________________
બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે પૂર્વે જણાવેલા તે તે ગુણોના ભાજન એવા મહાત્માઓ, નિર્વાણ(મોક્ષ)ના સાધક ત્રણ ગુપ્તિ, ઈન્દ્રિયોનો નિગ્રહ અને સ્વાધ્યાયાદિ યોગોની સાધના કરતા હોવાથી સાધુ છે. તેઓશ્રીને માતા પિતા ભાઈ બહેન આદિ સ્વજનો વગેરેમાં સ્નેહ ન હોવાથી ઋક્ષ-લૂક્ષ કહેવાય છે.
ભવસાગરના સામે કાંઠે પહોંચવાની ઉત્કટ ઈચ્છા હોવાથી તે મહાત્માઓ તીરાર્થી છે. નવ પ્રકારના બાહ્ય પરિગ્રહથી અને ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહથી સર્વથા રહિત હોવાથી પૂ. સાધુભગવંતો નિગ્રંથ છે. તેમ જ તેઓશ્રીમાં શ્રામણ્ય હોવાથી તેઓ શ્રમણ છે. સાધુ, લૂક્ષ, તીરાર્થી આદિ અહીં વર્ણવેલાં અઠ્ઠાવીસ નામો ગુણોથી યુક્ત એવા ભાવસાધુનાં છે. એ બધાં નામો શ્રી દશવૈકાલિક સૂત્રના દશમા અધ્યયનની નિયુક્તિમાં વર્ણવ્યાં છે. ‘તીર્ણ તાચી દ્રવ્ય વ્રતી ક્ષાન્ત દાન્ત વિરત મુનિ તાપસ પ્રજ્ઞાપક ઋજુ ભિક્ષુ બુદ્ધ અતિ વિદ્વાન પ્રવ્રુજિત અણગાર પાખંડી ચરક બ્રાહ્મણ પરિવ્રાજક શ્રમણ નિગ્રંથ સંયત મુક્ત સાધુ ઋક્ષ અને તીરાર્થી... ઈત્યાદિ નામો તપ અને સંયમમાં લીન એવા ભાવસાધુનાં છે. એ બધાનો અર્થ ઉપર જણાવ્યો છે જ. ૨૭-૨ા
666 Jillo
അ joooooo!
അത്ത ૩૦
pollllllll