Book Title: Bhikshu Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ અપવિત્ર અને અનિત્ય છે એમ માનીને શાશ્વત એવા મોક્ષસ્વરૂપ અર્થ માટે જેઓ પ્રવૃત્તિ કરે છે, તે પૂ. સાધુ મહાત્માઓ ભાવભિક્ષુ છે. મોક્ષની સાધનામાં શરીરનું મમત્વ; ખૂબ જ મજબૂત પ્રતિબંધક છે. શરીરનું વાસ્તવિક સ્વરૂપ સમજાય તો તેનું મમત્વ દૂર કરવાનું સરળ છે. સર્વથા જેનું સ્વરૂપ ખરાબ છે અથવા જે વસ્તુ સારી હોય તોપણ જો ક્ષણિક હોય, ચિરસ્થાયી ન હોય તો આપણને એની પ્રત્યે ખાસ મમત્વ થતું નથી. તાત્કાલિક ઉપયોગી બને છે માટે તે કરી લઈએ. પરંતુ લગભગ શરીરના વિષયમાં એવું જ હોવા છતાં તેની પ્રત્યેનું મમત્વ જતું નથી. એમ કહેવા કરતાં, એની પ્રત્યે મમત્વ ર્યા વિના રહેવાતું નથી એમ જ કહેવું જોઈએ. મોક્ષની સાધનામાં એ એક મોટો અવરોધ છે. શરીર; અશુચિ, અશુચિથી ઉત્પન્ન થયેલું અને અશાશ્વત (અનિત્ય) છે. તેથી એની પ્રત્યે મમત્વ રાખવાનું વસ્તુતઃ કોઈ જ કારણ નથી. પૂ. સાધુભગવંતોને એનો વાસ્તવિક ખ્યાલ હોવાથી તેઓશ્રી નિરંતર; આવા શરીર પ્રત્યે મમત્વ ક્ય વિના મોક્ષની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરે છે. એવા મહાત્માઓ ભાવભિક્ષુ છે. ર૭-૧૬ો. ઉપર જણાવ્યા મુજબ સોળ શ્લોકોથી જે ભાવભિક્ષનું ©©©©©©©©© OD0D0D0DOOOOOOOOO, GGGGGGGG ooooooooooooooooo

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50