે વણી લીધી કે ધાર્યું કામ ધાર્યા સમયે પાર પડતું. સદૂગુણે અને દુર્ગુણનું ટેબલ બનાવી દરરોજ તેની નેંધ રાખીને સદૂગુણે ખીલવવા અને દોષ ટાળવાને ઉદ્યમ સતત રાખ્યો. ઉપવાસ આદિ કરી પૈસા બચાવી નેટો-પેન્સિલો અને જમવા સિવાયનું પ્રવાસ આદિ પ્રવૃત્તિઓનું ઇતર ખર્ચ તેમાંથી જ કાઢતા. ઈનામ અને સ્કૉલરશિપ મળતાં તેને ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓને સહાય કરવામાં કરતા. આમ એક બાજુ “વોઃ વર્મg ૌરાસ્ટ”ની શક્તિ કેળવાઈ તો બીજી બાજુ કવિ શ્રી કાન્તની પ્રબળ અસર નીચે આવેલા અને ચરોતરની જનતા તથા શિક્ષણ આલમમાં આદર્શ શિક્ષક તરીકે નામાંકિત થયેલા શ્રી કરુણાશંકર માસ્તરની પ્રેરણું અને દોરવણીથી તેમના નાજુક ઊર્મિશીલ સ્વભાવને સાહિત્યપ્રેમ અને ઉચ્ચ આદર્શોની ખીલવણી સંગમ થઈ, પોતે પણ સુંદર કાવ્યો લખતા થયા. મૅટ્રિક થઈ બરડા આસ કોલેજમાં જોડાયા. ત્યાં પણ પોતાના કામમાં એટલા બધા મશગૂલ રહેતા કે તેમની નિયમિતતાની છાપ બીજા વિદ્યાર્થીઓ ઉપર પડતી. મિનિટે મિનિટને ઉપયોગ કરી અભ્યાસ ઉપરાંત ખૂબ વાંચ્યું