________________
भिक्षामात्रेण वा भिक्षु, र्यतमानो यति र्भवेत् । भवक्षयाद् भवान्तश्च, चरकः संयमं चरन् ॥२७ - १८।।
“અથવા માત્ર ભિક્ષાના કારણે ભિક્ષુ કહેવાય છે. યતનાના કારણે યતિ કહેવાય છે. ભવક્ષય થવાથી ભવાંત કહેવાય છે અને સંયમને આચરતા હોવાથી ભિક્ષુને ચરક કહેવાય છે.'' આ પ્રમાણે અઢારમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે સત્તરમા શ્લોકમાં ‘મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. આ શ્લોકમાં શરૂઆતમાં જ બીજી રીતે ‘મિક્ષુ’ શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને તેનું સ્વરૂપ વર્ણવ્યું છે. સર્વ દોષોથી રહિત એવી ભિક્ષાવૃત્તિમાત્રથી પોતાનો નિર્વાહ કરતા હોવાથી પૂ. સાધુભગવંતોને ભિક્ષુ કહેવાય છે.
સામાન્ય રીતે દ્રવ્યભિક્ષુકો પણ પોતાનો નિર્વાહ ભિક્ષાવૃત્તિથી કરતા હોય છે. પરંતુ તેઓને કોઈ વાર તે ન મળે તો તે બધા અવસરે પોતાના માટે બનાવેલી, ખરીદેલી અને કાપીને તૈયાર કરેલી ભિક્ષાને ગ્રહણ કરી લેતા હોય છે, તેથી તેઓ વાસ્તવિક રીતે ભિક્ષુ નથી. પરંતુ જેઓ એષણાથી શુદ્ધ, ભિક્ષાના કાળે મળેલી, અચિત્ત અને સર્વ દોષોથી રહિત એવી ભિક્ષાથી પોતાનો નિર્વાહ કરે છે, અર્થાર્ ભિક્ષાથી નિર્વાહ કરવાનો સ્વભાવ જેમનો છે; એવા મહાત્માઓને ભિક્ષુ કહેવાય છે.
6666
OX6
se®