________________
પરિશીલનની પૂર્વે..
આ પૂર્વેની બત્રીશીમાં વર્ણવેલું યોગમાહાભ્ય ભાવભિક્ષુઓમાં જ સંભવિત હોવાથી તેમનું સ્વરૂપ આ બત્રીશીમાં વર્ણવાય છે. પૂ. સાધુભગવંતો ભાવભિક્ષુઓ છે. તેઓશ્રીના મુનિ, નિગ્રંથ અને અણગાર વગેરે બીજા અનેકાનેક નામો છે. આમ છતાં તે તે નામોનો પ્રધાનપણે ઉપયોગ ન કરતાં ભિક્ષુ'નામનો ઉપયોગ કરીને તેઓશ્રીનું અહીં સ્વરૂપ વર્ણવ્યું છે.
સામાન્યથી ભિક્ષુ શબ્દનો અર્થ ખૂબ જ પ્રસિદ્ધ છે. માત્ર ભિક્ષાથી નિર્વાહ કરનારાને ભિક્ષુ કહેવાય છે. ભિક્ષુ પદથી પૂ. સાધુભગવંતોની નિષ્પાપ અવસ્થા ખૂબ જ સ્પષ્ટપણે પ્રતીત થાય છે. પોતાના શરીરને ટકાવવા માટે અત્યંત આવશ્યક એવા આહારાદિને ગ્રહણ કરવાના પ્રસફે પણ તેઓશ્રી રાંધવા વગેરેના પાપથી સર્વથા દૂર રહે છે. જેઓ પોતાના નિર્વાહ માટે પણ પાપ કરતા નથી, તેઓશ્રી બીજાં બધાં પ્રયોજને પાપ કરે જ કઈ રીતે ? ભિક્ષાથી પ્રાપ્ત થયેલા આહારાદિથી નિર્વાહ કરતી વખતે પણ સતત ઉપયોગ રાખીને ભિક્ષાસંબંધી અનુમોદનાના પાપથી પણ તેઓશ્રી દૂર રહેતા હોય છે. આહારાદિ માટે સર્વથા પરાવલંબી હોવા છતાં કોઈની પણ અપેક્ષા ન હોવાથી સ્વાત્મરમણતામાં કોઈ જ વિઘ્ન આવતું નથી. આનું મુખ્ય કારણ શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી સર્વસંપન્કરી ભિક્ષા છે, જે ભિક્ષા મોક્ષની પ્રત્યે કારણભૂત છે. તે ભિક્ષાને આશ્રયીને પૂ. સાધુ મહાત્માઓને અહીં ભાવભિક્ષુ તરીકે વર્ણવ્યા છે.
પ્રથમ સોળ શ્લોકોથી ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. દ્રવ્ય અને ભાવ ગૃહથી નીકળીને અને ચિત્તને સમાધિમય બનાવીને ત્યજી દીધેલા વિષયોને ફરીથી જેઓ ઈચ્છતા નથી, તેઓ ભાવભિક્ષુ છે... આ રીતે ભિક્ષુના સ્વરૂપના નિરૂપણનો પ્રારંભ કરી દરેક શ્લોકમાં તેમનું વિશેષ સ્વરૂપ વર્ણવ્યું છે. સોળમા શ્લોકમાં એ સ્વરૂપ વર્ણવતાં ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે-“આ શરીર અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયેલું છે અને અશાશ્વત (અનિત્ય) છે-એમ સમજીને શાશ્વત એવા મોક્ષ માટે જે પ્રયત્ન કરે છે, તે ભાવભિક્ષુ છે. દુનિયાની બીજી બધી વસ્તુઓનો ત્યાગ કર્યા પછી પણ ભિક્ષુપણામાં શરીર તો સાથે જ હોય છે. એની પ્રત્યે મમત્વ ન હોય અને એની અનિત્યતાનો વાસ્તવિક ખ્યાલ હોય તો પૂ. સાધુ મહાત્માઓને મોક્ષની સાધનામાં