________________
સારી રીતે (વાસ્તવિક રીતે) જોયેલા માર્ગના કથનને તાય કહેવાય છે અને તેવા કથનને કરનારાને તાયી કહેવાય છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને સારી રીતે જાણીને તેની દેશના દ્વારા પોતાના શિષ્ય પરિવારનું જે પાલન કરે છે એવા પૂ. સાધુભગવંતોનું તાયી એવું નામ છે. હિંસા અસત્ય વગેરેથી સર્વથા વિરામ પામેલા હોવાથી તેઓશ્રીનું વ્રતી એવું નામ છે.
રાગદ્વેષાદિથી રહિત હોવાથી જ્ઞાનાદિ ગુણોના તેઓશ્રી આશ્રય બને છે. તેથી પૂ. સાધુમહાત્માઓને દ્રવ્ય કહેવાય છે. ક્ષમાને કરે છે તેથી તેઓશ્રી શાન્ત છે. ઈન્દ્રિયોનું દમન કરે છે તેથી તેઓશ્રીને દાન્ત કહેવાય છે. શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલી જગતની ત્રણેય કાળની અવસ્થાને માને છે તેથી તેઓશ્રીને મુનિ કહેવાય છે. ગૃહસ્થાશ્રમાદિની અપેક્ષાએ પૂ. સાધુભગવંતો, ઉત્તમ આશ્રમ (અવસ્થા)વાળા છે અથવા મોક્ષમાર્ગની આરાધનામાં પ્રયત્નશીલ હોવાથી યતિ છે. માયાથી રહિત હોવાથી ઋજુ છે. મોક્ષમાર્ગના પ્રરૂપક હોવાથી પ્રજ્ઞાપક છે. પૂર્વે જણાવ્યા મુજબ તેઓશ્રી ભિક્ષુ છે. વિદ્વાન એટલે કે તેઓ પંડિત છે. સામાન્ય રીતે લોકમાં પંડિત' પદનો અર્થ પ્રસિદ્ધ છે. જેઓ વિદ્યા કે ઐશ્વર્ય સ્વરૂપ મોટા અર્થને પામીને ગર્વને ધારણ ક્યાં વિના વસ્તુતત્ત્વનો વિચાર કરે છે, તેમને પંડિત કહેવાય છે.... ઈત્યાદિ અનેક રીતે લોકમાં
6666666666666666666666%
©©©©©) OOooooooooooooooo DOOOOoooooooooooo