________________
પંડિતનું સ્વરૂપ વર્ણવ્યું છે. અહીં તો પૂ. સાધુભગવંતને પંડિત તરીકે વર્ણવ્યા છે. જેઓ પરમપદના વાસ્તવિક જ્ઞાતા છે; તેઓશ્રી પંડિત છે. તેઓશ્રીને વિરત અને તાપસ કહેવાય છે. શબ્દાદિ વિષયસુખથી નિવૃત્ત હોવાથી તેઓશ્રીને વિરત કહેવાય છે. પ્રાણાતિપાતાદિ આશ્રવોથી વિરામ પામેલા હોવાથી તેઓશ્રી સર્વથા વિરત છે. વિષયસુખની અનિવૃત્તિને લઈને પ્રાણાતિપાતાદિ આશ્રવોની પ્રવૃત્તિ છે. વિષયસુખની નિવૃત્તિથી પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવોથી સર્વથા વિરતિ શક્ય બને છે. પૂ. સાધુમહાત્માઓ તપપ્રધાન જીવન જીવતા હોવાથી તાપસ સ્વરૂપે ઓળખાય છે. આ રીતે પૂ. સાધુમહાત્માઓ આ શ્લોકથી વર્ણવેલાં ચૌદ નામોથી વર્ણવાય છે. ર૭-૨ના
પૂ. સાધુભગવંતોનાં પર્યાયવાચી નામો જ જણાવાય
बुद्धः प्रव्रजितो मुक्तोऽनगारश्चरकस्तथा । पाखण्डी ब्राह्मणश्चैव, परिव्राजकसंयतौ ॥२७-२१॥
બુદ્ધ, પ્રવ્રજિત, મુક્ત, અનગાર, ચરક, પાખંડી, બ્રાહ્મણ, પરિવ્રાજક તથા સંયત-આ પૂ. સાધુભગવંતોનાં પર્યાયવાચક નામો છે.”-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂ. સાધુભગવંતોએ
66666666666 00000000000000000
തരതരതത്തരത്ത 00000000000000000