________________
જેઓ સાધુને ઉદ્દેશીને બનાવેલી ગોચરી વગેરેનો ઉપયોગ કરે છે, છજવનિકાયની વિરાધના કરે છે, પોતાની માલિકીનાં ઘર રાખે છે અને પ્રત્યક્ષ રીતે કાચું પાણી વાપરે છે, એને ભાવભિક્ષુ કઈ રીતે કહેવાય ? અર્થા ન જ કહેવાય... ઈત્યાદિ સ્પષ્ટ છે. ર૭-૨ દા.
દ્રવ્યભિક્ષુઓનું સ્વરૂપ જણાવવા સાથે તેમના પ્રકાર જણાવાય છે
गृहिणोऽपि सदारम्भा, याचमाना ऋजु जनम् । दीनाऽन्धकृपणा ये च, ते खलु द्रव्यभिक्षवः ॥२७-२७॥
“સદા આરંભને કરનારા ગૃહસ્થો પણ, જેઓ સરળ માણસની પાસે યાચના કરે છે તેઓ અને દીન અંધ તથા કૃપણો ખરેખર જ દ્રવ્યભિક્ષુઓ છે.”-આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે જે માંગે છે, તેને ભિક્ષુ કહેવાય છે. આ પૂર્વે ભાવભિક્ષુનું નિરૂપણ કર્યું છે. હવે દ્રવ્યભિક્ષુનું નિરૂપણ કરાય છે.
ભાવભિક્ષુનું કારણ બનવાનું ન હોય, તેમ જ બન્યું પણ ન હોય એવા અપ્રધાન દ્રવ્યભિક્ષુનું અહીં વર્ણન કર્યું છે. જેઓ કાયમ માટે છજવનિકાયની વિરાધનાને કરે છે અને સરળ એવા જીવોની પાસે યાચના કરે છે, તેઓ
രതരതരതരതരതരതരതം, ശ
രത്ത
GGGGGO Ooooooooooooooooo 0000000000ooooooo