________________
નિશ્ચય વર્તે છે, તેને વિષય કે જે પુદ્ગલ સ્પૃહા-પુદ્ગલ રમણતા જ છે, તે મોટામાં મોટો અંતરાય સ્વરૂપે થઈ પડે છે ! એટલે ભાવના બ્રહ્મચર્યની હોય, ધ્યેય શુદ્ધાત્માનો ને નિયાણું મોક્ષનું હોય તો પછી તેને મોક્ષે જતા સુધી નિરંતરાયપદ સહેજે ય વર્તે, તેવાં જ સંયોગો મળે ! બાકી વિષયને વશ તો અનંત અવતાર વર્ત્યા, એમાં એક જ ભવ સ્વરૂપજ્ઞાન જાગૃતિ સમેત, વિષયથી છૂટવામાં વીતે તો અનંત અવતારનું સાટું વળી જાય !!!
લોકસંજ્ઞામાં વર્તતા જગતને પ્રિય એવાં આ વિષય, એમાં જ અનંત અવતાર ખૂંપી, એની ગારવતામાં મોજ માણી. પણ પરિણામે નિજ આત્મઐશ્વર્ય, આત્મવૈભવ અને આત્મસિદ્ધિ ખોઈ, આટલું જ ભવોના સરવૈયામાં સાંપડે. પછી વિષય પ્રત્યે વૈરાગ્ય લાવવાનાં શાસ્ત્રોનું પઠન કે
વિષય જીતવાની વ્યર્થ કસરતો કરવાની રહેતી નથી. માત્ર અનંત અવતારનું સરવૈયું ‘જેમ છે તેમ' દેખાઈ જાય તો સહેજે વિષય પ્રત્યે વૈરાગ્ય વર્તે !! સંસારનું મૂળ બીજ વિષય છે, જેનું નિર્મૂલન થતાં સંસાર આથમી જાય છે. એક વિષય જીતાતાં પાંચે ય મહાવ્રતો સહેજે ય સિદ્ધ થાય છે. સંસાર વધારનારાં તેમ જ સંસારમાં ખૂપાવી રાખનારાં નિમિત્તો ‘બ્રહ્મચર્ય’થી સહેજે ઊડી જાય છે, પરિણામે અપરિગ્રહી દશા સાધી શકાય છે. વિષયમાં કપટ, અસત્ય, ચોરી તેમજ વિષય થકી થતી ભયંકર જીવહિંસા - શુદ્ધ બ્રહ્મચર્યના પાલન થકી એ સર્વ જોખમદારીથી સહેજે ય મુક્ત થઈ જવાય છે ! આવી અદ્ભુત બ્રહ્મચર્યની સિદ્ધિ સમજ્યા પછી કોણ એ ભેલાડી દે !
૧૧. ચારિત્ર્યનો પ્રભાવ !
ક્રમિકમાર્ગમાં કે પછી અક્રમમાર્ગમાં, પણ ચારિત્રનો પાયો એ જ મોક્ષપંથનો આધાર છે. જે ચારિત્રનો સ્ટ્રોંગ થયો, તે જગત જીતી ગયો. નહીં તો વિષયથી જે જિતાયો, તે જગત હાર્યો ! એટલે બ્રહ્મચર્ય સાધવા માટે તો બ્રહ્મચર્યનું પરિણામ, અબ્રહ્મચર્યના જોખમ માત્ર સમજવાનાં જ છે ! ‘ચારિત્ર’માં લાવવા કશું કરવાનું નથી. ‘ચારિત્ર' સંબંધીનું જ્ઞાન ચોગરદમથી સમજમાં ‘ફીટ’ કરી લેવાનું છે, પરિણામે પછી તેનો નિશ્ચય જ તે વસ્તુને વર્તનામાં લાવે છે ! અને એ જ્ઞાનની ગેડ તો પ્રત્યક્ષ ‘જ્ઞાની
20
પુરુષ' જ બેસાડી શકે !
જેને સંસારનાં સર્વ બંધનોથી છૂટવું જ છે. મોક્ષે જ જવું છે, તેણે સર્વ બંધનોથી છૂટતાં છૂટતાં વિષય બંધન કે જે સંસારનાં સર્વ બંધનોનું મૂળ છે, તેમાંથી છૂટવું જ પડે. બે પ્રકૃતિ ક્યારેય એક થાય નહીં. પુદ્ગલનું આકર્ષણ પુદ્ગલ તરફથી આત્મા તરફ ક્યારેય પણ જવા ના દે ! આત્માએ કરીને ઐક્યતા-અભેદતા સાધીને અનંતાત્માઓ મોક્ષને પામ્યા. કિંતુ દૈહિક એકતા સાધીને કોઈ કંઈ અલ્પ પણ સિદ્ધિ સાધી શક્યું હોય એવું ક્યારેય શક્ય નથી ! વીતરાગોએ ચીંધેલા એકાંત શૈયાસનના પંથે જ વિચારવા જેવું છે, એવો ભાવ, એવો નિશ્ચય એક દિ’ વીતરાગત્વ અવશ્ય પ્રગટ કરાવશે !
ખંડ : ૨
આત્મજાગૃતિથી બ્રહ્મચર્યતો માર્ગ !
૧. વિષયી-સ્પંદત, માત્ર જોખમ !
જેમ જેમ વિષયનું સ્વરૂપ સંપૂર્ણ સમજાય, તેનાં જોખમી પરવશતામય પરિણામો સમજાય, તેનાથી થતી આત્મિક, આધ્યાત્મિક ખોટ અનુભવાય ત્યારે વિષયથી પાછાં ફરવાની તૈયારી થાય. પછી ‘વિષયમાં સુખ છે’ એ અભિપ્રાય તૂટ્યો ત્યારથી જ વિષયમાંથી છૂટવાની ભાવનાઓ જાગે ને ‘વિષયમાંથી પોતે છૂટવું જ છે' એવો દ્રઢ નિશ્ચય થાય, એટલે પછી દિશા નક્કી થાય અને વિષય-દોષ સામે છૂટવાની જાગૃતિ વધતી જાય. એ જાગૃતિ નિરંતર વિષય-વિકાર પરિણામ સામે ઝઝૂમતી રહે ને વિષયના એકે એક વિચારને ઉખેડીને ફેંકી દે. બે પાંદડી સુધી વધતાં પહેલાં જ પ્રત્યેક કૂંપણને ઉખેડીને ફેંકી દેવામાં આવે તો જ વિષયબીજનું સર્વાંશે નિર્મૂલન થાય ! નહીં તો બે પાંદડે ચૂંટાય નહીં તો તે પછી કાબૂમાં રહેતું પછી તે વધી જઈને ઝાડ થઈ જતાં વાર લાગતી નથી ને તેનાં ફળ કે જે અસંખ્ય બીજ નંખાય તેવાં છે, તેવાં અસંખ્ય જોખમો ઊભાં થઈ જાય છે ! માટે વિષય-કૂંપણને બે પાંદડી થતાં પહેલાં જ ચૂંટી નાખવી પડે. એટલે શું કે વિષયનો વિચાર આવે કે દ્રષ્ટિ સહેજ ખેંચાય કે દ્રષ્ટિ બગડવા માંડે, તે પહેલાં જ જાગૃતિ હાજર રાખીને તેમજ ‘શ્રી વિઝન’ના ઉપયોગે
21