________________
જેઓ ઈન્દ્રિયોના વિજેતા છે, હાથ પગ અને વાણીથી સંયત છે અને અધ્યાત્મધ્યાનમાં લીન એવા જે પૂ. સાધુભગવંતો સૂત્ર અને અર્થનું ચિંતન કરે છે, તે ભાવભિક્ષુ છે.” આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે પૂ. સાધુમહાત્માઓ કુતૂહલથી રહિત હોવાથી રત્નત્રયીના કારણ વિના કાચબાની જેમ શરીરનાં અંગોપાંગને સંકોચીને રહેતા હોવાથી હાથ અને પગથી સંયત હોય છે. રત્નત્રયીનું પ્રયોજન હોય તો સમિતિના ઉપયોગપૂર્વક જાય છે. અન્યથા તો ઉપર જણાવ્યા મુજબ કાચબાની જેમ, હાથ-પગ સંકોચીને સંયમમાં લીન રહે છે. અકુશલ વચનોના પ્રયોગથી નિવૃત્ત બની અને કુશલ વચન-યોગની ઉદીરણા કરી તેઓશ્રી વાણીના સંયમમાં લીન રહે છે. તેથી જ પાંચે ય ઈન્દ્રિયોના વિષયમાં ઈન્દ્રિયો અને મનની પ્રવૃત્તિથી નિવૃત્ત બની ઈન્દ્રિયોને જીતનારા છે. આ રીતે મન વચન અને કાયાના સંયમમાં લીન બનેલા પૂ. સાધુ ભગવંતો અધ્યાત્મના ધ્યાનમાં નિરત રહીને સૂત્ર અને અર્થનું નિરંતર ચિંતન કરે છે, તે મહાત્માઓ ભાવભિક્ષુ છે. ર૭-૧૧
આહારાદિ વાપરવાની અનિવાર્ય પ્રવૃત્તિના વિષયમાં ભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે
©©©©©©©©©©©©©OF YO©©©©©©©©©©©© OOOO0000000000000 00000000000000000