________________
ભાવભિક્ષુઓ છે. આવી જ રીતે જેઓ ભિક્ષા માંગવાના સ્વભાવવાળા છે તેને ભિક્ષુ કહેવાય છે.'-આ પ્રમાણે પૂર્વે જણાવ્યું હતું. એ મુજબ બ્રાહ્મણ વગેરે પણ દ્રવ્યભિક્ષા ગ્રહણ કરતા હોવાથી તેઓને પણ દ્રવ્યભિક્ષુ કહેવાય છે. ભાવભિક્ષા (સર્વસમ્પત્કરી-મોક્ષસાધક ભિક્ષા) તો પૂ. સાધુભગવંતો ગ્રહણ કરતા હોવાથી તેઓશ્રીને ભાવભિક્ષુ તરીકે વર્ણવાય છે. બ્રાહ્મણાદિ દ્રવ્યભિક્ષુક તરીકે લોમાં પ્રસિદ્ધ છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ર૭-૩૦ના
હવે પ્રધાનદ્રવ્યભિક્ષુનું વર્ણન કરાય છેप्रधानद्रव्यभिक्षुश्च, शुद्धः संविग्नपाक्षिकः । सम्पूर्य प्रतिमां दीक्षां, गृही यो वा ग्रहीष्यति ॥२७-३१॥
શુદ્ધ એવા સંવિગ્નપાક્ષિક આત્માઓ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે. અથવા શ્રાવકની અગિયારમી પ્રતિમાનું વહન કરીને જે ભવિષ્યમાં દીક્ષાને ગ્રહણ કરવાના છે તે શ્રાવક પ્રધાન દ્રવ્યભિક્ષુ છે.'-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે.
એનો આશય એ છે કે સામાન્ય રીતે જે વર્તમાનમાં ભાવથી રહિત હોય છે પરંતુ અતીતકાળમાં જેણે ભાવનો અનુભવ કર્યો છે, અથવા ભવિષ્યમાં જે ભાવનો અનુભવ કરવાના છે તે ભાવના કારણને પ્રધાન દ્રવ્ય કહેવાય છે. ംതരംതരംതരം, മതം ,