Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ આવીને ઊભો રહે ! રાગથી વીંટ્યું, ષથી ઉકલે ને નર્યું વેર બાંધે ! માટે જે વ્યક્તિ જોડે મન બંધાયું હોય એનાં ખૂબ પ્રતિક્રમણ કરો અને એનાં જ શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્યની શક્તિ માંગ માંગ કરવી કે વિષયથી મુક્ત કરો. ય ‘જ્ઞાની પુરુષ' દેખાડેલી બ્રહ્મચર્યની ચાવીઓ પુરુષાર્થ કાજે વાપરી જાણે તેની સર્વ રીતે ‘સેફ સાઈડ' શક્ય બને છે. એવી સર્વ ચાવીઓ સ્થળ પ્રસંગોથી માંડીને આંતરિક સૂક્ષ્મ ઉદયોમાંથી કઈ રીતે નિર્લેપ રહી નીકળી જવું, તેમ જ ધ્યેયને વળગી રહેવું એટલું જ નહીં, પણ ધ્યેયસ્વરૂપ થઈ જવા કાજેની સર્વ વિજ્ઞાનમય વાણી અને સંકલિત થઈ છે ! ‘વિષયમાં સુખ છે' એ રોંગ બીલિફ એટલી ગાઢ થયેલી છે કે તેનાં નિમિત્ત ભેગાં થતાં જ એ ‘રોંગ બીલિફ’ હાજર થઈ જાય છે અને તેમાં તન્મયાકાર બનાવી દે છે. ‘વિષયમાં સુખ છે તેની રોંગ બીલિફ જ્યાં જ્યાં જેવી જેવી રીતે બેઠી હોય, તેનાં સાધનો માટે જેવી રીતે રોંગ બિલિફ બેઠી હોય-તે તે સર્વને, એકેએકને જાગૃતિપૂર્વક મૂળમાંથી ઓળખી ‘સામાયિક પ્રયોગમાં લઈ જ્ઞાન કરીને, શ્રી વિઝન જાગૃતિએ કરીને ફેરવવાની છે. જ્યાં સુધી આ ‘રોંગ બીલિફ” મૂળથી ના જાય ત્યાં સુધી વિષયનું આકર્ષણ સહજ રહેવાનું. માટે આકર્ષણ’ ખલાસ થવા તેનાં ‘રૂટ કૉઝ' રૂપે બિલિફને જ સવાશે નિર્મૂલન કરવામાં પુરુષાર્થ રાખવો આવશ્યક રહે છે ! વિષયથી વેર બંધાય ને વધ્યા જ કરે, ભવોભવ સુધી. બીજા બી પડ્યા જ કરે, પડ્યા જ કરે. એને રોકવાની ચાવી જાણે, તો જ છૂટાં ય. બીજ કેવી રીતે શેકાય ? પ્રતિક્રમણથી, વિષયનું સુખ જે જે લીધું. તે લોન પર લેવાય છે. એને રીપે કરવું જ પડે અને રીપે કરતી વખતે દુ:ખ ભોગવવું જ પડે. માટે આત્મામાંથી જ સુખ લેવા જેવું છે એવી બિલિફ તો ફીટ કરી દો ! ૪. વિષય ભોગ, તથી તિકાલી ! 3. વિષય સુખમાં દાવા અતંત ! જગત આખું વિષયમાં સુખ માને છે ! માત્ર બ્રહ્મચારીઓ અને સમકિતી દેવો વિષયમાં માનતા નથી. ખાવા-પીવામાં બીજા કશામાં સુખ ખોળે તે ચલાવાય, પણ વિષયમાં તો નર્યો ગંદવાડો જ છે, એમાં શું સુખ ? આટલું જ છોડવા જેવું છે. નહીં તો એ ‘ફાઈલ” રૂપ થઈ મોક્ષે જતાં આંતરશે ! વિષય એ જીવતો પરિગ્રહ છે. મિશ્રચેતન પછી દાવો માંડે. વેર હઉ બાંધે. માટે ચેતો, આખી જિંદગી એના ગુલામ થઈ જવું પડે ! બેમન એકાકાર ના જ થઈ શકે. એટલે સામસામા દાવા, અપેક્ષાઓ વિ. ચાલુ થઈ જ જાય ! એક જ ફેરો જેની જોડે વિષય કર્યો હોય એને પેટે જન્મ લેવો પડે. જલેબી દાવો માંડે, જો એને બંધ કરી દઈએ તો ? વિષય ભોગવે રાગથી ને જ્યારે એનું પરિણામ આવે ત્યારે દ્વેષ અક્રમજ્ઞાન મેળવ્યા પછી એકાવતારી થવું હોય તો મહીં ચોક્કસ રહેવું પડે. ‘હું શુદ્ધાત્મા છું' એ નિરંતર જેના લક્ષમાં રહે છે એ મોટામાં મોટું બ્રહ્મચર્ય છે. વિષય એ શોખની વસ્તુ નથી, નિકાલ કરવા જેવી ચીજ છે ! બ્રહ્મચર્ય વ્રત હોય તો જલ્દી ઉકેલ આવે. એકાવતારી થવું હોય તેણે વિષયમાં સેન્ટ પણ રુચિ ના જોઈએ. પોલીસવાળો મારી ઠોકીને માંસ ખવડાવે તેવું ઘટે. જ્ઞાની જગતનિષ્ઠામાંથી, બ્રહ્મનિષ્ઠામાં બેસાડી દે. તે માટે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે જ્ઞાની પાસેથી, ખરો આનંદ તો સાચું બ્રહ્મચર્ય હોય તો જ થાય. પરણેલાં હોય તો બન્નેની મરજીપૂર્વકનું બ્રહ્મચર્ય હોવું જોઈએ, નહીં કે તરછોડ મારીને ! ઉદયકર્મથી વિષય ભોગવ્યો એવું ક્યારે કહેવાય ? પોલીસવાળો ત્રણ દા'ડો ભૂખ્યા રાખીને માંસ ખવડાવે, મારી ઠોકીને, તેને ઉદયકર્મ કહ્યું. આ તો રાજીખુશીથી વિષય ભોગવે, તેને ઉદયકર્મ કેવી રીતે કહેવાય ? એને પોલ કહેવાય. ત્યાં કર્મ ચાર્જ થાય જ.. જે જે વિષયની ગાંઠ તૂટે, તે તે વિષય પર ખુલ્લેઆમ વ્યાખ્યાન કરી શકે. અહીં સ્ટેજ પણ પોલ ના ચાલે. નહીં તો એનાથી પોતાનું ને બીજા બધાંયનું બગડે. 24. 25

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 164