________________
अथ प्रारभ्यते भिक्षुद्वात्रिंशिका ।
આ પૂર્વે યોગનું માહાભ્ય વર્ણવ્યું. તે ભિક્ષુમાં જ સંભવે છે. તેથી હવે ભિક્ષુનું સ્વરૂપ અહીં વર્ણવાય છેनित्यं चेतः समाधाय, यो निष्क्रम्य गुरूदिते । प्रत्यापिबति नो वान्तमवशः कुटिलभूवाम् ॥२७-१॥
આ શ્લોકમાં, “ ભાવમશુ.” આ પદનો સત્તરમાં શ્લોકમાંથી સંબંધ છે. તેમ જ આગળના પણ પંદર શ્લોકમાં તેનો સંબંધ છે. “ઘરમાંથી નીકળીને જે, ગુરુદેવશ્રીના વચનમાં નિરંતર ઉપયોગ રાખીને ત્યજી દીધેલાં વિષયસુખોને સ્ત્રીઓને વિશે પરવશ બન્યા વિના પાછા ઈચ્છતા નથી, તે ભિક્ષુ(ભાવભિક્ષુ) છે.” આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે યોગ્યતા હોતે છતે દ્રવ્ય અને ભાવ ઘરનો ત્યાગ કરી જેઓ અણગાર થાય છે તેઓએ સદાને માટે પૂ. ગુરુભગવંતના પરમતારક વચનમાં પ્રણિધાનવાળા બનવું જોઈએ. ગામ, નગર, ઘર વગેરે દ્રવ્ય-ઘર છે અને વિષય-કષાયની પરિણતિ વગેરે ભાવગ્રહ છે. દ્રવ્ય અને ભાવગૃહનો ત્યાગ કરી અણગાર અવસ્થા પ્રાપ્ત કરાય છે. આ રીતે સંયમ ગ્રહણ ક્ય પછી સંયમના ફળ સુધી પહોંચવા માટે ભવનિસ્તારક પરમપૂજ્ય ગુરુદેવશ્રીના વચનના પ્રણિધાન સિવાય બીજો કોઈ ઉપાય
ംതരം തരംതം - 666 ര