________________
તત્ત્વ જાણી લીધું હોવાથી તેઓ બુદ્ધ છે. પાપથી સારી રીતે સર્વથા નીકળી ગયા હોવાથી તેઓશ્રી પ્રવૃજિત છે, લોભથી રહિત હોવાથી મુક્ત છે, દ્રવ્ય અને ભાવ અગારથી રહિત હોવાથી અનગાર છે. પૂર્વે જણાવ્યા મુજબ સંયમને આચરનારા હોવાથી તેઓશ્રીને ચરક કહેવાય છે.
કર્માદિ બંધનથી દૂર થયેલા હોવાથી તેઓશ્રીને પાખંડી (પાખંડી) કહેવાય છે. સુવિશુદ્ધ બ્રહ્મચારી હોવાથી બ્રાહ્મણ, સર્વથા પાપનું પરિવર્જન કરનારા હોવાથી પરિવ્રાજક અને સંયમી હોવાથી સંયતસ્વરૂપે પૂ. સાધુભગવંતો ઓળખાય છે. અર્થા તેઓશ્રીના આ શ્લોકમાં જણાવ્યા મુજબના બુદ્ધ, પ્રવૃતિ વગેરે બીજાં નવ નામો છે. તે તે નામથી જણાવેલા તે તે ગુણોની મુખ્યતાએ પૂ. સાધુભગવંતોનું વિશિષ્ટ સ્વરૂપ સ્પષ્ટપણે સમજાય છે. ૨૭-૨૧ાા.
પૂ. સાધુ મહાત્માઓનાં બીજાં પણ પર્યાયવાચક નામો જણાવાય છે
साधुळूक्षश्च तीरार्थी, निग्रंथः श्रमणस्तथा । इत्यादीन्यभिधानानि, गुणभाजां महात्मनाम् ॥२७-२२॥
“સાધુ, સૂક્ષ, તીરાર્થી, નિગ્રંથ અને શ્રમણ.... ઈત્યાદિ ગુણવાન મહાત્માઓનાં નામો છે.” આ પ્રમાણે
തരംതരംതരം
തരംതരതരത് 0000000000000000000000000000000000