________________
કારણથી પોતાનો નિર્વાહ ભિક્ષામાત્રથી કરે છે, તે કારણે તેઓ ભિક્ષુ છે. કર્મને ખપાવે છે માટે ક્ષેપક છે અને સંયમપ્રધાન તપમાં વસે છે તેથી તપસ્વી છે. આ બધા પણ ભિક્ષુનાં(ભાવભિક્ષુનાં) પર્યાયવાચક નામો છે.
૫૨૭-૧૯૬૫
વ્યુત્પત્તિને આશ્રયીને ભિક્ષુનાં પર્યાયવાચક નામોનું નિરૂપણ કર્યું. હવે બીજી રીતે તેનાં પર્યાયવાચક નામો જણાવાય છે–
तीर्णस्तायी व्रती द्रव्यं, क्षान्तो दान्तो मुनि र्यतिः । ૠતુ: પ્રજ્ઞાપજો મિક્ષુ, વિદ્વાન્ વિત-તાપસૌ ।।૨૭-૨૦ના
‘‘તીર્ણ તાચી, વ્રતી, દ્રવ્ય, ક્ષાંત, દાંત, મુનિ, યતિ, ઋજુ, પ્રજ્ઞાપક, ભિક્ષુ, વિદ્વાન, વિરત અને તાપસઆ, સાધુભગવંતનાં નામો છે.''-આ પ્રમાણે વીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. તેનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે પૂ. સાધુભગવંતને તીર્ણ કહેવાય છે. કારણ કે વિશુદ્ધ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રની પ્રાપ્તિ થયેલી હોવાથી ભવસાગરને તરી ગયેલા જેવા છે. નજીકના કાળમાં જ તેઓશ્રી ભવસમુદ્રને તરી જવાના હોવાથી તરી ગયેલા જેવા જ છે. આથી તેઓશ્રીનું તીર્ણ આ પ્રમાણે નામ છે.
അ
അ
૨૬
oooooooo....OOD