SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તેવા તેવા પ્રકારના ગુણોને પ્રાપ્ત કરવા માટે જેઓ સતત પ્રયત્નશીલ છે તેઓ તિ છે. આ પ્રયત્ન પણ ભાવથી હોય છે. સામાન્ય રીતે સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ, તપ, પ્રતિલેખના, પ્રમાર્જના વગેરે જે ગુણો છે તે ગુણોને પ્રાપ્ત કરવા વગેરે માટે; શ્રદ્ધા, સંવેગ અને નિર્વેદાદિથી પૂ. સાધુ મહાત્માઓ પ્રયત્નશીલ હોય છે, તેથી તેઓશ્રીને યતિ કહેવાય છે. આ રીતે સંયમની સાધના કરતાં કરતાં પૂ. સાધુભગવંતો ભવનો ક્ષય કરે છે, તેથી તેઓશ્રીને ભવાંત કહેવાય છે. સત્તર પ્રકારના સંયમને કરતા હોવાથી તેઓશ્રીને ચરક કહેવાય છે. પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે પાંચ આશ્રવ-સ્થાનોથી વિરામ પામવું; પાંચ ઈન્દ્રિયોનો નિરોધ કરવો; ચાર કષાયોનો નિગ્રહ કરવો અને અશુભ મન વચન કાયાના યોગોને દૂર કરવા... ઈત્યાદિ પ્રકારે સત્તર પ્રકારના સંયમનું પાલન કરનારા પૂ. મહાત્માઓને ચરક કહેવાય છે. ।।૨૭-૧૮૫૫ પ્રકારાંતરથી ‘મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિ જણાવાય છે क्षपकः क्षपयन् पापं, तपस्वी च तपः श्रिया । भिक्षुशब्दनिरुक्तस्य, भेदाः खल्वर्थतो मी ॥। २७-१९॥ അഅഅഅഅ ૨૪ അ GJ0j
SR No.023231
Book TitleBhikshu Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy