________________
સંવિગ્નપાક્ષિક આત્માઓએ ભૂતકાળમાં ભિક્ષુત્વનો (ભિલુભાવનો) અનુભવ કરી લીધો છે અને વર્તમાનમાં સદાનારસ્લિપણાનો અભાવ હોવાથી તેઓ ભાવથી (ભિક્ષુત્વથી) રહિત છે. તેથી તેઓશ્રીને પ્રધાન (ભાવનું કારણ) દ્રવ્યભિક્ષુ કહેવાય છે. સંવિગ્નોનો જ પક્ષ કરનારા એ મહાત્માઓની શુદ્ધપ્રરૂપણા, માર્ગરક્ષા અને વિધિમાર્ગની સ્થાપના માટેની તત્પરતા.. ઈત્યાદિ ગુણોને લઈને તેઓ શુદ્ધ છે. આવા શુદ્ધ સંવિગ્નપાક્ષિક મહાત્માઓને ભૂતપૂર્વતદુપરાર:- આ ન્યાયે દ્રવ્યભિક્ષુ (પ્રધાનદ્રવ્યભિક્ષુ) કહેવાય છે. કારણ કે ભૂતપૂર્વ અવસ્થા ઉપચારથી વર્તમાનમાં પણ મનાય છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. સ્થાપનામાં ભાવનો આરોપ હોય છે અને દ્રવ્યમાં ભાવનો ઉપચાર હોય છે. આરોપ અને ઉપચારમાં જે ફરક છે તે સમજીને નિક્ષેપાની સમજણ મેળવવા પ્રયત્નશીલ બનવું જોઈએ.
આવી જ રીતે શ્રાવકોની પ્રતિમા(અભિગ્રહવિશેષ)ઓનું વહન કરીને જે શ્રાવક નજીકમાં જ દીક્ષા ગ્રહણ કરવાના છે તે પ્રધાન દ્રવ્યભિક્ષુ છે. ભાવથી રહિત હોવાથી દ્રવ્ય છે. પરંતુ ભાવનું(ભાવભિક્ષુનું) કારણ બનવાનું હોવાથી તે પ્રધાન દ્રવ્ય છે. પરિ ભૂતકુત્તિ:આ ન્યાયથી ભવિષ્યમાં પ્રાપ્ત થનારા ભિક્ષુત્વનો અહીં ઉપચાર કરાય છે. કારણ કે ભવિષ્યદવસ્થાનો ભૂતની જેમ
DOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO