________________
માટે બનાવેલા આહારદિને વાપરે છે અને પ્રગટ રીતે કાચું પાણી વાપરે છે તેને ભાવભિક્ષુ કઈ રીતે મનાય ?”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સંવેગાદિ ગુણોથી યુક્ત ન હોવા છતાં દ્રવ્યભિક્ષુઓએ ભિક્ષુનો વેષ ધારણ કર્યો છે, તેઓ ભિક્ષા માટે જાય છે અને વિહારાદિ પણ કરે છે. લોકો પણ તેમને સાધુ માનીને વંદનાદિ કરે છે તો તેમને ભિક્ષુ માનવા જોઈએ ને ? આવી શાનું સમાધાન કરવા માટે આ શ્લોથી દ્રવ્યભિક્ષુમાં જે દોષો છે, તે જણાવાય છે. અર્થાત્ વ્યતિરેકને આશ્રયીને ભાવભિક્ષુના ગુણો જણાવાય છે.
જે ઓ ગમે ત્યારે ગમે ત્યાં પૃથ્વીકાયાદિ શકાયજીવોની વિરાધના કરે છે, નિર્દોષ એવાં ઊતરવા માટે સ્થાન મળતા હોવા છતાં મમત્વના કારણે પોતાના ઉપાશ્રયો બનાવે છે અથવા ભાડેથી મકાન રાખે છે અને ત્યાં ઊતરે છે. તેમ જ દ્રવ્ય ક્ષેત્ર કાળ કે ભાવનું પુષ્ટ આલંબન ન હોય તો પણ પોતાને ઉદ્દેશીને બનાવેલાં આહાર, પાન... વગેરે વાપરે છે. નજરે દેખાય છે કે આ અપ્લાય (સચિત્ત પાણી) છે, તોપણ એ પાણી વાપરે છે. વિના આલંબને (દ્રવ્યાદિ આલંબને) આ રીતે જેઓ અષ્કાય પીએ છે તેને ભાવભિક્ષુ કઈ રીતે કહેવાય ? અર્થાદ્દ કોઈ પણ રીતે તેને ભાવભિક્ષુ ન કહેવાય. શ્રી દશવૈકાલિક સૂત્રની નિયુક્તિમાં આ વિષયમાં ફરમાવ્યું છે કે
Oo oo
GOGO