Book Title: Bhikshu Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 7
________________ નથી. એ પ્રણિધાન ન હોય તો જે ત્યજી દીધું છે તે સારું લાગે, ઈચ્છનીય લાગે અને પ્રાર્થનીય લાગે. આવી સ્થિતિમાં સંયમ પાળવાનું અશક્ય બને છે. આથી જ્ઞાનથી વૃદ્ધ એવા ગુરુદેવશ્રીના વચનના પ્રણિધાનને નિરંતર સેવ્યા વિના ચાલે એવું નથી. સામાન્યથી વિષયસુખો ભયંકર છે જ પરંતુ એમાં પણ સ્ત્રીઓ સંબંધી વિષયસુખો મહાભયંકર છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં એ જણાવતાં ફરમાવ્યું છે કે “મોક્ષમાર્ગે પ્રયાણ કરતાં સ્ત્રીઓ કાદવસ્વરૂપ છે-એ જેણે જાણી લીધું છે તેઓ માટે શ્રમણપણું સુકર છે.' પૂ. ગુરુભગવંતના વચનમાં નિરંતર પ્રણિધાન રાખીને સ્ત્રીઓને આધીન બન્યા વિના જે વિષયસ્વરૂપ કાદવને ફરીથી આદરતા નથી, તેઓ ભાવભિક્ષુ છે. આથી સ્પષ્ટ છે કે ગુરુવચનના પ્રણિધાન વિના ભાવભિભુત્વ પ્રાપ્ત થતું નથી. નિરંતર ગુરુવચનના પ્રણિધાનથી આત્મા; ઉપર જણાવ્યા મુજબ સ્ત્રીઓને પરવશ બનતો નથી અને તેથી વિષયોને પણ ઈચ્છતો નથી, જેથી ભાવભિભુત્વને પ્રાપ્ત કરી શકાય છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ર૭-૧ પ્રતિજ્ઞાને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે 6666666666666666 00000000000000000 00000000000000000Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50