________________
કરીને તથા સામાના શુદ્ધાત્મા દર્શનથી ‘દેખત ભૂલી’ ટાળવાનો પુરુષાર્થ માંડવાનો છે. મન અને વૃત્તિઓને દોષ થયો તે ઘડીએ જ સ્વચ્છ રાખવાનો ‘જ્ઞાની પુરુષ'નો આપેલો પ્રતિક્રમણનો અદ્ભુત પ્રયોગ સદા જાગૃત રાખવો પડે ! અને તે તે દોષોને, ને વિષયગ્રંથિને પછી પાછળથી દહાડામાં ગમે ત્યારે સામાયિક-પ્રતિક્રમણના પ્રયોગથી ચોખ્ખી કરતાં કરતાં પરિણામે નિગ્રંથ દશા ઉત્પન્ન થાય, એવું આ “અક્રમ વિજ્ઞાન છે !!
અક્રમ વિજ્ઞાન’થી ઉત્પન્ન થતી, જાગૃતિપૂર્વકના ‘શ્રી વિઝન'ની દ્રષ્ટિથી જોતાં જ મોહદ્રષ્ટિ વિલય પામે છે. એમાં ફર્સ્ટ વિઝને નેકેડ દેખાય, બીજી જ સેકન્ડે સેકન્ડ વિઝનમાં ત્વચા રહિત અંગો દેખાય ને તરત પછીની સેકન્ડે કપાયેલો ચિરાયેલો દેહ દેખાય-હાડ, માંસ, કાપેલાં આંતરડાં ને મળ-લોહી બધું દેખાવા માંડે. ત્યાં પછી મોહદ્રષ્ટિ એક ક્ષણ થોભે ખરી ?
૨. વિષય ભૂખતી ભયાનકતા ! અક્રમ વિજ્ઞાનની જેમને પ્રાપ્તિ થઈ છે, તેઓને તો “દેખત ભૂલી' ટાળવાનો રસ્તો ખુલ્લો થયો છે. દ્રષ્ટિ બગડતાં જ પ્રતિક્રમણ ને શુદ્ધ ઉપયોગથી ચોખ્ખું કરી નાખવાનું છે, નહીં તો કોઈ કાળમાં ઉપલબ્ધ ના થાય એવાં આ અજાયબ “અક્રમ વિજ્ઞાનને પણ ક્ષણમાં હલાવી નાખે તેવો આ ‘દેખત ભૂલી’નો દોષ છે. માટે ત્યાં અત્યંત સાવધ રહેવાનું છે. કિંચિત્માત્ર પણ ગાફેલપણે ત્યાં ના ચલાવી લેવાય. બાકી પોઈઝનનાં પારખાં તે ના જ હોય ! એને પીતાં પહેલાં ફેંકી દીધે જ છૂટકારો મળે !
ક્રમિકમાર્ગનું બ્રહ્મચર્ય અને અક્રમ માર્ગનું બ્રહ્મચર્ય, એમાં ક્રમિકમાર્ગમાં નવાવાડમાં કડક પાલન સાથે લક્ષ્મી-ગૃહ-સ્ત્રી-પુત્રાદિનો ત્યાગ કરી, અહંકારે કરી કરીને વિષયોમાંથી વૃત્તિઓને વાળવાની પ્રક્રિયા ! જ્યારે અક્રમમાર્ગમાં કશાનો નિરોધ નથી, મનનો પણ નહીં, માત્ર “અક્રમ વિજ્ઞાને' કરીને મનનાં સર્વ વિકારી પરમાણુઓને વિશુદ્ધિમાં વિપરિણમન થવા દેવાનાં છે. આ માર્ગમાં મુખ્ય લાભ તો એ મળી જ રહે છે કે “પોતે’ ‘આત્મપદને પ્રાપ્ત થયે અહંકાર ભાવ છૂટી જાય છે પછી મન-વચન-કાયાની સર્વે અશુદ્ધિઓને જ્ઞાન કરીને ઓગાળવાની રહે
છે ! અહંકારે કરીને પળાયેલું બ્રહ્મચર્ય અત્યંત ઉપકારી છે છતાં એ વૈજ્ઞાનિક ઢબનું ના કહેવાય. કારણ કે એમાં બ્રહ્મચર્ય પાળનારો ‘પોતે' જ છે. જ્યારે વૈજ્ઞાનિક રીતે તો “પોતે' રિયલ સ્વરૂપે રહે, જ્ઞાતા-દ્રષ્ટા રહે અને ‘રિલેટિવ' ભાગ બ્રહ્મચર્ય કેવું પાળે છે એ ‘પોતે’ ‘જાણે’ ! અક્રમ માર્ગમાં આ વિજ્ઞાનમય દ્રષ્ટિ ખૂલેલી હોવાથી બ્રહ્મચર્ય યથાર્થપણે પળાય ને ‘પોતે પોતાના સ્વ-સ્વભાવમાં પણ એક્કેક્ટ રહી શકે ! આત્મજ્ઞાન સાથેનું સંપૂર્ણ શુદ્ધ બ્રહ્મચર્ય જ આત્યંતિક કલ્યાણકારી નીવડે ! - પરમ પૂજય દાદાશ્રીના એક કલાકના જ્ઞાન-પ્રયોગમાં જ્ઞાનાગ્નિ થકી તમામ પાપો ભસ્મીભૂત થઈ વૃત્તિઓ નિજઘર પાછી વળે છે. અશુદ્ધ ચિત્ત શુદ્ધતાને પામ્ય, પોતે ‘શુદ્ધ-ચિદ્રુપ” શુદ્ધાત્મા બને છે. પછી જે ‘વિષય” રહે છે, તે ‘ડિસ્ચાર્જ' ભાગનો છે. પૂર્વે જે અવળી માન્યતા હતી કે ‘વિષયમાં સુખ છે' તેને કારણે ઊભાં થયેલા અભિપ્રાયને આધારે એ આસક્તિ ટકી રહે છે ! પણ જલેબી ખાધા પછી ચા મોળી લાગે, તેમ ‘જ્ઞાની પુરુષ” પાસે ‘સ્વરૂપ જ્ઞાન’ પ્રાપ્તિ પછી વિષય સુખો મોળાં લાગે છે. પણ વિષય સંબંધની ‘રોંગ બિલિફ’ સવાશે નહીં ઉડવા કારણે વિષય ટકી રહે છે. “જ્ઞાની પુરુષ’નાં વેણ જ એ અવળી માન્યતા ઉડાડવા એકમેવ જબરું હથિયાર છે કે જે વિના અવળી માન્યતાઓ તુટી જવી અશક્ય છે. રોંગ બિલીફ' ઉડે કે અભિપ્રાય પણ ઉડવા માંડે. ને જેમ જેમ અભિપ્રાય ઉડે એટલે મન પણ વિષયથી વિરકત થતું જાય. માનસિક દોષો પણ આજ્ઞાપૂર્વકના પ્રતિક્રમણથી ચોખ્ખા થતા જાય ને ચિત્ત નિર્મળ ને મુક્ત રહેવા માંડે. જાગૃતિ ઉત્પન્ન થઈ વર્ધમાન થતી જાય, જેથી કરીને વિષય વિચાર કે ચિત્તના દોષ પકડાય ને પ્રતિક્રમણ વડે તે શુદ્ધિમાં પરિણમે ! વિષય-દોષ સામે તીવ્ર જાગૃતિ ઉત્પન્ન થવી, એ ‘અક્રમ વિજ્ઞાન'ની અજાયબ ‘ગીફટ’ છે !
અબ્રહ્મચર્યનો અભિપ્રાય જ અબ્રહ્મચર્યમાં જકડી રાખે છે. ‘જ્ઞાની પુરુષ’ના પરિચયે કરીને સૂક્ષ્માતિસૂક્ષ્મપણે અબ્રહ્મચર્યનો અભિપ્રાય ઉડે ને બ્રહ્મચર્યનો અભિપ્રાય ફીટ થાય. જ્યારે બ્રહ્મચર્યનો નિશ્ચય યથાર્થપણે પકડાઈ જાય ત્યારથી ગજબનું સુખ ઉભરાવા માંડે, એ સુખ જ વિષયસુખની અવળી માન્યતાઓ છોડાવી નાખનારું બની જાય છે. તેમાં
72
23