________________
ઈચ્છતા નથી. સુખની પ્રાપ્તિ માટે કે દુ:ખના નિવારણ માટે હિંસાદિ પાપવાળું જીવન જીવવાની જેઓ ઈચ્છા કરતા નથી, તેઓ ભાવભિક્ષુ છે. ૨૭-૧૨
કોઈ વાર પ્રતિકૂળતામાં ભિક્ષુનું જે સ્વરૂપ હોય છે તે જણાવાય છે
यो न कोपकरं ब्रूयात्, कुशीलं न वदेत्परम् । प्रत्येकं पुण्यपापज्ञो, जात्यादिमदवर्जितः || २७-१३॥
‘“જેઓ, કોપને કરનારાં વચન બોલતાં નથી, બીજાને કુશીલ કહેતા નથી, દરેકમાં પુણ્ય અને પાપને જાણે છે અને જાતિ વગેરે સંબંધી આઠ પ્રકારના મદથી રહિત છે, તે ભાવભિક્ષુ છે.’’–આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે પોતાની ગમે તેવી પ્રતિકૂળતામાં કોઈ નિમિત્ત બને તોપણ તેની પ્રત્યે પૂ. સાધુ મહાત્મા કોપ ન કરે. બીજાને ગુસ્સો આવે એવું ના બોલે. પોતાની પરંપરામાં રહેલા શિષ્યોને છોડીને બીજા શિષ્યોને ઠપકો આપતી વખતે ‘તું કુશીલ છે' એમ ન બોલે, પોતાના શિષ્યને ઠપકો આપતી વખતે હિતબુદ્ધિથી કોઈ વાર એ પ્રમાણે બોલવું પડે તો બોલે.
અન્ય જીવોનાં પુણ્ય અને પાપ કર્મો બીજા આત્મામાં સંક્રાંત થતાં ન હોવાથી પુણ્ય અને પાપ દરેકનાં સ્વતંત્ર છે.
૧૬
Geolo
66 9000
6660 Jold