________________
તૃષ્ણા અને શીતાદિ પરીષહોના પ્રસંગે જે સહિષ્ણુતા હોય છે, તેને તિતિક્ષા કહેવાય છે. ધર્મના ઉપકરણમાં પણ મૂર્છા(મમત્વ)નો જે અભાવ છે, તેને મુક્તિ કહેવાય છે. આહાર, પાણી વગેરે ન મળે તોપણ વિકલતાનો ત્યાગ કરવો અર્થાર્ ગૃહસ્થની હીલના વગેરે ન કરવી તેને અદીનતા કહેવાય છે અને અવશ્યકરણીય એવા પ્રતિલેખના પ્રતિક્રમણ અને સ્વાધ્યાયાદિમાં અતિચારાદિનો ત્યાગ કરવા સ્વરૂપ આવશ્યકવિશુદ્ધિ છે.
આ રીતે ઉપર જણાવેલા ક્ષાન્તિ, માર્દવ, ઋજુતા, તિતિક્ષા, મુક્તિ, અદીનતા અને આવશ્યકવિશુદ્ધિ : આ સાત, તેમ જ આ પૂર્વે જણાવેલાં સંવેગાદિ નવ ભાવભિક્ષુનાં લિગ્નો છે-આ પ્રમાણે ગૌતમસ્વામી આદિ મહર્ષિઓએ જણાવ્યું છે. આ વાતનું નિરૂપણ કરતાં શ્રી દશવૈકાલિક સૂત્રના દશમા અધ્યયનની નિર્યુક્તિમાં જણાવ્યું છે કેસંવેગ, નિર્વેદ, વિષયત્યાગ, સુશીલનો સંસર્ગ, આરાધના (અંતિમ સમયની આરાધના), તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, ક્ષાન્તિ, મૃદુતા, ઋજુતા, વિમુક્તતા, અદીનતા, તિતિક્ષા અને આવશ્યકની વિશુદ્ધિ : આ ભાવભિક્ષુનાં લિકો છે. ૨૭-૨૪૫
അ
ભાવભિક્ષુનાં સંવેગાદિ લિઙ્ગોના અસ્તિત્વમાં અને
બિ66) JUD
666
idioelled
૩૩
elec
હિિ