________________
પાંચ પ્રકારનું વગેરે પ્રસિદ્ધ છે. સામાયિક છેદ્દોપસ્થાપનીય... વગેરે પાંચ પ્રકારનું ચારિત્ર પણ પ્રસિદ્ધ છે. મરણકાળની નિર્યામણા સ્વરૂપ આરાધના અહીં ‘આરાધના’પદથી વિવક્ષિત છે.
જ્ઞાનાદિસંબંધી ઉપચાર સ્વરૂપ વિનય અનેક પ્રકારનો છે. આત્મા ઉપર લાગેલાં આઠ પ્રકારનાં કર્મોને જે વિશેષે કરીને દૂર કરે છે તેને વિનય કહેવાય છે. શક્તિને ગોપવ્યા વિના અનશનાદિના આસેવનને તપ કહેવાય છે. બાર પ્રકારનો તપ ખૂબ જ પ્રસિદ્ધ છે. ૨૭-૨૩ા
ભાવભિક્ષુનાં બીજા લિટ્ટો જણાવાય છેक्षान्तिर्मार्दवमृजुता, तितिक्षा मुक्त्यदीनते । आवश्यकविशुद्धिश्च भिक्षो लिङ्गान्यकीर्त्तयन् ॥२७ - २४॥
‘‘ક્ષમા માર્દવ ઋજુતા તિતિક્ષા મુક્તિ અદીનતા અને આવશ્યકશુદ્ધિ : આ બધાં ભાવભિક્ષુનાં લિગ્નો છે.’’આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે આક્રોશ તેમ જ વધ વગેરે પ્રસંગે ક્રોધનો ત્યાગ કરવો : એ ક્ષમા છે. ઉત્તમ જાતિ, કુળ કે બળ વગેરે પ્રાપ્ત થવા છતાં માનનો ત્યાગ કરવો : તે માર્દવ (મૃદુતા) છે. સામી વ્યક્તિ ગમે તેટલી માયા કરે તોપણ માયા ન કરવી તે ઋજુતા છે. ક્ષુધા, അ ૩૨
അ
©ollo
જી
ooooooo ̄ ̄ ̄ ̄ ̄ ̄.000