SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઈ ઉપપ્લવ છે તે પુગલને છે. શરીરાદિ પુદ્ગલોથી ભિન્ન એવા પોતાના સ્વરૂપને જેઓ જાણે છે તે ભાવભિક્ષુ છે. ર૭-૯યા. પોતાના શરીરાદિને વિશે નિર્મમત્વભાવનાને કેળવવા માટે ઉપાયભૂત શ્રીનમિરાજર્ષિનું દષ્ટાંત જણાવાય છેतथा हि मिथिलानाथो, मुमुक्षु निर्ममः पुरा । बभाण मिथिलादाहे, न मे किञ्चन दह्यते ॥२७-१०॥ “લોકાર્થ સ્પષ્ટ છે કે પૂર્વે મુમુક્ષુ મિથિલાના નાથ શ્રીનમિરાજર્ષિએ કહ્યું હતું કે મિથિલાનગરીના દાહ(બળવું તેમાં મારું કાંઈ જ બળતું નથી. શ્રી નમિરાજર્ષિની ક્યા ખૂબ જ પ્રસિદ્ધ છે. મિથિલાના રાજા શ્રીનમિને એક વાર ખૂબ જ અસહ્ય વેદના ઉત્પન્ન થયેલી. એના ઉપચાર માટે તેમની રાણીઓ પોતે ચંદન ઘસતી હતી. રાણીઓના હાથમાંનાં કંકણોના અવાજથી તે વખતે ઉપરથી વધારે વેદના થઈ. તેથી મંત્રીઓની સૂચનાથી સૌભાગ્યસૂચક એક એક કંકણ રાખવાથી અને બાકીનાં કંકણો કાઢી નાંખવાથી ચંદન ઘસતી વખતે અવાજ બંધ થયો. તેથી શ્રીનમિરાજાએ મંત્રીઓને પૂછયું કે હવે રાણીઓ ચંદન ઘસતી નથી ? ત્યારે મંત્રીઓએ કહ્યું કે “ના રાજન! રાણીઓ અત્યારે પણ ચંદન ઘસી રહી છે. પણ પૂર્વે હાથમાં અનેક કંકણો 666666666 00000000000OOOOOO തത്തGതരത്തരത്ത 0000000000000000
SR No.023231
Book TitleBhikshu Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy