________________
औद्देशिकं न भुञ्जीत, त्रसस्थावरघातजम् । बुद्धोक्तध्रुवयोगी यः, कषायांश्चतुरो वमेत् ॥२७-३॥
“જેઓ, રસ અને સ્થાવર જીવોના ઘાતથી ઉત્પન્ન થયેલું ઔદેશિક (આહારાદિ) વાપરતા નથી; શ્રી સર્વજ્ઞભગવંતોના વચનવડે નિત્ય યોગી છે અને ચાર કષાયનો ત્યાગ કરે છે, તે ભાવભિક્ષુ છે.” આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે પૂ. સાધુભગવંતોને ઉદ્દેશીને જે કરેલું કે કરાવેલું વગેરે હોય તે કૃતાદિ અને બીજું કોઈ પણ સાવદ્ય(ભિક્ષાસંબંધી દોષોથી યુક્ત) એ બધું અહીં ઔદેશિક કહેવાય છે. આવાં
ઔદ્દેશિક આહાર, પાણી અને વસ્ત્રાપાત્રાદિ જેઓ વાપરે નહીં તેઓ ભિક્ષુ છે. ભિક્ષાસંબંધી બેંતાળીશ દોષોથી રહિત એવાં આહારાદિ ગ્રહણ કરનારા ભાવભિક્ષુ છે.
તેમ જ શ્રી જિનેશ્વરદેવોના પરમતારક વચનથી કાયમ ઉચિતયોગમાં પ્રવૃત્તિને કરનારા ભાવભિક્ષુ છે. શ્રી વીતરાગ પરમાત્માએ તે તે કાળે જે જે કરવાનું ફરમાવ્યું છે, તે તે કાળમાં તે તે કરવામાં જેઓ નિત્ય ઉપયોગવાળા છે તે ધ્રુવયોગી ભાવભિક્ષુ છે. જેઓ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયનું વમન કરે છે, તે ભાવભિક્ષુ છે. ગમે તેવી સારી વસ્તુનો લોભ ન રાખે, તે મેળવવા માટે
GOOGOGOGOOGGG 00000000000000000
ത്തതരത്ത