________________
પ્રકારની તપશ્ચર્યા એ સાધન છે. જેના વડે ભેદાય તેને ભેદન(ભેદવા માટેનું અત્યંત ઉપયોગી સાધન) કહેવાય છે. આગમમાં જણાવેલી રીતે તેમાં ઉપયોગ રાખી કઠોર તપ વડે આઠ કર્મોના ભેદક પૂ. સાધુ મહાત્માઓ ભાવભિક્ષુ છે. જો આગમમાં ઉપયોગ ન હોય તો ભિક્ષુને દ્રવ્યભિક્ષુ કહેવાય છે. તેથી ભાવભિક્ષુત્વના નિર્વાહ માટે અહીં આગમના ઉપયોગની વિવક્ષા કરી છે. દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં આ વાત જણાવતાં ફરમાવ્યું છે કે-આગમમાં ઉપયોગવાળા ભિક્ષુ ભત્તા(ભેદક) છે. બાહ્ય અને આત્યંતર તપ ભેદનનું સાધન છે અને આઠ પ્રકારનું કર્મ ભેદવાયોગ્ય છે. અહીં કર્મને ભૂખસ્વરૂપ વર્ણવ્યું છે. ભૂખનું દુ:ખ જેમ અસહ્ય છે, તેમ કર્મનું દુ:ખ પણ ભયંકર છે. સઘળાં ય દુઃખોનું મૂળ કર્મ છે. આ દુઃખમય સંસાર કર્મમૂલક છે. આથી સ્પષ્ટ છે કે આઠ પ્રકારનાં કર્મ સ્વરૂપ સુદ(ભૂખ)ને, બાહ્યાભ્યતર તપ વડે આગમમાં ઉપયોગવાળા પૂ. મહાત્માઓ ભેદે છે તેથી તેઓ ભિક્ષુ છે-આ પ્રમાણે ભિક્ષુની વ્યુત્પત્તિ છે... ઈત્યાદિ સમજી લેવું. ૨૭-૧ળા
પ્રકારાતરથી મિક્ષ' શબ્દની વ્યુત્પત્તિ જણાવવા પૂર્વક તેનાં પર્યાયવાચક નામોના નિરૂપણ વડે તેનું સ્વરૂપ વર્ણવાય છે
ത്തGത്തരത്തത്ത Goooooooooojojo
Joo00000ooodoooooo