________________
અભાવમાં અનુક્રમે ભિક્ષુત્વ અને તેનો અભાવ હોય છે, આ વાત દષ્ટાંતપૂર્વક જણાવાય છેएतद्गुणान्वितो भिक्षु, न भिन्नस्तु विपर्ययात् । स्वर्णं कषादिशुद्धं चेद्, युक्तिस्वर्णं न तत्पुनः ॥२७-२५॥
સંવેગ, નિર્વેદ વગેરે ગુણોથી જે યુક્ત હોય તે ભિક્ષુ છે. તેનાથી અન્ય (તાદશ ગુણોથી રહિત) તો ભિક્ષુ નથી. કારણ કે ત્યાં સંવેગાદિ ગુણોનો અભાવ છે. કષ, છેદ અને તાપ વગેરેથી શુદ્ધ હોય તો તે સુવર્ણ સુવર્ણ છે. બનાવટી સુવર્ણ સુવર્ણ નથી.” આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે વર્ણવેલા સંવેગાદિ સકલ ગુણોથી યુક્ત ભિક્ષુ જ ભિક્ષુ છે. પરંતુ તે ગુણોથી રહિત હોવાથી બીજા ભિક્ષુ વાસ્તવિક રીતે ભિક્ષુ નથી. કારણ કે કષ, છેદ અને તાપ વગેરેથી શુદ્ધ અર્થાદ્ સોનાના ગુણોથી યુક્ત એવું સોનું જ વાસ્તવિક સોનું છે. સુવર્ણના ગુણોથી રહિત એવા સુવર્ણને કોઈ સોનું માનતું નથી.
સામાન્ય રીતે સોનાના આઠ ગુણો પ્રસિદ્ધ છે. વિષનો ઘાત કરે; વીર્યનું સ્તંભન કરે (રસાયણ); મંગળ કરે; પોતાની ઈચ્છા મુજબ કટક વીંટી વગેરે આભૂષણ પ્રાપ્ત કરાવે (વિનીત-ધાર્યા ઘાટ આપી શકાય), તપાવતાં પ્રદક્ષિણાકારે વર્તે (ફરે), સારથી યુક્ત (ગુરુ), અગ્નિથી ન
666666666 ODODODOD0D0D0DODO
ത്തരതരതത്തരത്ത 00000000000000000