________________
“પાપને ખપાવનારા પૂ. સાધુમહાત્મા ક્ષેપક છે અને તપની લક્ષ્મીથી તપસ્વી છે. ‘મિક્ષુ’ શબ્દની વ્યુત્પત્તિથી જણાવેલા અર્થની અપેક્ષાએ આ બધા(યતિ... વગેરે) ભિક્ષુના જ પ્રકારો છે.’’-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે જેઓ પાપને ખપાવે છે અર્થાર્ નિરંતર પાપકર્મનો જેઓ ક્ષય કરે છે તેઓશ્રીને ક્ષપક કહેવાય છે અને તપસ્વરૂપ લક્ષ્મીને કારણે પૂ. સાધુ ભગવંતોને તપસ્વી કહેવાય છે. બાર પ્રકારનો તપ તેઓશ્રીનું ધન છે.
ભિક્ષુ, યતિ, ભવાંત, ચરક, ક્ષેપક અને તપસ્વી : આ બધા, ‘મિક્ષુ’ શબ્દના વ્યુત્પત્યર્થ સાધુને આશ્રયીને તે અર્થના પ્રકાર છે. કારણ કે સાધુમાં એ બધા અર્થો સત છે. સાધુ હોય અને અર્થ ન હોય એવું બનતું નથી. તેથી તે બધા સાર્થના વ્યભિચારી નથી. અર્થાર્ ભિક્ષુત્વાદિના અભાવવમાં સાધુત્વ મનાતું નથી... ઈત્યાદિ બરાબર સમજી લેવું.
એ વાતને જણાવતાં નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ શ્રી દશવૈકાલિક સૂત્રની ‘ભિક્ષુ’શબ્દની નિર્યુક્તિના નિરૂપણના અવસરે ફરમાવ્યું છે કે-‘કર્મક્ષુધાને ભેદતા હોય તે ભિક્ષુ થાય છે. યતના(પ્રયત્નવિશેષ) કરતા હોય તે યતિ થાય છે. સંયમને આચરતા હોય છે તે ચરક બને છે. તેમ જ જે ભવનો અંત કરે છે તે ભવાંત છે. જે
അ
idioillollo
૨૫
66066060606) colligio