Book Title: Bhikshu Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan
Catalog link: https://jainqq.org/explore/023231/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજા વિરચિત ભિક્ષુ-બત્રીશી એક-પરિશીલન ૨૭ સંકલન પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્તસૂમ પ્રકાશ શ્રી અનેકાન્તી પ્રકાશન ઐવા દીલિયસ ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત‘દ્વાત્રિંશય્-દ્વાત્રિંશિ' પ્રકરણાન્તર્ગત ભિક્ષુ-બત્રીશી-એક પરિશીલ ૨૭ : પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રપૂ. મ.સા. ના પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. મુતિચન્દ્રસૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્તસૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્તસૂ. મ. : પ્રકાશન : શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલીજીયસ ટ્રસ્ટ અશોકકુમાર ભિખાલાલ શાહ (મામા) ચંદાવરકર લેન, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨. Page #3 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુ-બત્રીશી-એક પરિશીલન - ૨૭ આવૃત્તિ – પ્રથમ : પ્રકાશન : નક્લ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન- જૈન રીલીજીયસ ટ્રસ્ટ : પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલ મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) મુકુંદભાઈ આર. શાહ ૫, નવરત્ન ફ્લેક્ષ્ નવા વિકાસગૃહ માર્ગ પાલડી- અમદાવાદ-૭ વિ. સં. ૨૦૬૧ પ્રમોદભાઈ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૭. વિજયકર કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફ્લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઈ હેમચંદ શાહ ‘કોમલ’ કબૂતરખાનાની સામે, છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩. : આર્થિક સહકાર : અશોકકુમાર ભિખાલાલ શાહ (મામા) ચંદાવરકર લેન, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨. • મુદ્રણ વ્યવસ્થા : સન ગ્રાફિક્સ (સમીવાળા) પ૭/૬૧, ગુલાલવાડી, બીજે માળે, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૨૩૪૬ ૮૬૪૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે.. આ પૂર્વેની બત્રીશીમાં વર્ણવેલું યોગમાહાભ્ય ભાવભિક્ષુઓમાં જ સંભવિત હોવાથી તેમનું સ્વરૂપ આ બત્રીશીમાં વર્ણવાય છે. પૂ. સાધુભગવંતો ભાવભિક્ષુઓ છે. તેઓશ્રીના મુનિ, નિગ્રંથ અને અણગાર વગેરે બીજા અનેકાનેક નામો છે. આમ છતાં તે તે નામોનો પ્રધાનપણે ઉપયોગ ન કરતાં ભિક્ષુ'નામનો ઉપયોગ કરીને તેઓશ્રીનું અહીં સ્વરૂપ વર્ણવ્યું છે. સામાન્યથી ભિક્ષુ શબ્દનો અર્થ ખૂબ જ પ્રસિદ્ધ છે. માત્ર ભિક્ષાથી નિર્વાહ કરનારાને ભિક્ષુ કહેવાય છે. ભિક્ષુ પદથી પૂ. સાધુભગવંતોની નિષ્પાપ અવસ્થા ખૂબ જ સ્પષ્ટપણે પ્રતીત થાય છે. પોતાના શરીરને ટકાવવા માટે અત્યંત આવશ્યક એવા આહારાદિને ગ્રહણ કરવાના પ્રસફે પણ તેઓશ્રી રાંધવા વગેરેના પાપથી સર્વથા દૂર રહે છે. જેઓ પોતાના નિર્વાહ માટે પણ પાપ કરતા નથી, તેઓશ્રી બીજાં બધાં પ્રયોજને પાપ કરે જ કઈ રીતે ? ભિક્ષાથી પ્રાપ્ત થયેલા આહારાદિથી નિર્વાહ કરતી વખતે પણ સતત ઉપયોગ રાખીને ભિક્ષાસંબંધી અનુમોદનાના પાપથી પણ તેઓશ્રી દૂર રહેતા હોય છે. આહારાદિ માટે સર્વથા પરાવલંબી હોવા છતાં કોઈની પણ અપેક્ષા ન હોવાથી સ્વાત્મરમણતામાં કોઈ જ વિઘ્ન આવતું નથી. આનું મુખ્ય કારણ શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી સર્વસંપન્કરી ભિક્ષા છે, જે ભિક્ષા મોક્ષની પ્રત્યે કારણભૂત છે. તે ભિક્ષાને આશ્રયીને પૂ. સાધુ મહાત્માઓને અહીં ભાવભિક્ષુ તરીકે વર્ણવ્યા છે. પ્રથમ સોળ શ્લોકોથી ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. દ્રવ્ય અને ભાવ ગૃહથી નીકળીને અને ચિત્તને સમાધિમય બનાવીને ત્યજી દીધેલા વિષયોને ફરીથી જેઓ ઈચ્છતા નથી, તેઓ ભાવભિક્ષુ છે... આ રીતે ભિક્ષુના સ્વરૂપના નિરૂપણનો પ્રારંભ કરી દરેક શ્લોકમાં તેમનું વિશેષ સ્વરૂપ વર્ણવ્યું છે. સોળમા શ્લોકમાં એ સ્વરૂપ વર્ણવતાં ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે-“આ શરીર અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયેલું છે અને અશાશ્વત (અનિત્ય) છે-એમ સમજીને શાશ્વત એવા મોક્ષ માટે જે પ્રયત્ન કરે છે, તે ભાવભિક્ષુ છે. દુનિયાની બીજી બધી વસ્તુઓનો ત્યાગ કર્યા પછી પણ ભિક્ષુપણામાં શરીર તો સાથે જ હોય છે. એની પ્રત્યે મમત્વ ન હોય અને એની અનિત્યતાનો વાસ્તવિક ખ્યાલ હોય તો પૂ. સાધુ મહાત્માઓને મોક્ષની સાધનામાં Page #5 -------------------------------------------------------------------------- ________________ કોઈ જ અવરોધ નથી. એ સોળમા શ્લોકનો પરમાર્થ નિરંતર સ્મરણીય સત્તરમા શ્લોકથી ભિક્ષુ શબ્દની વ્યુત્પત્તિના આધારે ભિક્ષુ પદનો અર્થ જણાવ્યો છે કે આઠ કર્મને તપ વડે જે ભેદે છે તેને ભિક્ષુ કહેવાય છે. ત્યાર પછી અઢારમા શ્લોકથી ભિક્ષુ શબ્દના અર્થને સમજાવનારાં કુલ અઠ્ઠાવીસ નામો જણાવ્યાં છે. પાંચ શ્લોકોથી વર્ણવેલાં એ અઠ્ઠાવીસ નામોનો અર્થ પણ તે તે શ્લોકોની ટીકામાં જણાવ્યો છે. એના અનુસંધાનથી ભિક્ષુના યથાર્થ સ્વરૂપનો ચોક્કસ જ ખ્યાલ આવે છે. ભાવભિક્ષુનું એ સ્વરૂપ હૃદયની અંદર અકિત કરી લેવાય તો સંયમજીવનની સાધના માટે એક મજબૂત આલંબન મળી રહે. શ્લોક નં. ૨૩ થી ભાવભિક્ષુનાં સંવેગ, વિષયત્યાગ અને સુશીલોની સતિ... વગેરે સોળ લિફોનું વર્ણન શરૂ થાય છે. ભાવભિક્ષુપણામાં સંવેગાદિ લિ પ્રકૃeભાવને પામેલાં હોય છે. સોળ શ્લોકોથી વર્ણવેલું ભિક્ષુનું સ્વરૂપ, અઠ્ઠાવીસ પર્યાયવાચક નામો દ્વારા વર્ણવેલો ભિક્ષુ શબ્દનો અર્થ અને છેલ્લે વર્ણવેલાં ભિક્ષુનાં સોળ લિફોનો વિચાર કરીએ તો ભિક્ષુને ઓળખવામાં કોઈ જ તકલીફ નહિ પડે. ખૂબ જ વિસ્તારથી અનેક રીતે અહીં ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. પ્રસથી ભાવભિક્ષુનું નિરૂપણ કરીને દ્રવ્યભિક્ષુનું પણ અહીં નિરૂપણ કર્યું છે. દ્રવ્યભિક્ષુના જ્ઞાનથી તેનાથી વિલક્ષણ એવા ભાવભિક્ષુનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. દ્રવ્યભિક્ષુઓ પ્રધાન અને અપ્રધાન ભેદથી બે પ્રકારના છે. અપ્રધાન દ્રવ્યભિલ્લુઓ લૌકિક અને લોકોત્તર - ભેદથી બે પ્રકારના છે. આ રીતે ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવીને છેલ્લા શ્લોકમાં જે જણાવ્યું છે તે ક્યારે પણ વીસરી શકાય એવું નથી. ભિક્ષુના અનંત ગુણોનું વર્ણન કરવાનું કોઈ પણ રીતે શક્ય નથી. પરંતુ એમાંથી જે પણ થોડા ગુણોનું અહીં વર્ણન કર્યું છે એની પરિભાવના પણ પરમાનંદ-મોક્ષનું કારણ છે. જેની પરિભાવના પણ જો પરમાનંદનું કારણ બને છે, તો તેની પ્રામિ શું ન કરે ? અંતે પરમાનંદની પ્રાપ્તિ માટે આ બત્રીશીના પરિશીલનથી તે તે ભિક્ષુના ગુણોની પરિભાવનામાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા... ગ્રીન ફિલ્ડ સોસાયટી આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ વલવણ : ચે.સુ. ૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते भिक्षुद्वात्रिंशिका । આ પૂર્વે યોગનું માહાભ્ય વર્ણવ્યું. તે ભિક્ષુમાં જ સંભવે છે. તેથી હવે ભિક્ષુનું સ્વરૂપ અહીં વર્ણવાય છેनित्यं चेतः समाधाय, यो निष्क्रम्य गुरूदिते । प्रत्यापिबति नो वान्तमवशः कुटिलभूवाम् ॥२७-१॥ આ શ્લોકમાં, “ ભાવમશુ.” આ પદનો સત્તરમાં શ્લોકમાંથી સંબંધ છે. તેમ જ આગળના પણ પંદર શ્લોકમાં તેનો સંબંધ છે. “ઘરમાંથી નીકળીને જે, ગુરુદેવશ્રીના વચનમાં નિરંતર ઉપયોગ રાખીને ત્યજી દીધેલાં વિષયસુખોને સ્ત્રીઓને વિશે પરવશ બન્યા વિના પાછા ઈચ્છતા નથી, તે ભિક્ષુ(ભાવભિક્ષુ) છે.” આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યોગ્યતા હોતે છતે દ્રવ્ય અને ભાવ ઘરનો ત્યાગ કરી જેઓ અણગાર થાય છે તેઓએ સદાને માટે પૂ. ગુરુભગવંતના પરમતારક વચનમાં પ્રણિધાનવાળા બનવું જોઈએ. ગામ, નગર, ઘર વગેરે દ્રવ્ય-ઘર છે અને વિષય-કષાયની પરિણતિ વગેરે ભાવગ્રહ છે. દ્રવ્ય અને ભાવગૃહનો ત્યાગ કરી અણગાર અવસ્થા પ્રાપ્ત કરાય છે. આ રીતે સંયમ ગ્રહણ ક્ય પછી સંયમના ફળ સુધી પહોંચવા માટે ભવનિસ્તારક પરમપૂજ્ય ગુરુદેવશ્રીના વચનના પ્રણિધાન સિવાય બીજો કોઈ ઉપાય ംതരം തരംതം - 666 ര Page #7 -------------------------------------------------------------------------- ________________ નથી. એ પ્રણિધાન ન હોય તો જે ત્યજી દીધું છે તે સારું લાગે, ઈચ્છનીય લાગે અને પ્રાર્થનીય લાગે. આવી સ્થિતિમાં સંયમ પાળવાનું અશક્ય બને છે. આથી જ્ઞાનથી વૃદ્ધ એવા ગુરુદેવશ્રીના વચનના પ્રણિધાનને નિરંતર સેવ્યા વિના ચાલે એવું નથી. સામાન્યથી વિષયસુખો ભયંકર છે જ પરંતુ એમાં પણ સ્ત્રીઓ સંબંધી વિષયસુખો મહાભયંકર છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં એ જણાવતાં ફરમાવ્યું છે કે “મોક્ષમાર્ગે પ્રયાણ કરતાં સ્ત્રીઓ કાદવસ્વરૂપ છે-એ જેણે જાણી લીધું છે તેઓ માટે શ્રમણપણું સુકર છે.' પૂ. ગુરુભગવંતના વચનમાં નિરંતર પ્રણિધાન રાખીને સ્ત્રીઓને આધીન બન્યા વિના જે વિષયસ્વરૂપ કાદવને ફરીથી આદરતા નથી, તેઓ ભાવભિક્ષુ છે. આથી સ્પષ્ટ છે કે ગુરુવચનના પ્રણિધાન વિના ભાવભિભુત્વ પ્રાપ્ત થતું નથી. નિરંતર ગુરુવચનના પ્રણિધાનથી આત્મા; ઉપર જણાવ્યા મુજબ સ્ત્રીઓને પરવશ બનતો નથી અને તેથી વિષયોને પણ ઈચ્છતો નથી, જેથી ભાવભિભુત્વને પ્રાપ્ત કરી શકાય છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ર૭-૧ પ્રતિજ્ઞાને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે 6666666666666666 00000000000000000 00000000000000000 Page #8 -------------------------------------------------------------------------- ________________ पृथिव्यादींश्च षट्कायान्, सुखेच्छूनसुखद्विषः । ગળયિત્વાભતુત્યાન્ યો, મહાવ્રત તો ભવેત્ ॥૨૭-૨ા આ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે પૃથ્વીકાય, અખાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય... આ છકાય જીવોને; પોતાની જેમ સુખની ઈચ્છાવાળા અને દુઃખના દ્વેષી માનીને જે મહાવ્રતોમાં રક્ત બને છે, તે ભાવભિક્ષુ છે. પ્રાણાતિપાત મૃષાવાદ અદત્તાદાન મૈથુન અને પરિગ્રહથી સર્વથા યાવજ્જીવ સુધી વિરામ પામવા સ્વરૂપ પાંચ મહાવ્રતો છે. પ્રથમ મહાવ્રતના પાલન માટે વાડ તુલ્ય બાકીનાં ચાર મહાવ્રતો છે. ચૌદ રાજલોકમાં અનંતાનંત જીવો છે, જેનો પૃથ્વીકાયાદિ છ પ્રકારોમાં સમાવેશ થાય છે. તે બધાય જીવો આપણી પોતાની જેમ જ સુખના રાગી અને દુ:ખના દ્વેષી છે. એવા જીવોને આપણે સુખ તો આપી શક્તા નથી. પરંતુ તેમને પોતાના તરફથી દુ:ખ ન થાય એવી ભાવનાથી ભાવિત બની જેઓ મહાવ્રતોના પાલનમાં રત છે, તેઓ ભાવભિક્ષુ છે... ઈત્યાદિ સમજી શકાય એવું છે. ૨૭-૨ પ્રતિજ્ઞાના પાલન માટે શરીરનો નિર્વાહ જે રીતે કરાય છે તેને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે godologico അ oooooooo ̄ ̄ ̄ ̄ ̄.9 Page #9 -------------------------------------------------------------------------- ________________ औद्देशिकं न भुञ्जीत, त्रसस्थावरघातजम् । बुद्धोक्तध्रुवयोगी यः, कषायांश्चतुरो वमेत् ॥२७-३॥ “જેઓ, રસ અને સ્થાવર જીવોના ઘાતથી ઉત્પન્ન થયેલું ઔદેશિક (આહારાદિ) વાપરતા નથી; શ્રી સર્વજ્ઞભગવંતોના વચનવડે નિત્ય યોગી છે અને ચાર કષાયનો ત્યાગ કરે છે, તે ભાવભિક્ષુ છે.” આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે પૂ. સાધુભગવંતોને ઉદ્દેશીને જે કરેલું કે કરાવેલું વગેરે હોય તે કૃતાદિ અને બીજું કોઈ પણ સાવદ્ય(ભિક્ષાસંબંધી દોષોથી યુક્ત) એ બધું અહીં ઔદેશિક કહેવાય છે. આવાં ઔદ્દેશિક આહાર, પાણી અને વસ્ત્રાપાત્રાદિ જેઓ વાપરે નહીં તેઓ ભિક્ષુ છે. ભિક્ષાસંબંધી બેંતાળીશ દોષોથી રહિત એવાં આહારાદિ ગ્રહણ કરનારા ભાવભિક્ષુ છે. તેમ જ શ્રી જિનેશ્વરદેવોના પરમતારક વચનથી કાયમ ઉચિતયોગમાં પ્રવૃત્તિને કરનારા ભાવભિક્ષુ છે. શ્રી વીતરાગ પરમાત્માએ તે તે કાળે જે જે કરવાનું ફરમાવ્યું છે, તે તે કાળમાં તે તે કરવામાં જેઓ નિત્ય ઉપયોગવાળા છે તે ધ્રુવયોગી ભાવભિક્ષુ છે. જેઓ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયનું વમન કરે છે, તે ભાવભિક્ષુ છે. ગમે તેવી સારી વસ્તુનો લોભ ન રાખે, તે મેળવવા માટે GOOGOGOGOOGGG 00000000000000000 ത്തതരത്ത Page #10 -------------------------------------------------------------------------- ________________ માયા ન સેવે, તેની પ્રાપ્તિથી માન ન કરે અને તે ન મળે તો ક્રોધ ન કરે : આ રીતે ચાર કષાયનું વમન કરનારા ભિક્ષુ છે. વમનમાં અને ત્યાગમાં થોડો ફરક છે. ત્યજેલી વસ્તુ કોઈ વાર આપણે લઈ પણ લેતા હોઈએ છીએ. પરંતુ વમેલું તો કોઈ પણ સંયોગોમાં પાછું લેતા નથી અને ઈચ્છતા પણ નથી. એ પ્રમાણે અહીં કષાયોનો ત્યાગ વમન-સ્વરૂપ છે-એ સમજી શકાય છે. ર૭-૩ કષાયોનું વમન કર્યા પછી પ્રાપ્ત થયેલા લક્ષણને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છેनिर्जातरूपरजतो, गृहियोगं च वर्जयेत् । सम्यग्दृष्टिः सदाऽमूढस्तथा संयमबुद्धिषु ॥२७-४॥ જેઓ સોનું અને રૂપું વગેરે બાહ્યપરિગ્રહ તથા મિથ્યાત્વાદિ અત્યંતર પરિગ્રહથી રહિત છે, મૂચ્છથી ગૃહસ્થનો સંબંધ રાખતા નથી, તેમ જ સંયમની બુદ્ધિને વિશે મૂઢતાથી રહિત છે એવા સમ્યગ્દષ્ટિ; ભાવભિક્ષુ છે.” આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્યથી કપાયનો હાસ થયા પછી આ સંસારમાં કોઈ પણ વસ્તુ પ્રત્યે મમત્વ રહેતું નથી. તેથી સુવર્ણાદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહને તેમ જ પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, 6666666666 00000000000000000 ത്തരത്തത്ത 00000000000000000 Page #11 -------------------------------------------------------------------------- ________________ જુગુપ્સા, મિથ્યાત્વ; છોધ, માન, માયા અને લોભ : આ ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને પૂ. સાધુભગવંતો રાખતા નથી. ગૃહસ્થોની પ્રત્યે પણ મમત્વ ન હોવાથી તેમની સાથે મૂચ્છથી સંબંધ(પરિચય) રાખતા નથી. સમ્યગ્દષ્ટિ આત્માઓ તો ચોથા ગુણસ્થાનકે પણ હોય છે. તેથી અવિરત સમ્યગ્દષ્ટિનું વર્જન કરવા અહીં સમ્યગ્દષ્ટિ'પદથી ભાવસમ્યગ્દષ્ટિની વિવક્ષા કરી છે. છઠ્ઠાસાતમા ગુણસ્થાનકે નિશ્ચયનું સમ્યગ્દર્શન હોય છે. આથી જ ભાવસમ્યગ્દર્શની પૂ. સાધુ મહાત્માઓ સંયમ- વિષયક બુદ્ધિને વિશે મૂઢ નથી હોતા. માર્ગના નિર્ણયમાં ખૂબ જ સ્પષ્ટ હોય છે. બંન્ને પ્રકારના પરિગ્રહથી રહિત, ગૃહસ્થના પરિચયથી રહિત અને સંયમના વિષયમાં મૂઢતાથી રહિત એવા ભાવસમ્યગ્દષ્ટિ મહાત્માઓ ભાવભિક્ષુ છે. શ્લોકમાં પ્રથમ પદથી બાહ્યપરિગ્રહથી રહિત અવસ્થા જણાવી છે. ઉપલક્ષણથી આંતર પરિગ્રહથી રહિત અવસ્થા પણ સમજી લેવાની છે. ર૭-જા. ભવિષ્યકાળની ચિતાને આશ્રયીને ભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છેन यश्चागामिनेऽर्थाय, सन्निधत्तेऽशनादिकम् । સાવાનું નિમજો, મુવવા સ્વાધ્યાય : ર૭-૧ ઉ9099909899999999999999999 GOOOOOOOOOOOOO Ol9ooooooooooooooo 00000000000000 Page #12 -------------------------------------------------------------------------- ________________ “જેઓ ભવિષ્યમાં કામ લાગશે એમ સમજીને અશન પાન વગેરે પોતાની પાસે રાખતા નથી, તેમ જ પોતાના સાધર્મિકોની ભક્તિ કરીને જ વાપરે છે અને જેઓ વાપરીને સ્વાધ્યાયને કરનારા છે, તેઓ ભાવભિક્ષુ છે.” આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે આજે અથવા કાલે કામ લાગશે એમ સમજીને ભવિષ્યકાળ માટે આહાર, પાણી કે ઔષધ વગેરે પૂ. સાધુભગવંતોએ પોતાની પાસે રાખવાનાં નથી. વર્તમાનમાં જેટલું ઉપયોગી હોય તેટલું જ રાખીને તે વખતે જ તે આહાર પાણી વગેરે તેઓ વાપરે છે. અન્યથા સન્નિધિ રાખવાથી તે ગૃહસ્થ જેવા થવાય છે. - વર્તમાનમાં પણ જે વાપરવાનું છે, તે પોતાના જેવા સાધર્મિકોને નિમંત્રીને તેમની ભક્તિ કરવા પૂર્વક વાપરવાનું છે. તેથી સાધર્મિક વાત્સલ્યની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે, જે દર્શનાચારવિશેષ છે. આ વાત નિમજ્જૈવ આ પદથી શ્લોકમાં જણાવી છે. તેમ જ વાપર્યા પછી પૂ. સાધુભગવંતો સ્વાધ્યાયને કરનારા છે. આ વાત જણાવીને ઉપલક્ષણથી સ્વાધ્યાય અહીંના ‘’ પદના ઉપાદાન દ્વારા એ જણાવ્યું છે કે સંયમજીવનના વિહાર વૈયાવૃત્ય... વગેરે અનુષ્ઠાનમાં તત્પર રહી અપ્રમાદી બનવું, પણ નિદ્રા વિઠ્યાદિ પ્રમાદ ન કરવો. એવા અપ્રમાદી; સન્નિધિથી રહિત અને સાધર્મિકોનું વાત્સલ્ય કરનારા ભાવભિક્ષુ કહેવાય 666666666 00000000000000000 00000000000000000 Page #13 -------------------------------------------------------------------------- ________________ છે. ર૭-પા , સ્વાધ્યાયાદિ કરતી વખતની અવસ્થાને આશ્રયીને ભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે न कुप्यति कथायां यो, नाप्युच्चैः कलहायते । उचितेऽनादरो यस्य, नादरोऽनुचितेऽपि च ॥२७-६॥ “શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય પણ સમજી શકાય છે કે વાચનાદિ સ્વાધ્યાય સ્વરૂપ કથાપ્રસડે અનેક વાર કોપનાં નિમિત્તો મળતાં હોય છે. પરંતુ એવા પ્રસંગે પૂ. સાધુભગવંતો કોપ કરતા નથી અને કલહ તો કોઈ પણ રીતે કરતા નથી. ઉચિત પ્રવૃત્તિમાં તેમને અનાદર હોતો નથી અને અનુચિત પ્રવૃત્તિમાં તેમને આદર પણ હોતો નથી. આથી સ્પષ્ટ છે કે કથાપ્રસંગે કોપ ન કરનારા, અત્યંત કલહને ન કરનારા અને ઉચિત-અનુચિતમાં અનુક્રમે અનાદર આદર નહીં રાખનારા ભાવભિક્ષુ છે. ભાર૭-૬ ભિક્ષુ પોતે કોપ ન કરે પણ બીજા કોપ કરે ત્યારે ભિક્ષુનું જ સ્વરૂપ છે, તે વર્ણવાય છે आक्रोशादीन् महात्मा यः, सहते ग्रामकण्टकान् । न बिभेति भयेभ्यश्च, स्मशाने प्रतिमास्थितः ॥२७-७॥ 666666666 0000000000000Dopo, തരംതത്ത തരത്ത 00000000000000000 Page #14 -------------------------------------------------------------------------- ________________ ‘ઈન્દ્રિયોને માટે કાંટાજેવા આક્રોશાદિને જે સહન કરે છે અને પ્રતિમાધ્યાને સ્મશાને રહેલા જે, ભયોથી ડરતા નથી, તે ભાવવિભક્ષુ છે.'’-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો ભાવ સમજી શકાય છે કે ગમે તે કારણે પોતાની ઉપર કોઈ આક્રોશ, વધ કે તાડનાદિ કરે તો પૂ. સાધુ મહાત્મા તેનો પ્રતિકાર ન કરે પરંતુ તેને સહન કરે. પગમાં કાંટો વાગવાથી જેમ દુ:ખ થાય છે, તેમ આક્રોશાદિના કારણે ઈન્દ્રિયોને દુ:ખ થાય છે. તેથી આક્રોશ, પ્રહાર, તિરસ્કાર આદિને ગ્રામકંટક તરીકે વર્ણવ્યા છે. આ પ્રમાણે આક્રોશાદિને સહન કરનારા અને પ્રતિમાધ્યાને સ્મશાનમાં રહેલા જે મહાત્માઓ ભૂત-પ્રેતાદિના ભયોથી ભયભીત થતા નથી, તેઓ ભાવભિક્ષુ છે. ભાવભિક્ષુઓ ભયથી રહિત હોય છે, એના કારણને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે. અર્થાદ્ ભયરહિત અવસ્થા જેથી પ્રાપ્ત થાય છે તે સ્વરૂપ વર્ણવાય છે ||0-0èII आक्रुष्टो वा हतो वाऽपि लूषितो वा क्षमासमः । व्युत्सृष्टत्यक्तदेहो योऽनिदानश्चाकुतूहल: ।।२७-८|| “આક્રોશ કરાયા હોય, હણાયા હોય અથવા કપાયા girlJGOGJO അൽ GJJJJJJJ ૯ Page #15 -------------------------------------------------------------------------- ________________ હોય તોપણ જેઓ પૃથ્વીસમાન છે, જેમણે શરીરનું વિસર્જન કર્યું છે અને શરીરનો ત્યાગ કર્યો છે, તેમ જ જેઓ નિયાણું અને કુતૂહલથી રહિત છે, તેઓ ભાવભિક્ષુ છે.’’-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવંતો ઉપર કોઈ આક્રોશ કરે, તેઓશ્રીને કોઈ હણે કે કાપે તોપણ તેઓ પૃથ્વીની જેમ સહન કરે છે. તેથી જ તેઓ ભયથી રહિત છે. જેઓ સહનશીલ છે, તેઓને ભયનું કોઈ જ કારણ નથી. તેમ જ શરીર પ્રત્યે મમત્વ ન હોવાથી અને તેનો ત્યાગ કર્યો હોવાથી ભયનું કોઈ કારણ નથી. શરીરના ત્યાગ વખતે પણ પરલોકમાં કોઈ સુખાદિની ઈચ્છા ન હોવાથી તેઓ નિયાણાથી રહિત છે અને સામાન્યથી નટ વગેરેના દર્શનમાં કુતૂહલ(ઉત્કંઠા) વગરના હોય છે. આથી સમજી શકાશે કે ખરાબ વચનોથી આક્રોશ કરાયેલા, દંડાદિ વડે હણાયેલા અથવા ખડ્ગાદિ વડે છેદાયેલા હોય તો ય કોઈ પણ પ્રકારે પ્રતિકાર ન કરવાના કારણે પૃથ્વીની જેમ સહન કરનારા મહાત્માઓ ભાવભિક્ષુ છે. તેમ જ શરીર પ્રત્યે મમત્વનો અભાવ હોવાથી અને તેની વિભૂષા કરવાનો ત્યાગ કર્યો હોવાથી વ્યુત્ક્રુષ્ટ અને ત્યક્ત શરીરવાળા મહાત્માઓ ભાવભિક્ષુ છે. ભાવી ફળની આશંસાથી રહિત અને નટાદિના દર્શનમાં ઉત્કંઠાથી રહિત അ dolo jollo ૧૦ 6666 *666( ©icolor. diplode Page #16 -------------------------------------------------------------------------- ________________ એવા મહાત્માઓ ભાવભિક્ષુ છે. ર૭-૮ાા. શરીરનું મમત્વ ન હોવાથી ભાવભિક્ષુને પ્રાપ્ત થયેલા સ્વરૂપનું વર્ણન કરાય છેयश्च निर्ममभावेन, काये दोषैरुपप्लुते । जानाति पुद्गलान्यस्य, न मे किञ्चिदुपप्लुतम् ॥२७-९॥ રોગાદિ દોષોથી કાયા વ્યાસ થયે છતે; કાયાની પ્રત્યે મમત્વ ન હોવાથી, પુલથી અન્ય એવા મને કોઈ ઉપદ્રવ નથી” આ પ્રમાણે જેઓ જાણે છે, તેઓ ભાવભિક્ષુ છે.”-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂ. સાધુ ભગવંતો સારી રીતે સમજે છે કે આત્માનું મૂળભૂત સ્વરૂપ અનાદિકાળથી પરિશુદ્ધ છે. સર્વ પ્રકારના પરિગ્રહના ગ્રહણથી તે શૂન્ય છે, અર્થાત્ કર્માદિનું તે ગ્રહણ કરતો નથી. ચિદાનંદસ્વરૂપ જ આત્માનો શુદ્ધ સ્વભાવ છે. આવા સ્વભાવનું અનુભાવન કરવાના કારણે પૂ. સાધુભગવંતોને આત્માને છોડીને બીજે ક્યાંય મમત્વ હોતું નથી. આ પ્રમાણે શુદ્ધાત્મસ્વભાવના અનુભવથી ઉત્પન્ન થયેલા નિર્મમત્વના કારણે પૂ. સાધુભગવંતો જાણે છે કે શરીરથી ભિન્ન એવા મારે, તાવ કે શૂલ વગેરે દોષોથી વ્યાસ એવા શરીરના ઉપપ્તવથી કોઈ જ ઉપપ્લવ નથી. જે Gതരതരതത്തരതംതരം OOOOOOOOOOOOOOO) OcOoooooooooooooo Page #17 -------------------------------------------------------------------------- ________________ કાંઈ ઉપપ્લવ છે તે પુગલને છે. શરીરાદિ પુદ્ગલોથી ભિન્ન એવા પોતાના સ્વરૂપને જેઓ જાણે છે તે ભાવભિક્ષુ છે. ર૭-૯યા. પોતાના શરીરાદિને વિશે નિર્મમત્વભાવનાને કેળવવા માટે ઉપાયભૂત શ્રીનમિરાજર્ષિનું દષ્ટાંત જણાવાય છેतथा हि मिथिलानाथो, मुमुक्षु निर्ममः पुरा । बभाण मिथिलादाहे, न मे किञ्चन दह्यते ॥२७-१०॥ “લોકાર્થ સ્પષ્ટ છે કે પૂર્વે મુમુક્ષુ મિથિલાના નાથ શ્રીનમિરાજર્ષિએ કહ્યું હતું કે મિથિલાનગરીના દાહ(બળવું તેમાં મારું કાંઈ જ બળતું નથી. શ્રી નમિરાજર્ષિની ક્યા ખૂબ જ પ્રસિદ્ધ છે. મિથિલાના રાજા શ્રીનમિને એક વાર ખૂબ જ અસહ્ય વેદના ઉત્પન્ન થયેલી. એના ઉપચાર માટે તેમની રાણીઓ પોતે ચંદન ઘસતી હતી. રાણીઓના હાથમાંનાં કંકણોના અવાજથી તે વખતે ઉપરથી વધારે વેદના થઈ. તેથી મંત્રીઓની સૂચનાથી સૌભાગ્યસૂચક એક એક કંકણ રાખવાથી અને બાકીનાં કંકણો કાઢી નાંખવાથી ચંદન ઘસતી વખતે અવાજ બંધ થયો. તેથી શ્રીનમિરાજાએ મંત્રીઓને પૂછયું કે હવે રાણીઓ ચંદન ઘસતી નથી ? ત્યારે મંત્રીઓએ કહ્યું કે “ના રાજન! રાણીઓ અત્યારે પણ ચંદન ઘસી રહી છે. પણ પૂર્વે હાથમાં અનેક કંકણો 666666666 00000000000OOOOOO തത്തGതരത്തരത്ത 0000000000000000 Page #18 -------------------------------------------------------------------------- ________________ હતાં તેથી અવાજ થતો હતો. હવે હાથમાં એક એક કંકણ રાખીને ચંદન ઘસી રહી છે. તેથી હવે અવાજ થતો નથી.' આ પ્રમાણે મંત્રીઓના વચનને સાંભળીને એકત્વભાવનાથી ભાવિત બનેલા શ્રી નમિરાજાએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. એ વખતે સ્વયં ઈન્દ્ર મહારાજાએ શ્રીનમિરાજર્ષિના વૈરાગ્યની પરીક્ષા અનેક રીતે કરી હતી. એમાં ઈન્દ્રમહારાજાએ તેઓશ્રીને કહ્યું હતું કે આ મિથિલાનગરી બળી રહી છે. તેની વ્યવસ્થા કરીને પછી દીક્ષા લેજો. એના જવાબમાં તેઓશ્રીએ ઈન્દ્ર મહારાજાને કહ્યું કે મિથિલાનગરી બળે છે એમાં મારું કશું જ બળતું નથી. પુદ્ગલથી ભિન્ન એવા પોતાને જાણીને શ્રી નમિરાજર્ષિએ એવો વૈરાગ્ય પ્રાપ્ત કરેલો. ઈન્દ્ર મહારાજાએ શ્રી નમિરાજર્ષિને બીજી અનેક વાતો કરેલી. પરંતુ પોતાની શ્રદ્ધાથી તેઓશ્રી વિચલિત થયા નહીં, જેનો વૃત્તાંત શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે ગ્રંથોમાં વિસ્તારથી છે. ર૭-૧૦ની કુતૂહલાદિથી રહિત એવા ભિક્ષુઓ પોતાના વસતિસ્થાનમાં જે રીતે રહે છે, તેને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છેहस्तेन चामिणा वाचा, संयतो विजितेन्द्रियः । अध्यात्मध्याननिरतः, सूत्रार्थं यश्च चिन्तयेत् ॥२७-११॥ Gതത്തGത്തരത്ത OOO00000000000000 ©9િ696969GOOGOGO 000000000000OODOO Page #19 -------------------------------------------------------------------------- ________________ જેઓ ઈન્દ્રિયોના વિજેતા છે, હાથ પગ અને વાણીથી સંયત છે અને અધ્યાત્મધ્યાનમાં લીન એવા જે પૂ. સાધુભગવંતો સૂત્ર અને અર્થનું ચિંતન કરે છે, તે ભાવભિક્ષુ છે.” આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે પૂ. સાધુમહાત્માઓ કુતૂહલથી રહિત હોવાથી રત્નત્રયીના કારણ વિના કાચબાની જેમ શરીરનાં અંગોપાંગને સંકોચીને રહેતા હોવાથી હાથ અને પગથી સંયત હોય છે. રત્નત્રયીનું પ્રયોજન હોય તો સમિતિના ઉપયોગપૂર્વક જાય છે. અન્યથા તો ઉપર જણાવ્યા મુજબ કાચબાની જેમ, હાથ-પગ સંકોચીને સંયમમાં લીન રહે છે. અકુશલ વચનોના પ્રયોગથી નિવૃત્ત બની અને કુશલ વચન-યોગની ઉદીરણા કરી તેઓશ્રી વાણીના સંયમમાં લીન રહે છે. તેથી જ પાંચે ય ઈન્દ્રિયોના વિષયમાં ઈન્દ્રિયો અને મનની પ્રવૃત્તિથી નિવૃત્ત બની ઈન્દ્રિયોને જીતનારા છે. આ રીતે મન વચન અને કાયાના સંયમમાં લીન બનેલા પૂ. સાધુ ભગવંતો અધ્યાત્મના ધ્યાનમાં નિરત રહીને સૂત્ર અને અર્થનું નિરંતર ચિંતન કરે છે, તે મહાત્માઓ ભાવભિક્ષુ છે. ર૭-૧૧ આહારાદિ વાપરવાની અનિવાર્ય પ્રવૃત્તિના વિષયમાં ભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે ©©©©©©©©©©©©©OF YO©©©©©©©©©©©© OOOO0000000000000 00000000000000000 Page #20 -------------------------------------------------------------------------- ________________ अज्ञातोञ्छं चरन् शुद्धमलोलोऽरसगृद्धिमान् । ऋद्धिसत्कारपूजाश्च, जीवितं यो न काङ्क्षति ॥ २७-१२ ॥ “લોલુપતાથી રહિત, રસમૃદ્ધિથી રહિત, શુદ્ધ એવી અજ્ઞાતભિક્ષાને ગ્રહણ કરનારા, ઋદ્ધિ સત્કાર તથા પૂજાને તેમ જ જીવિતને જેઓ ઈચ્છતા નથી, તેઓ ભાવભિક્ષુ છે.’-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવંતો શુદ્ધ એટલે કે ભાવથી પરિશુદ્ધ આહારને ગ્રહણ કરતા હોય છે. માત્ર શરીરના નિર્વાહ માટે થોડો થોડો આહાર ગ્રહણ કરે છે. સ્વાદાદિ માટે તેઓ આહારને લેતા નથી. પોતાના અને ભિક્ષા આપનારના ભાવ અશુદ્ધ ન બને એ રીતે થોડું થોડું અજ્ઞાતપણે આહારાદિનું ગ્રહણ કરનારા એ મહાત્માઓ લોલુપતાથી રહિત હોય છે. અર્થાત્ જે પણ આહાર મળ્યો ન હોય તો તે મળે : એ માટે તેઓ યાચના કરતા નથી. તેમ જ રસવૃદ્ધિથી રહિત હોવાથી જે પણ આહાર પ્રામ થયો છે તેમાં તેઓ રાગ કરતા નથી. આવા પ્રકારનું નિર્મળ ચારિત્ર પાળ્યા પછી તેના ફળ સ્વરૂપે પ્રાપ્ત થનારી આમર્ષ ઔષધિ લબ્ધિ વગેરે સ્વરૂપ ઋદ્ધિ, વસ્ત્રપાત્રાદિથી કરાતો સત્કાર અને પુષ્પાદિથી કરાતી પૂજાની ઈચ્છા પણ કરતા નથી. તેમ જ પરીષહાદિના નિવારણ માટે હિંસાદિ સ્વરૂપ અસંયમથી જીવવાનું તેઓ അ lillligio ૧૫ അ Page #21 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છતા નથી. સુખની પ્રાપ્તિ માટે કે દુ:ખના નિવારણ માટે હિંસાદિ પાપવાળું જીવન જીવવાની જેઓ ઈચ્છા કરતા નથી, તેઓ ભાવભિક્ષુ છે. ૨૭-૧૨ કોઈ વાર પ્રતિકૂળતામાં ભિક્ષુનું જે સ્વરૂપ હોય છે તે જણાવાય છે यो न कोपकरं ब्रूयात्, कुशीलं न वदेत्परम् । प्रत्येकं पुण्यपापज्ञो, जात्यादिमदवर्जितः || २७-१३॥ ‘“જેઓ, કોપને કરનારાં વચન બોલતાં નથી, બીજાને કુશીલ કહેતા નથી, દરેકમાં પુણ્ય અને પાપને જાણે છે અને જાતિ વગેરે સંબંધી આઠ પ્રકારના મદથી રહિત છે, તે ભાવભિક્ષુ છે.’’–આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે પોતાની ગમે તેવી પ્રતિકૂળતામાં કોઈ નિમિત્ત બને તોપણ તેની પ્રત્યે પૂ. સાધુ મહાત્મા કોપ ન કરે. બીજાને ગુસ્સો આવે એવું ના બોલે. પોતાની પરંપરામાં રહેલા શિષ્યોને છોડીને બીજા શિષ્યોને ઠપકો આપતી વખતે ‘તું કુશીલ છે' એમ ન બોલે, પોતાના શિષ્યને ઠપકો આપતી વખતે હિતબુદ્ધિથી કોઈ વાર એ પ્રમાણે બોલવું પડે તો બોલે. અન્ય જીવોનાં પુણ્ય અને પાપ કર્મો બીજા આત્મામાં સંક્રાંત થતાં ન હોવાથી પુણ્ય અને પાપ દરેકનાં સ્વતંત્ર છે. ૧૬ Geolo 66 9000 6660 Jold Page #22 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે પૂ. સાધુમહાત્મા સમજે છે. તેથી પુણ્ય અને પાપના યોગે તે તે જીવોને પ્રાપ્ત થયેલા છે તે જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, તપ, લાભ અને ઐશ્વર્ય સ્વરૂપ ગુણોને જોઈને પણ કોઈ પણ રીતે ગર્વ કરતા નથી. કારણ કે તેઓ સમજે છે કે જીવો પોતપોતાના કર્મને પરવશ છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી અવસ્થામાં કરી પણ શું શકાય ? | ||૨૭-૧૩ના પોતાની આરાધનાની સાથે સાથે બીજા જીવોને માર્ગ સમજાવતી વખતે ભિક્ષુનું જ સ્વરૂપ છે તે જણાવાય છે प्रवेदयत्यार्यपदं, परं स्थापयति स्थितः ।। થર્મષ્ટા સુજાન, ત્યગતિ યઃ પુનઃ ર૭-૨૪ો. જેઓ આર્યપદોને જણાવે છે, ધર્મમાં સ્વયં સ્થિર રહે છે, બીજાને ધર્મમાં સ્થાપન કરે છે અને કુશીલોની ધર્મ-ચેષ્ટાનો ત્યાગ કરે છે, તેઓ ભાવભિક્ષુ છે.”-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે, જેનું તાત્પર્ય સ્પષ્ટ છે. પૂ. સાધુભગવંતો બીજાને શુદ્ધ ધર્મોના પદને કહે છે. સ્વયં શુદ્ધ ધમને જાણીને તે ધર્મોને જણાવનારાં પદોને અર્બીજનો પ્રત્યે જણાવતાં હોય છે. જે પદોના શ્રવણથી મુમુક્ષુજનો આત્માના શુદ્ધ સ્વભાવમાં રમણ કરે તે બધાં આર્યપદ છે. આથી સ્પષ્ટ છે કે યોગ્ય અવસરે યોગ્ય જીવોને પૂ. સાધુ ©©©©©©©©©©©©©©© ©©©©©©©©©©OGO ©©©©©©©©©©©©©© 19200000000000000 Page #23 -------------------------------------------------------------------------- ________________ મહાત્માઓ શુદ્ધ ધર્મને જ જણાવતા હોય છે. તેઓ માત્ર શુદ્ધ ધર્મને જણાવતા જ નથી, પણ એ ધર્મમાં પોતે સ્થિર રહે છે અને બીજા આત્માઓને શુદ્ધ ધર્મમાં સ્થાપન કરે છે. આવા પ્રકારના ઉપકારને કરવા છતાં એ મહાત્માઓ શ્રાવકો પ્રત્યે મમત્વભાવ રાખતા નથી. નિર્દોષ મળેલા આહારાદિને વાપરે છે. અર્થાદ્ર કુશીલ જનોની ચેષ્ટાનો ત્યાગ કરે છે. ઉપદેશમાલા, શ્રી દશવૈકાલિક સૂત્ર વગેરેમાં કુશીલોની ચેષ્ટાઓનું વર્ણન છે. એનો ત્યાગ કરનારા મહાત્માઓ જ ભાવભિક્ષુ છે. ર૭-૧૪ હાસ્યાદિ નોકષાયોના અભાવને લઈને ભિક્ષનું જે સ્વરૂપ છે, તે વર્ણવાય છે उद्वेगो हसितं शोको, रुदितं क्रन्दितं तथा । यस्य नास्ति जुगुप्सा च, क्रीडा चाऽपि कदाचन ॥२७-१५॥ જેમને ઉદ્વેગ, હાસ્ય, શોક, રુદન, આકન્દ, જુગુપ્સા તથા ક્રિીડા ક્યારે પણ સંભવતાં નથી. તે ભાવભિક્ષુ છે.”-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સમજી શકાય છે કે, કષાયને આધીન ન બનનારા પૂ. સાધુભગવંતો હાસ્યાદિ નોકષાયોને પણ આધીન બનતા નથી. તેઓશ્રી સારી રીતે સમજે છે કે આપણને જે કાંઈ દુ:ખ આવે છે તે પૂર્વે બાંધેલા પાપકર્મના ઉદયથી આવેલું 666666666 9066666666 oooooooooooooooooooooooooo00000000 Page #24 -------------------------------------------------------------------------- ________________ છે. તેને સહી લેવામાં જ શ્રેય છે. તેથી એવા પ્રસકે તેઓ ઉગ કરતા નથી, શોક કરતા નથી, રડતા નથી અને આકંદ પણ કરતા નથી. ઉદ્વેગ શોક રુદન અને આક્રંદ અનુક્રમે તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ દુ:ખનિમિત્તક અવસ્થાઓ છે, જેનું સ્વરૂપ આપણને પ્રતીત છે જ. આવી રીતે જ ભૂતકાળના પુણ્યના ઉદયમાં પ્રામ થયેલી અનુકૂળતામાં હાસ્ય કે રમતગમતને પૂ. સાધુભગવંતો કરતા નથી. મોક્ષની સાધનાના માર્ગે અનવરત પ્રયાણ કરનારા મુમુક્ષુઓને નોકષાયની પરવશતા કોઈ પણ રીતે પાલવે એમ નથી. સાહજિક મનાતી પ્રવૃત્તિ પણ મુમુક્ષુઓ માટે સિદ્ધિમાં અવરોધરૂપ બનતી હોય છે. તેથી ઉગાદિ અને હાસ્યાદિને પરવશ ન બનનારા ભાવભિક્ષુ છે; જેઓ ક્યારે પણ, પુદ્ગલના સ્વરૂપને જાણતા હોવાથી અશુભ પુલોની જુગુપ્સા કરતા નથી. ર૭-૧પના ચિરપરિચિત એવા શરીરની ઉપેક્ષાથી પ્રગટ થનારા ભાવભિક્ષુના સ્વરૂપને વર્ણવાય છેइदं शरीरमशुचि, शुक्रशोणितसम्भवम् । अशाश्वतं च मत्वा यः, शाश्वतार्थं प्रवर्तते ॥२७-१६॥ શ્લોકાર્થ ખૂબ જ સ્પષ્ટ છે. એનો આશય સમજી શકાય છે કે શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું આ શરીર ÖGTOGGGGGG oooooooooooooooDO, ത്തരത്ത ooo00000000000000 Page #25 -------------------------------------------------------------------------- ________________ અપવિત્ર અને અનિત્ય છે એમ માનીને શાશ્વત એવા મોક્ષસ્વરૂપ અર્થ માટે જેઓ પ્રવૃત્તિ કરે છે, તે પૂ. સાધુ મહાત્માઓ ભાવભિક્ષુ છે. મોક્ષની સાધનામાં શરીરનું મમત્વ; ખૂબ જ મજબૂત પ્રતિબંધક છે. શરીરનું વાસ્તવિક સ્વરૂપ સમજાય તો તેનું મમત્વ દૂર કરવાનું સરળ છે. સર્વથા જેનું સ્વરૂપ ખરાબ છે અથવા જે વસ્તુ સારી હોય તોપણ જો ક્ષણિક હોય, ચિરસ્થાયી ન હોય તો આપણને એની પ્રત્યે ખાસ મમત્વ થતું નથી. તાત્કાલિક ઉપયોગી બને છે માટે તે કરી લઈએ. પરંતુ લગભગ શરીરના વિષયમાં એવું જ હોવા છતાં તેની પ્રત્યેનું મમત્વ જતું નથી. એમ કહેવા કરતાં, એની પ્રત્યે મમત્વ ર્યા વિના રહેવાતું નથી એમ જ કહેવું જોઈએ. મોક્ષની સાધનામાં એ એક મોટો અવરોધ છે. શરીર; અશુચિ, અશુચિથી ઉત્પન્ન થયેલું અને અશાશ્વત (અનિત્ય) છે. તેથી એની પ્રત્યે મમત્વ રાખવાનું વસ્તુતઃ કોઈ જ કારણ નથી. પૂ. સાધુભગવંતોને એનો વાસ્તવિક ખ્યાલ હોવાથી તેઓશ્રી નિરંતર; આવા શરીર પ્રત્યે મમત્વ ક્ય વિના મોક્ષની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરે છે. એવા મહાત્માઓ ભાવભિક્ષુ છે. ર૭-૧૬ો. ઉપર જણાવ્યા મુજબ સોળ શ્લોકોથી જે ભાવભિક્ષનું ©©©©©©©©© OD0D0D0DOOOOOOOOO, GGGGGGGG ooooooooooooooooo Page #26 -------------------------------------------------------------------------- ________________ વર્ણન કર્યું છે, તેમને ભાવભિક્ષુ કેમ કહેવાય છે તે જણાવાય स भावभिक्षु र्भेत्तृत्वादागमस्योपयोगतः । भेदनेनोग्रतपसा, भेद्यस्याऽशुभकर्मणः ॥२७-१७॥ આ પૂર્વેના સોળ શ્લોકોથી જે મહાત્માઓનું વર્ણન કરાયું છે તે મહાત્માઓ ભાવભિક્ષુ છે. કારણ કે આગમના ઉપયોગથી, ભેદવાયોગ્ય એવાં અશુભ કમને, ભેટવાના સાધનભૂત ઉગ્રતા વડે તે મહાત્માઓ ભેદી નાંખે છે. - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો શબ્દાર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ તે તે ગુરુપરતંત્ર્યાદિ ગુણોથી યુક્ત મહાત્માઓને જ ભાવભિક્ષુ કહેવાય છે. નામ દ્રવ્ય અને સ્થાપના ભિક્ષુઓથી ભિન્ન એવા ભિક્ષનું ગ્રહણ કરવા માટે “બાવ' પદનું ઉપાદાન છે. “ મિતિ મિક્ષ'-જે ભેદે છે તેને મિક્ષ કહેવાય છે.'-આ “મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિ છે. તે અપેક્ષાએ મિક્ષ પદ અહીં ભાવભિક્ષુને જણાવે છે. કારણ કે નામથી જે ભિક્ષુ છે અને જેઓ કર્મને ભેદતા નથી એવા નામાદિ ભિક્ષુમાં ઉપર જણાવેલો “મિક્ષુ' શબ્દનો અર્થ સખત થતો નથી. આ સંસારમાં એકમાત્ર ભેદવાયોગ્ય આઠ પ્રકારનાં કર્મ છે. ભાવભિક્ષુઓ નિરંતર એ માટે પ્રયત્નશીલ હોય છે. કર્મના ભેદન માટે બાહ્ય અને આત્યંતર : આ બે രതത്തത്തതരത്ത ooooooooooooooooo GQ6OિOOOOOOOOO DOOOOoooooooooooo Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની તપશ્ચર્યા એ સાધન છે. જેના વડે ભેદાય તેને ભેદન(ભેદવા માટેનું અત્યંત ઉપયોગી સાધન) કહેવાય છે. આગમમાં જણાવેલી રીતે તેમાં ઉપયોગ રાખી કઠોર તપ વડે આઠ કર્મોના ભેદક પૂ. સાધુ મહાત્માઓ ભાવભિક્ષુ છે. જો આગમમાં ઉપયોગ ન હોય તો ભિક્ષુને દ્રવ્યભિક્ષુ કહેવાય છે. તેથી ભાવભિક્ષુત્વના નિર્વાહ માટે અહીં આગમના ઉપયોગની વિવક્ષા કરી છે. દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં આ વાત જણાવતાં ફરમાવ્યું છે કે-આગમમાં ઉપયોગવાળા ભિક્ષુ ભત્તા(ભેદક) છે. બાહ્ય અને આત્યંતર તપ ભેદનનું સાધન છે અને આઠ પ્રકારનું કર્મ ભેદવાયોગ્ય છે. અહીં કર્મને ભૂખસ્વરૂપ વર્ણવ્યું છે. ભૂખનું દુ:ખ જેમ અસહ્ય છે, તેમ કર્મનું દુ:ખ પણ ભયંકર છે. સઘળાં ય દુઃખોનું મૂળ કર્મ છે. આ દુઃખમય સંસાર કર્મમૂલક છે. આથી સ્પષ્ટ છે કે આઠ પ્રકારનાં કર્મ સ્વરૂપ સુદ(ભૂખ)ને, બાહ્યાભ્યતર તપ વડે આગમમાં ઉપયોગવાળા પૂ. મહાત્માઓ ભેદે છે તેથી તેઓ ભિક્ષુ છે-આ પ્રમાણે ભિક્ષુની વ્યુત્પત્તિ છે... ઈત્યાદિ સમજી લેવું. ૨૭-૧ળા પ્રકારાતરથી મિક્ષ' શબ્દની વ્યુત્પત્તિ જણાવવા પૂર્વક તેનાં પર્યાયવાચક નામોના નિરૂપણ વડે તેનું સ્વરૂપ વર્ણવાય છે ത്തGത്തരത്തത്ത Goooooooooojojo Joo00000ooodoooooo Page #28 -------------------------------------------------------------------------- ________________ भिक्षामात्रेण वा भिक्षु, र्यतमानो यति र्भवेत् । भवक्षयाद् भवान्तश्च, चरकः संयमं चरन् ॥२७ - १८।। “અથવા માત્ર ભિક્ષાના કારણે ભિક્ષુ કહેવાય છે. યતનાના કારણે યતિ કહેવાય છે. ભવક્ષય થવાથી ભવાંત કહેવાય છે અને સંયમને આચરતા હોવાથી ભિક્ષુને ચરક કહેવાય છે.'' આ પ્રમાણે અઢારમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે સત્તરમા શ્લોકમાં ‘મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. આ શ્લોકમાં શરૂઆતમાં જ બીજી રીતે ‘મિક્ષુ’ શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને તેનું સ્વરૂપ વર્ણવ્યું છે. સર્વ દોષોથી રહિત એવી ભિક્ષાવૃત્તિમાત્રથી પોતાનો નિર્વાહ કરતા હોવાથી પૂ. સાધુભગવંતોને ભિક્ષુ કહેવાય છે. સામાન્ય રીતે દ્રવ્યભિક્ષુકો પણ પોતાનો નિર્વાહ ભિક્ષાવૃત્તિથી કરતા હોય છે. પરંતુ તેઓને કોઈ વાર તે ન મળે તો તે બધા અવસરે પોતાના માટે બનાવેલી, ખરીદેલી અને કાપીને તૈયાર કરેલી ભિક્ષાને ગ્રહણ કરી લેતા હોય છે, તેથી તેઓ વાસ્તવિક રીતે ભિક્ષુ નથી. પરંતુ જેઓ એષણાથી શુદ્ધ, ભિક્ષાના કાળે મળેલી, અચિત્ત અને સર્વ દોષોથી રહિત એવી ભિક્ષાથી પોતાનો નિર્વાહ કરે છે, અર્થાર્ ભિક્ષાથી નિર્વાહ કરવાનો સ્વભાવ જેમનો છે; એવા મહાત્માઓને ભિક્ષુ કહેવાય છે. 6666 OX6 se® Page #29 -------------------------------------------------------------------------- ________________ તેવા તેવા પ્રકારના ગુણોને પ્રાપ્ત કરવા માટે જેઓ સતત પ્રયત્નશીલ છે તેઓ તિ છે. આ પ્રયત્ન પણ ભાવથી હોય છે. સામાન્ય રીતે સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ, તપ, પ્રતિલેખના, પ્રમાર્જના વગેરે જે ગુણો છે તે ગુણોને પ્રાપ્ત કરવા વગેરે માટે; શ્રદ્ધા, સંવેગ અને નિર્વેદાદિથી પૂ. સાધુ મહાત્માઓ પ્રયત્નશીલ હોય છે, તેથી તેઓશ્રીને યતિ કહેવાય છે. આ રીતે સંયમની સાધના કરતાં કરતાં પૂ. સાધુભગવંતો ભવનો ક્ષય કરે છે, તેથી તેઓશ્રીને ભવાંત કહેવાય છે. સત્તર પ્રકારના સંયમને કરતા હોવાથી તેઓશ્રીને ચરક કહેવાય છે. પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે પાંચ આશ્રવ-સ્થાનોથી વિરામ પામવું; પાંચ ઈન્દ્રિયોનો નિરોધ કરવો; ચાર કષાયોનો નિગ્રહ કરવો અને અશુભ મન વચન કાયાના યોગોને દૂર કરવા... ઈત્યાદિ પ્રકારે સત્તર પ્રકારના સંયમનું પાલન કરનારા પૂ. મહાત્માઓને ચરક કહેવાય છે. ।।૨૭-૧૮૫૫ પ્રકારાંતરથી ‘મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિ જણાવાય છે क्षपकः क्षपयन् पापं, तपस्वी च तपः श्रिया । भिक्षुशब्दनिरुक्तस्य, भेदाः खल्वर्थतो मी ॥। २७-१९॥ അഅഅഅഅ ૨૪ അ GJ0j Page #30 -------------------------------------------------------------------------- ________________ “પાપને ખપાવનારા પૂ. સાધુમહાત્મા ક્ષેપક છે અને તપની લક્ષ્મીથી તપસ્વી છે. ‘મિક્ષુ’ શબ્દની વ્યુત્પત્તિથી જણાવેલા અર્થની અપેક્ષાએ આ બધા(યતિ... વગેરે) ભિક્ષુના જ પ્રકારો છે.’’-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે જેઓ પાપને ખપાવે છે અર્થાર્ નિરંતર પાપકર્મનો જેઓ ક્ષય કરે છે તેઓશ્રીને ક્ષપક કહેવાય છે અને તપસ્વરૂપ લક્ષ્મીને કારણે પૂ. સાધુ ભગવંતોને તપસ્વી કહેવાય છે. બાર પ્રકારનો તપ તેઓશ્રીનું ધન છે. ભિક્ષુ, યતિ, ભવાંત, ચરક, ક્ષેપક અને તપસ્વી : આ બધા, ‘મિક્ષુ’ શબ્દના વ્યુત્પત્યર્થ સાધુને આશ્રયીને તે અર્થના પ્રકાર છે. કારણ કે સાધુમાં એ બધા અર્થો સત છે. સાધુ હોય અને અર્થ ન હોય એવું બનતું નથી. તેથી તે બધા સાર્થના વ્યભિચારી નથી. અર્થાર્ ભિક્ષુત્વાદિના અભાવવમાં સાધુત્વ મનાતું નથી... ઈત્યાદિ બરાબર સમજી લેવું. એ વાતને જણાવતાં નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ શ્રી દશવૈકાલિક સૂત્રની ‘ભિક્ષુ’શબ્દની નિર્યુક્તિના નિરૂપણના અવસરે ફરમાવ્યું છે કે-‘કર્મક્ષુધાને ભેદતા હોય તે ભિક્ષુ થાય છે. યતના(પ્રયત્નવિશેષ) કરતા હોય તે યતિ થાય છે. સંયમને આચરતા હોય છે તે ચરક બને છે. તેમ જ જે ભવનો અંત કરે છે તે ભવાંત છે. જે അ idioillollo ૨૫ 66066060606) colligio Page #31 -------------------------------------------------------------------------- ________________ કારણથી પોતાનો નિર્વાહ ભિક્ષામાત્રથી કરે છે, તે કારણે તેઓ ભિક્ષુ છે. કર્મને ખપાવે છે માટે ક્ષેપક છે અને સંયમપ્રધાન તપમાં વસે છે તેથી તપસ્વી છે. આ બધા પણ ભિક્ષુનાં(ભાવભિક્ષુનાં) પર્યાયવાચક નામો છે. ૫૨૭-૧૯૬૫ વ્યુત્પત્તિને આશ્રયીને ભિક્ષુનાં પર્યાયવાચક નામોનું નિરૂપણ કર્યું. હવે બીજી રીતે તેનાં પર્યાયવાચક નામો જણાવાય છે– तीर्णस्तायी व्रती द्रव्यं, क्षान्तो दान्तो मुनि र्यतिः । ૠતુ: પ્રજ્ઞાપજો મિક્ષુ, વિદ્વાન્ વિત-તાપસૌ ।।૨૭-૨૦ના ‘‘તીર્ણ તાચી, વ્રતી, દ્રવ્ય, ક્ષાંત, દાંત, મુનિ, યતિ, ઋજુ, પ્રજ્ઞાપક, ભિક્ષુ, વિદ્વાન, વિરત અને તાપસઆ, સાધુભગવંતનાં નામો છે.''-આ પ્રમાણે વીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. તેનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે પૂ. સાધુભગવંતને તીર્ણ કહેવાય છે. કારણ કે વિશુદ્ધ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રની પ્રાપ્તિ થયેલી હોવાથી ભવસાગરને તરી ગયેલા જેવા છે. નજીકના કાળમાં જ તેઓશ્રી ભવસમુદ્રને તરી જવાના હોવાથી તરી ગયેલા જેવા જ છે. આથી તેઓશ્રીનું તીર્ણ આ પ્રમાણે નામ છે. അ അ ૨૬ oooooooo....OOD Page #32 -------------------------------------------------------------------------- ________________ સારી રીતે (વાસ્તવિક રીતે) જોયેલા માર્ગના કથનને તાય કહેવાય છે અને તેવા કથનને કરનારાને તાયી કહેવાય છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને સારી રીતે જાણીને તેની દેશના દ્વારા પોતાના શિષ્ય પરિવારનું જે પાલન કરે છે એવા પૂ. સાધુભગવંતોનું તાયી એવું નામ છે. હિંસા અસત્ય વગેરેથી સર્વથા વિરામ પામેલા હોવાથી તેઓશ્રીનું વ્રતી એવું નામ છે. રાગદ્વેષાદિથી રહિત હોવાથી જ્ઞાનાદિ ગુણોના તેઓશ્રી આશ્રય બને છે. તેથી પૂ. સાધુમહાત્માઓને દ્રવ્ય કહેવાય છે. ક્ષમાને કરે છે તેથી તેઓશ્રી શાન્ત છે. ઈન્દ્રિયોનું દમન કરે છે તેથી તેઓશ્રીને દાન્ત કહેવાય છે. શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલી જગતની ત્રણેય કાળની અવસ્થાને માને છે તેથી તેઓશ્રીને મુનિ કહેવાય છે. ગૃહસ્થાશ્રમાદિની અપેક્ષાએ પૂ. સાધુભગવંતો, ઉત્તમ આશ્રમ (અવસ્થા)વાળા છે અથવા મોક્ષમાર્ગની આરાધનામાં પ્રયત્નશીલ હોવાથી યતિ છે. માયાથી રહિત હોવાથી ઋજુ છે. મોક્ષમાર્ગના પ્રરૂપક હોવાથી પ્રજ્ઞાપક છે. પૂર્વે જણાવ્યા મુજબ તેઓશ્રી ભિક્ષુ છે. વિદ્વાન એટલે કે તેઓ પંડિત છે. સામાન્ય રીતે લોકમાં પંડિત' પદનો અર્થ પ્રસિદ્ધ છે. જેઓ વિદ્યા કે ઐશ્વર્ય સ્વરૂપ મોટા અર્થને પામીને ગર્વને ધારણ ક્યાં વિના વસ્તુતત્ત્વનો વિચાર કરે છે, તેમને પંડિત કહેવાય છે.... ઈત્યાદિ અનેક રીતે લોકમાં 6666666666666666666666% ©©©©©) OOooooooooooooooo DOOOOoooooooooooo Page #33 -------------------------------------------------------------------------- ________________ પંડિતનું સ્વરૂપ વર્ણવ્યું છે. અહીં તો પૂ. સાધુભગવંતને પંડિત તરીકે વર્ણવ્યા છે. જેઓ પરમપદના વાસ્તવિક જ્ઞાતા છે; તેઓશ્રી પંડિત છે. તેઓશ્રીને વિરત અને તાપસ કહેવાય છે. શબ્દાદિ વિષયસુખથી નિવૃત્ત હોવાથી તેઓશ્રીને વિરત કહેવાય છે. પ્રાણાતિપાતાદિ આશ્રવોથી વિરામ પામેલા હોવાથી તેઓશ્રી સર્વથા વિરત છે. વિષયસુખની અનિવૃત્તિને લઈને પ્રાણાતિપાતાદિ આશ્રવોની પ્રવૃત્તિ છે. વિષયસુખની નિવૃત્તિથી પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવોથી સર્વથા વિરતિ શક્ય બને છે. પૂ. સાધુમહાત્માઓ તપપ્રધાન જીવન જીવતા હોવાથી તાપસ સ્વરૂપે ઓળખાય છે. આ રીતે પૂ. સાધુમહાત્માઓ આ શ્લોકથી વર્ણવેલાં ચૌદ નામોથી વર્ણવાય છે. ર૭-૨ના પૂ. સાધુભગવંતોનાં પર્યાયવાચી નામો જ જણાવાય बुद्धः प्रव्रजितो मुक्तोऽनगारश्चरकस्तथा । पाखण्डी ब्राह्मणश्चैव, परिव्राजकसंयतौ ॥२७-२१॥ બુદ્ધ, પ્રવ્રજિત, મુક્ત, અનગાર, ચરક, પાખંડી, બ્રાહ્મણ, પરિવ્રાજક તથા સંયત-આ પૂ. સાધુભગવંતોનાં પર્યાયવાચક નામો છે.”-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂ. સાધુભગવંતોએ 66666666666 00000000000000000 തരതരതത്തരത്ത 00000000000000000 Page #34 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ જાણી લીધું હોવાથી તેઓ બુદ્ધ છે. પાપથી સારી રીતે સર્વથા નીકળી ગયા હોવાથી તેઓશ્રી પ્રવૃજિત છે, લોભથી રહિત હોવાથી મુક્ત છે, દ્રવ્ય અને ભાવ અગારથી રહિત હોવાથી અનગાર છે. પૂર્વે જણાવ્યા મુજબ સંયમને આચરનારા હોવાથી તેઓશ્રીને ચરક કહેવાય છે. કર્માદિ બંધનથી દૂર થયેલા હોવાથી તેઓશ્રીને પાખંડી (પાખંડી) કહેવાય છે. સુવિશુદ્ધ બ્રહ્મચારી હોવાથી બ્રાહ્મણ, સર્વથા પાપનું પરિવર્જન કરનારા હોવાથી પરિવ્રાજક અને સંયમી હોવાથી સંયતસ્વરૂપે પૂ. સાધુભગવંતો ઓળખાય છે. અર્થા તેઓશ્રીના આ શ્લોકમાં જણાવ્યા મુજબના બુદ્ધ, પ્રવૃતિ વગેરે બીજાં નવ નામો છે. તે તે નામથી જણાવેલા તે તે ગુણોની મુખ્યતાએ પૂ. સાધુભગવંતોનું વિશિષ્ટ સ્વરૂપ સ્પષ્ટપણે સમજાય છે. ૨૭-૨૧ાા. પૂ. સાધુ મહાત્માઓનાં બીજાં પણ પર્યાયવાચક નામો જણાવાય છે साधुळूक्षश्च तीरार्थी, निग्रंथः श्रमणस्तथा । इत्यादीन्यभिधानानि, गुणभाजां महात्मनाम् ॥२७-२२॥ “સાધુ, સૂક્ષ, તીરાર્થી, નિગ્રંથ અને શ્રમણ.... ઈત્યાદિ ગુણવાન મહાત્માઓનાં નામો છે.” આ પ્રમાણે തരംതരംതരം തരംതരതരത് 0000000000000000000000000000000000 Page #35 -------------------------------------------------------------------------- ________________ બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે પૂર્વે જણાવેલા તે તે ગુણોના ભાજન એવા મહાત્માઓ, નિર્વાણ(મોક્ષ)ના સાધક ત્રણ ગુપ્તિ, ઈન્દ્રિયોનો નિગ્રહ અને સ્વાધ્યાયાદિ યોગોની સાધના કરતા હોવાથી સાધુ છે. તેઓશ્રીને માતા પિતા ભાઈ બહેન આદિ સ્વજનો વગેરેમાં સ્નેહ ન હોવાથી ઋક્ષ-લૂક્ષ કહેવાય છે. ભવસાગરના સામે કાંઠે પહોંચવાની ઉત્કટ ઈચ્છા હોવાથી તે મહાત્માઓ તીરાર્થી છે. નવ પ્રકારના બાહ્ય પરિગ્રહથી અને ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહથી સર્વથા રહિત હોવાથી પૂ. સાધુભગવંતો નિગ્રંથ છે. તેમ જ તેઓશ્રીમાં શ્રામણ્ય હોવાથી તેઓ શ્રમણ છે. સાધુ, લૂક્ષ, તીરાર્થી આદિ અહીં વર્ણવેલાં અઠ્ઠાવીસ નામો ગુણોથી યુક્ત એવા ભાવસાધુનાં છે. એ બધાં નામો શ્રી દશવૈકાલિક સૂત્રના દશમા અધ્યયનની નિયુક્તિમાં વર્ણવ્યાં છે. ‘તીર્ણ તાચી દ્રવ્ય વ્રતી ક્ષાન્ત દાન્ત વિરત મુનિ તાપસ પ્રજ્ઞાપક ઋજુ ભિક્ષુ બુદ્ધ અતિ વિદ્વાન પ્રવ્રુજિત અણગાર પાખંડી ચરક બ્રાહ્મણ પરિવ્રાજક શ્રમણ નિગ્રંથ સંયત મુક્ત સાધુ ઋક્ષ અને તીરાર્થી... ઈત્યાદિ નામો તપ અને સંયમમાં લીન એવા ભાવસાધુનાં છે. એ બધાનો અર્થ ઉપર જણાવ્યો છે જ. ૨૭-૨ા 666 Jillo അ joooooo! അത്ത ૩૦ pollllllll Page #36 -------------------------------------------------------------------------- ________________ ભાવભિક્ષુનાં લિવું જણાવાય છેसंवेगो विषयत्यागः, सुशीलानां च सङ्गतिः । ज्ञानदर्शनचारित्राऽऽराधना विनयस्तपः ॥२७-२३॥ “સંવેગ, વિષયત્યાગ, સુશીલની સતિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, આરાધના, વિનય અને તપ-(આ બધાં ભાવભિક્ષુનાં લિો છે.)'-આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે ભાવભિક્ષુનાં અઠ્ઠાવીસ નામોને આશ્રયીને ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. એ સ્વરૂપને જાણવા માટેના સાધનભૂત કેટલાંક લિકો(લક્ષણો) હવે જણાવાય છે. એ લિડોના પરિજ્ઞાનથી ભિક્ષુનું ઉપર જણાવ્યા મુજબનું સ્વરૂપ જાણી શકાય છે. આ શ્લોકમાં શિક્ષો ર્સિફર્નયન-'આ ચોવીસમા શ્લોકમાંના પદનો સંબંધ છે, જેનો અર્થ ઉપર જણાવ્યો છે. મોક્ષસુખની અભિલાષા(તીવ્ર ઈચ્છા)ને સંવેગ કહેવાય છે. ઉપલક્ષણથી અહીં નિર્વેદનું પણ ગ્રહણ કરવું. ભોગસુખના સાધનભૂત વિષયોના પરિવારને વિષયત્યાગ કહેવાય છે. સાધુમહાત્માઓની સતિને સુશીલ-સતિ કહેવાય છે. યથાસ્થિત પદાર્થના પરિચ્છેદનને જ્ઞાન કહેવાય છે. નિર્સગથી અથવા અધિગમથી ઉત્પન્ન થયેલું : એ રીતે સમ્યગ્દર્શન બે પ્રકારનું છે. અથવા પથમિક લાયોપથમિક સાયિક આદિ ભેદોની વિવક્ષાથી સમ્યગ્દર્શન 666666666 OD0D0D0D0D0D0D0D0 തരതത്തര തത്ത രത 00000000000000000 Page #37 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારનું વગેરે પ્રસિદ્ધ છે. સામાયિક છેદ્દોપસ્થાપનીય... વગેરે પાંચ પ્રકારનું ચારિત્ર પણ પ્રસિદ્ધ છે. મરણકાળની નિર્યામણા સ્વરૂપ આરાધના અહીં ‘આરાધના’પદથી વિવક્ષિત છે. જ્ઞાનાદિસંબંધી ઉપચાર સ્વરૂપ વિનય અનેક પ્રકારનો છે. આત્મા ઉપર લાગેલાં આઠ પ્રકારનાં કર્મોને જે વિશેષે કરીને દૂર કરે છે તેને વિનય કહેવાય છે. શક્તિને ગોપવ્યા વિના અનશનાદિના આસેવનને તપ કહેવાય છે. બાર પ્રકારનો તપ ખૂબ જ પ્રસિદ્ધ છે. ૨૭-૨૩ા ભાવભિક્ષુનાં બીજા લિટ્ટો જણાવાય છેक्षान्तिर्मार्दवमृजुता, तितिक्षा मुक्त्यदीनते । आवश्यकविशुद्धिश्च भिक्षो लिङ्गान्यकीर्त्तयन् ॥२७ - २४॥ ‘‘ક્ષમા માર્દવ ઋજુતા તિતિક્ષા મુક્તિ અદીનતા અને આવશ્યકશુદ્ધિ : આ બધાં ભાવભિક્ષુનાં લિગ્નો છે.’’આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે આક્રોશ તેમ જ વધ વગેરે પ્રસંગે ક્રોધનો ત્યાગ કરવો : એ ક્ષમા છે. ઉત્તમ જાતિ, કુળ કે બળ વગેરે પ્રાપ્ત થવા છતાં માનનો ત્યાગ કરવો : તે માર્દવ (મૃદુતા) છે. સામી વ્યક્તિ ગમે તેટલી માયા કરે તોપણ માયા ન કરવી તે ઋજુતા છે. ક્ષુધા, അ ૩૨ അ ©ollo જી ooooooo ̄ ̄ ̄ ̄ ̄ ̄.000 Page #38 -------------------------------------------------------------------------- ________________ તૃષ્ણા અને શીતાદિ પરીષહોના પ્રસંગે જે સહિષ્ણુતા હોય છે, તેને તિતિક્ષા કહેવાય છે. ધર્મના ઉપકરણમાં પણ મૂર્છા(મમત્વ)નો જે અભાવ છે, તેને મુક્તિ કહેવાય છે. આહાર, પાણી વગેરે ન મળે તોપણ વિકલતાનો ત્યાગ કરવો અર્થાર્ ગૃહસ્થની હીલના વગેરે ન કરવી તેને અદીનતા કહેવાય છે અને અવશ્યકરણીય એવા પ્રતિલેખના પ્રતિક્રમણ અને સ્વાધ્યાયાદિમાં અતિચારાદિનો ત્યાગ કરવા સ્વરૂપ આવશ્યકવિશુદ્ધિ છે. આ રીતે ઉપર જણાવેલા ક્ષાન્તિ, માર્દવ, ઋજુતા, તિતિક્ષા, મુક્તિ, અદીનતા અને આવશ્યકવિશુદ્ધિ : આ સાત, તેમ જ આ પૂર્વે જણાવેલાં સંવેગાદિ નવ ભાવભિક્ષુનાં લિગ્નો છે-આ પ્રમાણે ગૌતમસ્વામી આદિ મહર્ષિઓએ જણાવ્યું છે. આ વાતનું નિરૂપણ કરતાં શ્રી દશવૈકાલિક સૂત્રના દશમા અધ્યયનની નિર્યુક્તિમાં જણાવ્યું છે કેસંવેગ, નિર્વેદ, વિષયત્યાગ, સુશીલનો સંસર્ગ, આરાધના (અંતિમ સમયની આરાધના), તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, ક્ષાન્તિ, મૃદુતા, ઋજુતા, વિમુક્તતા, અદીનતા, તિતિક્ષા અને આવશ્યકની વિશુદ્ધિ : આ ભાવભિક્ષુનાં લિકો છે. ૨૭-૨૪૫ അ ભાવભિક્ષુનાં સંવેગાદિ લિઙ્ગોના અસ્તિત્વમાં અને બિ66) JUD 666 idioelled ૩૩ elec હિિ Page #39 -------------------------------------------------------------------------- ________________ અભાવમાં અનુક્રમે ભિક્ષુત્વ અને તેનો અભાવ હોય છે, આ વાત દષ્ટાંતપૂર્વક જણાવાય છેएतद्गुणान्वितो भिक्षु, न भिन्नस्तु विपर्ययात् । स्वर्णं कषादिशुद्धं चेद्, युक्तिस्वर्णं न तत्पुनः ॥२७-२५॥ સંવેગ, નિર્વેદ વગેરે ગુણોથી જે યુક્ત હોય તે ભિક્ષુ છે. તેનાથી અન્ય (તાદશ ગુણોથી રહિત) તો ભિક્ષુ નથી. કારણ કે ત્યાં સંવેગાદિ ગુણોનો અભાવ છે. કષ, છેદ અને તાપ વગેરેથી શુદ્ધ હોય તો તે સુવર્ણ સુવર્ણ છે. બનાવટી સુવર્ણ સુવર્ણ નથી.” આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે વર્ણવેલા સંવેગાદિ સકલ ગુણોથી યુક્ત ભિક્ષુ જ ભિક્ષુ છે. પરંતુ તે ગુણોથી રહિત હોવાથી બીજા ભિક્ષુ વાસ્તવિક રીતે ભિક્ષુ નથી. કારણ કે કષ, છેદ અને તાપ વગેરેથી શુદ્ધ અર્થાદ્ સોનાના ગુણોથી યુક્ત એવું સોનું જ વાસ્તવિક સોનું છે. સુવર્ણના ગુણોથી રહિત એવા સુવર્ણને કોઈ સોનું માનતું નથી. સામાન્ય રીતે સોનાના આઠ ગુણો પ્રસિદ્ધ છે. વિષનો ઘાત કરે; વીર્યનું સ્તંભન કરે (રસાયણ); મંગળ કરે; પોતાની ઈચ્છા મુજબ કટક વીંટી વગેરે આભૂષણ પ્રાપ્ત કરાવે (વિનીત-ધાર્યા ઘાટ આપી શકાય), તપાવતાં પ્રદક્ષિણાકારે વર્તે (ફરે), સારથી યુક્ત (ગુરુ), અગ્નિથી ન 666666666 ODODODOD0D0D0DODO ത്തരതരതത്തരത്ത 00000000000000000 Page #40 -------------------------------------------------------------------------- ________________ બળનારું (અદાહ્ય), કોહવાઈ ન જાય-આ આઠ ગુણો સોનાના છે. તે ગુણથી યુક્ત સુવર્ણ જ, સુવર્ણ છે. તેવી રીતે પૂ. સાધુભગવંતો પણ આઠ ગુણોથી યુક્ત હોય છે. તેઓશ્રી મોહના વિષને હરે છે; ધર્મરસાયણસ્વરૂપ છે; મંગળ કરે છે; વિનયવંત છે; મોક્ષ માટે ફરતા રહે છે; ગુરુ(મહાન) છે; ક્રોધાદિ કષાયાગ્નિથી બળતા નથી અને વિષયથી કોહવાઈ જતા નથી કારણ કે સદા શીલસંપન્ન છે. પીત વર્ણાદિની સમાનતા હોવા છતાં વિષઘાતાદિ ગુણો ન હોવાથી યુક્તિસુવર્ણને (બનાવટી સુવર્ણને) સુવર્ણ માનતા નથી. આવી જ રીતે અહીં પણ જેમાં સંવેગાદિ ગુણો નથી એવા ભિક્ષુને; વેષાદિનું સામ્ય હોવા છતાં ભાવભિક્ષુ કહેવામાં આવતા નથી... ઈત્યાદિ સમજી શકાય છે. વેષાદિની સમાનતા હોવા છતાં ગુણોથી રહિત એવા ભિક્ષુઓ, દ્રવ્યભિક્ષુઓ છે; જે ભાવભિક્ષુના કાર્યને કરતા નથી. ।।૨૭-૨૫।। દ્રવ્યભિક્ષુમાં વેષાદિનું સામ્ય હોવા છતાં તેને ભિક્ષુ નહિ માનવાનું કારણ જણાવાય છે षट्कायभिद् गृहं कुर्याद्, भुञ्जीतौदेशिकं च यः । પિવેન્દ્રત્યક્ષમળાનું, સ યં મિક્ષુરુતે ? ।।૨૭-રા “જે છ જીવનિકાયની વિરાધના કરે છે, પોતાના ગિનિ ૩૫ 6666066666 0.0.0.0.0.0.0000 666 'Decolololl Page #41 -------------------------------------------------------------------------- ________________ માટે બનાવેલા આહારદિને વાપરે છે અને પ્રગટ રીતે કાચું પાણી વાપરે છે તેને ભાવભિક્ષુ કઈ રીતે મનાય ?”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સંવેગાદિ ગુણોથી યુક્ત ન હોવા છતાં દ્રવ્યભિક્ષુઓએ ભિક્ષુનો વેષ ધારણ કર્યો છે, તેઓ ભિક્ષા માટે જાય છે અને વિહારાદિ પણ કરે છે. લોકો પણ તેમને સાધુ માનીને વંદનાદિ કરે છે તો તેમને ભિક્ષુ માનવા જોઈએ ને ? આવી શાનું સમાધાન કરવા માટે આ શ્લોથી દ્રવ્યભિક્ષુમાં જે દોષો છે, તે જણાવાય છે. અર્થાત્ વ્યતિરેકને આશ્રયીને ભાવભિક્ષુના ગુણો જણાવાય છે. જે ઓ ગમે ત્યારે ગમે ત્યાં પૃથ્વીકાયાદિ શકાયજીવોની વિરાધના કરે છે, નિર્દોષ એવાં ઊતરવા માટે સ્થાન મળતા હોવા છતાં મમત્વના કારણે પોતાના ઉપાશ્રયો બનાવે છે અથવા ભાડેથી મકાન રાખે છે અને ત્યાં ઊતરે છે. તેમ જ દ્રવ્ય ક્ષેત્ર કાળ કે ભાવનું પુષ્ટ આલંબન ન હોય તો પણ પોતાને ઉદ્દેશીને બનાવેલાં આહાર, પાન... વગેરે વાપરે છે. નજરે દેખાય છે કે આ અપ્લાય (સચિત્ત પાણી) છે, તોપણ એ પાણી વાપરે છે. વિના આલંબને (દ્રવ્યાદિ આલંબને) આ રીતે જેઓ અષ્કાય પીએ છે તેને ભાવભિક્ષુ કઈ રીતે કહેવાય ? અર્થાદ્દ કોઈ પણ રીતે તેને ભાવભિક્ષુ ન કહેવાય. શ્રી દશવૈકાલિક સૂત્રની નિયુક્તિમાં આ વિષયમાં ફરમાવ્યું છે કે Oo oo GOGO Page #42 -------------------------------------------------------------------------- ________________ જેઓ સાધુને ઉદ્દેશીને બનાવેલી ગોચરી વગેરેનો ઉપયોગ કરે છે, છજવનિકાયની વિરાધના કરે છે, પોતાની માલિકીનાં ઘર રાખે છે અને પ્રત્યક્ષ રીતે કાચું પાણી વાપરે છે, એને ભાવભિક્ષુ કઈ રીતે કહેવાય ? અર્થા ન જ કહેવાય... ઈત્યાદિ સ્પષ્ટ છે. ર૭-૨ દા. દ્રવ્યભિક્ષુઓનું સ્વરૂપ જણાવવા સાથે તેમના પ્રકાર જણાવાય છે गृहिणोऽपि सदारम्भा, याचमाना ऋजु जनम् । दीनाऽन्धकृपणा ये च, ते खलु द्रव्यभिक्षवः ॥२७-२७॥ “સદા આરંભને કરનારા ગૃહસ્થો પણ, જેઓ સરળ માણસની પાસે યાચના કરે છે તેઓ અને દીન અંધ તથા કૃપણો ખરેખર જ દ્રવ્યભિક્ષુઓ છે.”-આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે જે માંગે છે, તેને ભિક્ષુ કહેવાય છે. આ પૂર્વે ભાવભિક્ષુનું નિરૂપણ કર્યું છે. હવે દ્રવ્યભિક્ષુનું નિરૂપણ કરાય છે. ભાવભિક્ષુનું કારણ બનવાનું ન હોય, તેમ જ બન્યું પણ ન હોય એવા અપ્રધાન દ્રવ્યભિક્ષુનું અહીં વર્ણન કર્યું છે. જેઓ કાયમ માટે છજવનિકાયની વિરાધનાને કરે છે અને સરળ એવા જીવોની પાસે યાચના કરે છે, તેઓ രതരതരതരതരതരതരതം, ശ രത്ത GGGGGO Ooooooooooooooooo 0000000000ooooooo Page #43 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યભિક્ષુ છે. તેમ જ જેઓ ગરીબ છે, આંધળા છે અને કૃપણ વગેરે છે કે જેઓ પોતાના માટે કામ કરવા સમર્થ નથી, તેથી પોતાનો નિર્વાહ ભિક્ષાથી કરે છે. આવા ભિક્ષુકો પણ દ્રવ્યભિક્ષુઓ છે... ઈત્યાદિ અન્યત્રથી સમજી લેવું જોઈએ. ભાવથી શૂન્ય છે અને માત્ર ભિક્ષાથી જીવે છે તેથી તેમને ક્રિયાને આશ્રયીને ભિક્ષુ કહેવાય છે અને ભાવથી રહિત હોવાથી તે દ્રવ્ય છે... ઈત્યાદિ યાદ રાખવું. ભાવનો ઉપચાર પણ ન હોવાથી અપારમાર્થિક-અપ્રધાન દ્રવ્ય છે. ૨૭-૨ા ભિક્ષુના લિ (વેષાદિ)ને આશ્રયીને અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે सस्थावरहन्तारो, नित्यमब्रह्मचारिणः । मिथ्यादृशः सञ्चयिनस्तथा सचित्तभोजिनः || २७ - २८।। શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે જે લોકો સદાને માટે ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરતા હોય છે, બ્રહ્મચર્યનું પાલન કરતા નથી, મિથ્યાદષ્ટિ છે, માંગી માંગીને પરિગ્રહ ભેગો કરે છે અને સચિત્ત વાપરે છે, તેઓ દ્રવ્યભિક્ષુ છે. ગૃહવાસનો ત્યાગ કરવા છતાં વાસ્તવિક રીતે તેઓ ભિક્ષુઓ નથી. જેઓ સર્વથા હિંસાદિ അത്ത lililli© Page #44 -------------------------------------------------------------------------- ________________ પાપવ્યાપારથી વિરામ પામેલા છે તેઓ જ ખરી રીતે ભિક્ષુ છે, બીજા ભિક્ષુ નથી.. ઈત્યાદિ સ્પષ્ટ છે. ૨૭-૨૮ાા Il૨૭-૨૦ અપ્રધાનભિક્ષુનું જ સ્વરૂપ વર્ણવાય છેविशुद्धतपसोऽभावादज्ञानध्वस्तशक्तयः । त्रिधा पापेषु निरता, हन्त त्यक्तगृहा अपि ॥२७-२९॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય સમજી શકાય છે કે જેઓ વિશુદ્ધ એવા તપને આચરતા નથી, તેઓ દ્રવ્યભિક્ષુ છે. જ્ઞાનપૂર્વકનો તપ વિશુદ્ધ હોય છે. અજ્ઞાનમૂલક તપ અશુદ્ધ હોય છે. અજ્ઞાનની બહુલતાના કારણે જેમની સકલ શક્તિઓ નષ્ટ થયેલી છે એવા દ્રવ્યભિક્ષુઓ ગૃહના ત્યાગી હોવા છતાં મનથી વચનથી અને કાયાથી પાપને આચરનારા હોય છે. કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના તેઓ કાયમ માટે પાપની પ્રવૃત્તિમાં લીન(નિરત) હોય છે. આવાં બધાં લક્ષણોને લઈને ન તો તેઓ ગૃહસ્થ છે અને ન તો તેઓ ભિક્ષુ છે. વિચિત્ર દશાને તેઓ પામેલા છે... ઈત્યાદિ અન્ય ગ્રંથોથી વિચારવું જોઈએ. પોતપોતાના ગ્રંથો મુજબ પણ તેઓ ભિક્ષુસ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી. મહામુસીબતે પ્રાપ્ત થયેલી ધર્મની સામગ્રીને ©©©©©©©©©©©©©©©©©©©) Page #45 -------------------------------------------------------------------------- ________________ તેઓ હારી રહ્યા છે. અર૭-૨૯ પૂર્વે જણાવેલી વ્યુત્પત્તિને આશ્રયીને અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે वर्धकिर्द्रव्यतो भिक्षुरुच्यते दारुभेदनात् । द्रव्यभिक्षणशीलत्वाद्, ब्राह्मणादिश्च विश्रुतः ॥२७-३०॥ કાષ્ઠ ભેદવાના કારણે સુથારને, દ્રવ્યને આશ્રયીને ભિક્ષુ કહેવાય છે. તેમ જ દ્રવ્યની અપેક્ષાએ ભિક્ષા માંગવાના સ્વભાવવાળા બ્રાહ્મણ વગેરે દ્રવ્યભિક્ષુ તરીકે પ્રસિદ્ધ છે.”-આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવીને દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ વર્ણવવાનું શરૂ કર્યું છે. દ્રવ્યભિક્ષુના અપ્રધાન અને પ્રધાન એમ બે પ્રકાર છે. અપ્રધાન દ્રવ્યભિક્ષુના પણ લૌકિક અને લોકોત્તર-એમ બે પ્રકાર છે. લૌકિક અપ્રધાન દ્રવ્યભિક્ષુનું જ અહીં નિરૂપણ છે. પૂર્વે “મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિ વર્ણવતાં જણાવ્યું હતું કે જે ભેદન કરે તેને ભિક્ષુ કહેવાય છે. એ વ્યુત્પત્તિને આશ્રયીને લાકડાને ભેદનાર સુથારને અહીં દ્રવ્યભિક્ષુ તરીકે વર્ણવ્યો છે. કર્મનું ભેદન કરનારા સાધુભગવંતો તો 666666666666666666 00000000ooooooooo bodo popododopodojo Page #46 -------------------------------------------------------------------------- ________________ ભાવભિક્ષુઓ છે. આવી જ રીતે જેઓ ભિક્ષા માંગવાના સ્વભાવવાળા છે તેને ભિક્ષુ કહેવાય છે.'-આ પ્રમાણે પૂર્વે જણાવ્યું હતું. એ મુજબ બ્રાહ્મણ વગેરે પણ દ્રવ્યભિક્ષા ગ્રહણ કરતા હોવાથી તેઓને પણ દ્રવ્યભિક્ષુ કહેવાય છે. ભાવભિક્ષા (સર્વસમ્પત્કરી-મોક્ષસાધક ભિક્ષા) તો પૂ. સાધુભગવંતો ગ્રહણ કરતા હોવાથી તેઓશ્રીને ભાવભિક્ષુ તરીકે વર્ણવાય છે. બ્રાહ્મણાદિ દ્રવ્યભિક્ષુક તરીકે લોમાં પ્રસિદ્ધ છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ર૭-૩૦ના હવે પ્રધાનદ્રવ્યભિક્ષુનું વર્ણન કરાય છેप्रधानद्रव्यभिक्षुश्च, शुद्धः संविग्नपाक्षिकः । सम्पूर्य प्रतिमां दीक्षां, गृही यो वा ग्रहीष्यति ॥२७-३१॥ શુદ્ધ એવા સંવિગ્નપાક્ષિક આત્માઓ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે. અથવા શ્રાવકની અગિયારમી પ્રતિમાનું વહન કરીને જે ભવિષ્યમાં દીક્ષાને ગ્રહણ કરવાના છે તે શ્રાવક પ્રધાન દ્રવ્યભિક્ષુ છે.'-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે જે વર્તમાનમાં ભાવથી રહિત હોય છે પરંતુ અતીતકાળમાં જેણે ભાવનો અનુભવ કર્યો છે, અથવા ભવિષ્યમાં જે ભાવનો અનુભવ કરવાના છે તે ભાવના કારણને પ્રધાન દ્રવ્ય કહેવાય છે. ംതരംതരംതരം, മതം , Page #47 -------------------------------------------------------------------------- ________________ સંવિગ્નપાક્ષિક આત્માઓએ ભૂતકાળમાં ભિક્ષુત્વનો (ભિલુભાવનો) અનુભવ કરી લીધો છે અને વર્તમાનમાં સદાનારસ્લિપણાનો અભાવ હોવાથી તેઓ ભાવથી (ભિક્ષુત્વથી) રહિત છે. તેથી તેઓશ્રીને પ્રધાન (ભાવનું કારણ) દ્રવ્યભિક્ષુ કહેવાય છે. સંવિગ્નોનો જ પક્ષ કરનારા એ મહાત્માઓની શુદ્ધપ્રરૂપણા, માર્ગરક્ષા અને વિધિમાર્ગની સ્થાપના માટેની તત્પરતા.. ઈત્યાદિ ગુણોને લઈને તેઓ શુદ્ધ છે. આવા શુદ્ધ સંવિગ્નપાક્ષિક મહાત્માઓને ભૂતપૂર્વતદુપરાર:- આ ન્યાયે દ્રવ્યભિક્ષુ (પ્રધાનદ્રવ્યભિક્ષુ) કહેવાય છે. કારણ કે ભૂતપૂર્વ અવસ્થા ઉપચારથી વર્તમાનમાં પણ મનાય છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. સ્થાપનામાં ભાવનો આરોપ હોય છે અને દ્રવ્યમાં ભાવનો ઉપચાર હોય છે. આરોપ અને ઉપચારમાં જે ફરક છે તે સમજીને નિક્ષેપાની સમજણ મેળવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. આવી જ રીતે શ્રાવકોની પ્રતિમા(અભિગ્રહવિશેષ)ઓનું વહન કરીને જે શ્રાવક નજીકમાં જ દીક્ષા ગ્રહણ કરવાના છે તે પ્રધાન દ્રવ્યભિક્ષુ છે. ભાવથી રહિત હોવાથી દ્રવ્ય છે. પરંતુ ભાવનું(ભાવભિક્ષુનું) કારણ બનવાનું હોવાથી તે પ્રધાન દ્રવ્ય છે. પરિ ભૂતકુત્તિ:આ ન્યાયથી ભવિષ્યમાં પ્રાપ્ત થનારા ભિક્ષુત્વનો અહીં ઉપચાર કરાય છે. કારણ કે ભવિષ્યદવસ્થાનો ભૂતની જેમ DOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO Page #48 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં ઉપચાર કરાય છે... ઈત્યાદિ સમજી શકાય છે. ૫૨૭-૩૧૦૫ પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે केचिदुक्ता अनन्तेषु, भावभिक्षो गुणाः पुनः । માવ્યમાના ગમી સભ્ય, પરમાનન્દ્રસમ્પરે ર૭-૩રા શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાવભિક્ષુના અનંતા ગુણો છે, જેનું વર્ણન જ શક્ય નથી. તેથી તેમાંના કેટલાક ગુણો આ બત્રીશીમાં વર્ણવ્યા છે. તે આ ગુણોનું સારી રીતે પરિભાવન કરવાથી પરમાનંદ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ રત્નત્રયીની આરાધના કરતાં કરતાં ભાવભિક્ષુ ઘણાં ઘણાં કર્મની નિર્જરા કરે છે. આત્માના ગુણોના આવરણભૂત કર્મની આ રીતે નિર્જરા થવાથી તે તે ગુણોનો આવિર્ભાવ થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રામ કરવા માટે એ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. શ્રી તીર્થંકરપરમાત્માએ ઉપદેશેલા મોક્ષોપાયને અપ્રમત્તપણે આરાધનારા ભાવભિક્ષુઓને કર્મના ક્ષયોપશમાદિના કારણે અનેકાનેક ગુણો પ્રગટ થતા હોય છે. તેમાંના કેટલાક જ અહીં આ બત્રીશીમાં વર્ણવ્યા છે. આના પરિભાવનથી પરમાનંદ સંપત્તિ પ્રાપ્ત થાય છે. અહીં 666660600606 શિથિલ ૪૩ Jillo૦૦૦ 6666660 20000000002000009 Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્લોકમાં સમ ના સ્થાને જેિ પાઠ છે-એમ કેટલાક વિદ્વાનોનું કહેવું છે. એ મુજબ પણ અર્થ સમજી શકાય છે કે સારી રીતે ભિક્ષુના ગુણોની કરાતી પરિભાવનાથી પણ પરમાનંદ સંપદાની પ્રાપ્તિ થાય છે, તો પછી એ ગુણો આત્મસાત્ કરાય તો પૂછવું જ શું ? ભિક્ષુના ગુણોની પરિભાવના, શ્રુત ચિંતા અને ભાવના જ્ઞાનથી કરાય તો તે સમ્યક્ષરિભાવના છે... ઈત્યાદિ સમજી લેવું જોઈએ. અંતે આ પૂર્વે જણાવેલા ભાવભિક્ષુના ગુણોનું પરિભાવન કરવા દ્વારા એ ગુણોને આત્મસાત્ કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. (૨૭-૩૨ા. ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां भिक्षुद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यानमालागय चन्द्रगुप्तेन धीमता ॥ GGGGGGGGGG ODO0000000000jDojo തരതത്തരതരതത്തരത്ത 00000000000oDoDoo Page #50 -------------------------------------------------------------------------- _