________________
હતાં તેથી અવાજ થતો હતો. હવે હાથમાં એક એક કંકણ રાખીને ચંદન ઘસી રહી છે. તેથી હવે અવાજ થતો નથી.' આ પ્રમાણે મંત્રીઓના વચનને સાંભળીને એકત્વભાવનાથી ભાવિત બનેલા શ્રી નમિરાજાએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. એ વખતે સ્વયં ઈન્દ્ર મહારાજાએ શ્રીનમિરાજર્ષિના વૈરાગ્યની પરીક્ષા અનેક રીતે કરી હતી. એમાં ઈન્દ્રમહારાજાએ તેઓશ્રીને કહ્યું હતું કે આ મિથિલાનગરી બળી રહી છે. તેની વ્યવસ્થા કરીને પછી દીક્ષા લેજો. એના જવાબમાં તેઓશ્રીએ ઈન્દ્ર મહારાજાને કહ્યું કે મિથિલાનગરી બળે છે એમાં મારું કશું જ બળતું નથી. પુદ્ગલથી ભિન્ન એવા પોતાને જાણીને શ્રી નમિરાજર્ષિએ એવો વૈરાગ્ય પ્રાપ્ત કરેલો. ઈન્દ્ર મહારાજાએ શ્રી નમિરાજર્ષિને બીજી અનેક વાતો કરેલી. પરંતુ પોતાની શ્રદ્ધાથી તેઓશ્રી વિચલિત થયા નહીં, જેનો વૃત્તાંત શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે ગ્રંથોમાં વિસ્તારથી છે. ર૭-૧૦ની
કુતૂહલાદિથી રહિત એવા ભિક્ષુઓ પોતાના વસતિસ્થાનમાં જે રીતે રહે છે, તેને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છેहस्तेन चामिणा वाचा, संयतो विजितेन्द्रियः । अध्यात्मध्याननिरतः, सूत्रार्थं यश्च चिन्तयेत् ॥२७-११॥
Gതത്തGത്തരത്ത OOO00000000000000
©9િ696969GOOGOGO 000000000000OODOO