________________
મહાત્માઓ શુદ્ધ ધર્મને જ જણાવતા હોય છે.
તેઓ માત્ર શુદ્ધ ધર્મને જણાવતા જ નથી, પણ એ ધર્મમાં પોતે સ્થિર રહે છે અને બીજા આત્માઓને શુદ્ધ ધર્મમાં સ્થાપન કરે છે. આવા પ્રકારના ઉપકારને કરવા છતાં એ મહાત્માઓ શ્રાવકો પ્રત્યે મમત્વભાવ રાખતા નથી. નિર્દોષ મળેલા આહારાદિને વાપરે છે. અર્થાદ્ર કુશીલ જનોની ચેષ્ટાનો ત્યાગ કરે છે. ઉપદેશમાલા, શ્રી દશવૈકાલિક સૂત્ર વગેરેમાં કુશીલોની ચેષ્ટાઓનું વર્ણન છે. એનો ત્યાગ કરનારા મહાત્માઓ જ ભાવભિક્ષુ છે. ર૭-૧૪
હાસ્યાદિ નોકષાયોના અભાવને લઈને ભિક્ષનું જે સ્વરૂપ છે, તે વર્ણવાય છે
उद्वेगो हसितं शोको, रुदितं क्रन्दितं तथा । यस्य नास्ति जुगुप्सा च, क्रीडा चाऽपि कदाचन ॥२७-१५॥
જેમને ઉદ્વેગ, હાસ્ય, શોક, રુદન, આકન્દ, જુગુપ્સા તથા ક્રિીડા ક્યારે પણ સંભવતાં નથી. તે ભાવભિક્ષુ છે.”-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સમજી શકાય છે કે, કષાયને આધીન ન બનનારા પૂ. સાધુભગવંતો હાસ્યાદિ નોકષાયોને પણ આધીન બનતા નથી. તેઓશ્રી સારી રીતે સમજે છે કે આપણને જે કાંઈ દુ:ખ આવે છે તે પૂર્વે બાંધેલા પાપકર્મના ઉદયથી આવેલું 666666666 9066666666 oooooooooooooooooooooooooo00000000