________________
હોય તોપણ જેઓ પૃથ્વીસમાન છે, જેમણે શરીરનું વિસર્જન કર્યું છે અને શરીરનો ત્યાગ કર્યો છે, તેમ જ જેઓ નિયાણું અને કુતૂહલથી રહિત છે, તેઓ ભાવભિક્ષુ છે.’’-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવંતો ઉપર કોઈ આક્રોશ કરે, તેઓશ્રીને કોઈ હણે કે કાપે તોપણ તેઓ પૃથ્વીની જેમ સહન કરે છે. તેથી જ તેઓ ભયથી રહિત છે. જેઓ સહનશીલ છે, તેઓને ભયનું કોઈ જ કારણ નથી. તેમ જ શરીર પ્રત્યે મમત્વ ન હોવાથી અને તેનો ત્યાગ કર્યો હોવાથી ભયનું કોઈ કારણ નથી. શરીરના ત્યાગ વખતે પણ પરલોકમાં કોઈ સુખાદિની ઈચ્છા ન હોવાથી તેઓ નિયાણાથી રહિત છે અને સામાન્યથી નટ વગેરેના દર્શનમાં કુતૂહલ(ઉત્કંઠા) વગરના હોય છે.
આથી સમજી શકાશે કે ખરાબ વચનોથી આક્રોશ કરાયેલા, દંડાદિ વડે હણાયેલા અથવા ખડ્ગાદિ વડે છેદાયેલા હોય તો ય કોઈ પણ પ્રકારે પ્રતિકાર ન કરવાના કારણે પૃથ્વીની જેમ સહન કરનારા મહાત્માઓ ભાવભિક્ષુ છે. તેમ જ શરીર પ્રત્યે મમત્વનો અભાવ હોવાથી અને તેની વિભૂષા કરવાનો ત્યાગ કર્યો હોવાથી વ્યુત્ક્રુષ્ટ અને ત્યક્ત શરીરવાળા મહાત્માઓ ભાવભિક્ષુ છે. ભાવી ફળની આશંસાથી રહિત અને નટાદિના દર્શનમાં ઉત્કંઠાથી રહિત
അ
dolo jollo
૧૦
6666 *666( ©icolor. diplode