________________
पृथिव्यादींश्च षट्कायान्, सुखेच्छूनसुखद्विषः । ગળયિત્વાભતુત્યાન્ યો, મહાવ્રત તો ભવેત્ ॥૨૭-૨ા
આ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે પૃથ્વીકાય, અખાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય... આ છકાય જીવોને; પોતાની જેમ સુખની ઈચ્છાવાળા અને દુઃખના દ્વેષી માનીને જે મહાવ્રતોમાં રક્ત બને છે, તે ભાવભિક્ષુ છે. પ્રાણાતિપાત મૃષાવાદ અદત્તાદાન મૈથુન અને પરિગ્રહથી સર્વથા યાવજ્જીવ સુધી વિરામ પામવા સ્વરૂપ પાંચ મહાવ્રતો છે. પ્રથમ મહાવ્રતના પાલન માટે વાડ તુલ્ય બાકીનાં ચાર મહાવ્રતો છે. ચૌદ રાજલોકમાં અનંતાનંત જીવો છે, જેનો પૃથ્વીકાયાદિ છ પ્રકારોમાં સમાવેશ થાય છે. તે બધાય જીવો આપણી પોતાની જેમ જ સુખના રાગી અને દુ:ખના દ્વેષી છે. એવા જીવોને આપણે સુખ તો આપી શક્તા નથી. પરંતુ તેમને પોતાના તરફથી દુ:ખ ન થાય એવી ભાવનાથી ભાવિત બની જેઓ મહાવ્રતોના પાલનમાં રત છે, તેઓ ભાવભિક્ષુ છે... ઈત્યાદિ સમજી શકાય એવું છે. ૨૭-૨
પ્રતિજ્ઞાના પાલન માટે શરીરનો નિર્વાહ જે રીતે કરાય છે તેને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે
godologico
അ
oooooooo ̄ ̄ ̄ ̄ ̄.9