________________
દ્રવ્યભિક્ષુ છે. તેમ જ જેઓ ગરીબ છે, આંધળા છે અને કૃપણ વગેરે છે કે જેઓ પોતાના માટે કામ કરવા સમર્થ નથી, તેથી પોતાનો નિર્વાહ ભિક્ષાથી કરે છે. આવા ભિક્ષુકો પણ દ્રવ્યભિક્ષુઓ છે... ઈત્યાદિ અન્યત્રથી સમજી લેવું જોઈએ. ભાવથી શૂન્ય છે અને માત્ર ભિક્ષાથી જીવે છે તેથી તેમને ક્રિયાને આશ્રયીને ભિક્ષુ કહેવાય છે અને ભાવથી રહિત હોવાથી તે દ્રવ્ય છે... ઈત્યાદિ યાદ રાખવું. ભાવનો ઉપચાર પણ ન હોવાથી અપારમાર્થિક-અપ્રધાન દ્રવ્ય છે. ૨૭-૨ા
ભિક્ષુના લિ (વેષાદિ)ને આશ્રયીને અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે
सस्थावरहन्तारो, नित्यमब्रह्मचारिणः ।
मिथ्यादृशः सञ्चयिनस्तथा सचित्तभोजिनः || २७ - २८।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે જે લોકો સદાને માટે ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરતા હોય છે, બ્રહ્મચર્યનું પાલન કરતા નથી, મિથ્યાદષ્ટિ છે, માંગી માંગીને પરિગ્રહ ભેગો કરે છે અને સચિત્ત વાપરે છે, તેઓ દ્રવ્યભિક્ષુ છે. ગૃહવાસનો ત્યાગ કરવા છતાં વાસ્તવિક રીતે તેઓ ભિક્ષુઓ નથી. જેઓ સર્વથા હિંસાદિ
അത്ത
lililli©